Home Blog Page 974

આવી રહ્યો છે વધુ એક IPO, ૨૦૦-૨૧૧ રૂપિયા છે પ્રાઈઝ બેન્ડ, ૧૧૫ રૂપિયા પહોંચી ગયો GMP

0
  • ઈએમએસ લિમિટેડ (EMS Limited)ના આઈપીઓની પ્રાઈઝ બેન્ડ ૨૦૦-૨૧૧ રૂપિયા છે. આઈપીઓ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે. કંપનીના શેર ૨૧ સપ્ટેમ્બરે લિસ્ટ થશે.

જો તમે આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. આ સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. આ કંપની ઈએમએસ લિમિટેડ (EMS Limited) છે. કંપનીનો આઈપીઓ ૮ સપ્ટેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યો છે અને ૧૨ સપ્ટેમ્બર સુધી ઓપન રહેશે.

ઈએમએસ લિમિટેડનો આઈપીઓ હજુ ઓપન થયો નથી, પરંતુ ગ્રે માર્કેટમાં કંપનીના શેરને અત્યારથી જોરદાર રિસ્પોન્સ મળવા લાગ્યો છે. ઈએમએસ લિમિટેડના શેર ગ્રે માર્કેટમાં ૫૪ ટકાથી વધુ પ્રીમિયમ પર છે.

૧૧૫ રૂપિયા પહોંચી ગયું ગ્રે માર્કેટ પ્રીમિયમ :

ઈએમએસ લિમિટેડ (EMS Limited)નો આઈપીઓની પ્રાઈઝ બેન્ડ ૨૦૦-૨૧૧ રૂપિયા છે. આઈપીઓ ખુલતા પહેલા જ કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ૧૧૫ રૂપિયા પહોંચી ગયું છે. જો કંપનીના શેર ૨૧૧ રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પર અલોટ થાય છે અને ૧૧૫ રૂપિયાનું પ્રીમિયમ બનેલું રહે છે તો ઈએમએસ લિમિટેડના શેર ૩૨૬ રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે કંપનીના આઈપીઓમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરોને લિસ્ટિંગના દિવસે ૫૪ ટકાનો ફાયદો થઈ શકે છે.

૨૧  સપ્ટેમ્બરે લિસ્ટ થશે કંપનીના શેર :

ઈએમએસ લિમિટેડના આઈપીઓના શેરનું એલોટમેન્ટ ૧૫ સપ્ટેમ્બરે થઈ શકે છે. તો કંપનીના શેર ૨૧ સપ્ટેમ્બરે લિસ્ટ થઈ શકે છે. કંપનીના આઈપીઓમાં ઈન્વેસ્ટર ઓછામાં ઓછા ૧ લોટ માટે અને વધુમાં વધુ ૧૩ લોટ માટે એપ્લાય કરી શકે છે. કંપનીના આઈપીઓના ૧ લોટમાં ૭૦ શેર છે. ઈએમએસ લિમિટેડે આ વર્ષે માર્ચમાં માર્કેટ રેગુલેટર સેબીની પાસે ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યાં હતા.

આઈપીઓમાં ૧૪૬ કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર અને ૮૨.૯૪ લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ છે. ઓએફએસમાં પ્રમોટર અને ફાઉન્ડર રામવીર સિંહ ભાગીદારી વેચી રહ્યાં છે. હાલમાં કંપનીમાં તેમની ભાગીદારી ૯૧.૮૧ ટકા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારના રોકાણમાં જોખમ હોય છે. તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

સાળંગપુરમાં મોડી રાત્રે પડદા લગાવીને વિવાદિત ભીંતચિત્રો હટાવી તેની જગ્યાએ કયા નવા ચિત્રો લાગ્યા ?

0
  • સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં વિવાદિત ભીંત ચિત્રોનો આખરે ઉકેલ આવી ગયો છે. મોડી રાત્રે મંદિર પરિસરમાં બંધ લાઈટોમાં ભીંત ચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં વિવાદિત ભીંત ચિત્રોનો આખરે ઉકેલ આવી ગયો છે. મોડી રાત્રે મંદિર પરિસરમાં બંધ લાઈટોમાં ભીંત ચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને પડદા ઢાંકીને ચિત્રોને હટાવવામાં આવ્યા હતા.

હનુમાનદાદાના વિવાદિત ચિત્રો હટાવાયા :

ભર અંધારામાં આ ભીંત ચિત્રો હટાવીને તેની જગ્યાએ નવા ચિત્રો લગાવવામાં આવ્યાં હતાં. હનુમાન દાદાના સહજાનંદ સ્વામીના સેવક તરીકેના ચિત્રોને હટાવીને તેની જગ્યાએ સંતોના નવા ચિત્રો મૂકવામાં આવ્યા છે. વિવાદિત રહેલા બંને ચિત્રોને વડલાત ગાદીના સંતોએ મોડી રાત્રે હટાવી લીધા હતા. જોકે આ મામલે મીડિયાને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કરાયો હતો.

મીડિયાને સમગ્ર કામગીરીથી દૂર રખાયું :

દિવસ દરમ્યાન નિષ્ક્રિય રહેલી પોલીસ એકાએક મધરાતે સંપૂર્ણ સક્રિય થઈ હતી અને મંદિર વહીવટકર્તાઓ દ્વારા પોલીસને આગળ કરીને ચિત્રો દૂર કરવાની પ્રક્રિયા પર ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરાયો હકો. એવામાં કોના ઈશારે સમગ્ર કામગીરી પર ઢાંકપીછાડો કરાયો? તે સવાલ થઈ રહ્યો છે.

સરકાર સાથે મંત્રણા બાદ સંતોએ કરી હતી જાહેરાત :

નોંધનીય છે કે, આ પહેલા સોમવારે સ્વામિનાયરાણના ૫ સંતોનો ગાંધીનગરથી સરકારનું તેડું આવ્યું હતું અને મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત થઈ હતી. આ બાદ સરકાર અને સંતો વચ્ચે ચર્ચા પછી મંગળવારે સૂર્યોદય પહેલા ભીંતચિત્રોને હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી હતી અને મોડી રાત્રે જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો :-

અમેરિકાના ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન કોરોના પોઝિટિવ, ૨ દિવસ બાદ…

  • અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના પત્ની અને યુએસના ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બે દિવસ બાદ જી ૨૦ શિખર સંમેલનમાં સામેલ થવા માટે બે દિવસ બાદ ભારત આવવાના હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન બે દિવસ બાદ ભારતમાં જી ૨૦ સમિટમાં સામેલ થવા માટે આવવાના હતા. આ પહેલા બંનેનો કોવિડ રિપોર્ટ આવી ગયો છે. તેમાં ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ બાઈડેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

જો કે ફર્સ્ટ લેડી ઓફિસનું કહેવું છે કે તેમનામાં કોવિડના કોઈ લક્ષણ નથી. આ બધા વચ્ચે ડેલાવેયર સ્થિત તેમના આવાસ પર જ તેઓ રહેશે. તેમના કોમ્યુનિકેશન ડાયરેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું કે વ્હાઈટ હાઉસમાં મેડિકલ યુનિટે નીકટના લોકોને તે અંગે જાણકારી આપી છે.

૭ સપ્ટેમ્બરે આવવાના હતા ભારત :

રાષ્ટ્રપતિ બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન જી ૨૦ શિખર સંમેલનમાં સામેલ થવા માટે ૭ સપ્ટેમ્બરના રોજ ભારત પ્રવાસે આવવાના હતા. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડેન ૮ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે.

તેઓ જી ૨૦ના નેતૃત્વ બદલ મોદીને બિરદાવશે. આ ઉપરાંત ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ જી ૨૦ સંમેલનમાં ભાગ લેશે જ્યાં તેઓ જી ૨૦ના અન્ય ભાગીદાર દેશો સાથે ક્લીન ઉર્જા અને જળવાયુ પરિવર્તન જેવા અનેક વૈશ્વિક મુદ્દાઓ પર  ચર્ચા કરશે.

વ્હાઈટ હાઉસ તરફથી કહેવાયું હતું કે આ દરમિયાન યુક્રેનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના યુદ્ધના આર્થિક અને સામાજિક પ્રભાવોને ઓછા કરવાની કોશિશ કરવામાં આવશે અને વર્લ્ડ બેંક સહિત બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતા વધારવા પર ચર્ચા થશે જેથી કરીને સારી રીતે ગરીબી સામે લડી શકાય.

ત્યારબાદ બાઈડેન ૧૦ સપ્ટેમ્બરના રોજ વિયેતનામ માટે રવાના થશે. તેઓ વિયેતનામમાં હનોઈમાં ત્યાંના મહાસચિવ નગુયેન ફૂ ત્રોંગ અને અન્ય પ્રમુખ નેતાઓ સાથે ચર્ચા કરશે. આ દરમિયાન અમેરિકા અને વિયેતનામ વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા થશે.

આ પણ વાંચો :-

વ્હોટસએપમાં આવ્યું ગજબનું ફીચર : વગર નંબરે પણ લોગિન થઈ શકશે, દુરુપયોગની કોઈ ચાન્સ જ નહીં

0
  • વોટસએપનું નવું ફીચર લાવ્યું છે. જેના ભાગરૂપે હવે વોટસએપ નંબર વગર પણ લોગિન કરી શકશે, જાણો સમગ્ર અહેવાલ !

WhatsApp કંપની સતત ઘણા મોટા અપડેટ રજૂ કરતી રહે છે. પોતાના યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને સમયાંતરે બદલાવ કરતું હોય છે. જેમાં WhatsApp પર નવું એકાઉન્ટ બનાવવા અથવા કોમ્પ્યુટર, લેપટોપ સહિતના નવા ઉપકરણમાં લોગિન કરવા માટે મોબાઈલ નંબર ફરજિયાત જરૂરી હોય છે. પરંતુ હવે WhatsApp ઈમેલ વેરિફિકેશન દ્વારા પણ લોગિન કરી શકાશે.

જ્યારે નવા ઉપકરણ પર WhatsApp પર લોગિન કરવું હોય, તો હવે તમે WhatsApp ઈમેલ વેરિફિકેશન દ્વારા પણ લોગઈન કરી શકાશે. આ અંગે જલ્દી જ યુઝર્સ લાભ લઇ શક્શે. કંપની આ ફીચર પર કામ કરી રહી છે. નવા ફીચરને લેટેસ્ટ અપડેટ વર્ઝન 2.23.18.19ના બીટા પ્રોગ્રામમાં જોવાયું છે.

લીલો રંગ પણ કાઢી નાખવામાં આવી શકે છે :

આ ફીચર અમલમાં આવતાની સાથે જ વોટસએપ એકાઉન્ટમાં લોગિન કરવા માટે મોબાઈલ નંબરની જરૂરિયાત પુરી થઈ જશે. જ્યારે મોબાઈલ નેટવર્ક ન હોય ત્યારે આ ફીચર આશીર્વાદરૂપ સાબિત થશે. ઈમેલ વેરિફિકેશનમાં મોબાઈલ કોન્ટેક્ટ જોવા મળશે નહીં.

આ ફીચર વૈકલ્પિક ધોરણે એટલે કે તમારા અનુસાર તમે એને વાપરી શકશો. જોકે વોટસએપ એકાઉન્ટનો દુરુપયોગ અટકાવી શકાય તે દિશામાં હાલ આ ફીચર પર કામ કરી રહી છે. ફેરફાર બાદ સંપૂર્ણપણે નવો લુક જોવા મળશે. મેટાની મેસેજિંગ એપનું લેટેસ્ટ વર્ઝનમાંથી આ વખતે લગભગ લીલો રંગ પણ કાઢી નાખવામાં આવી શકે છે. વધુમાં નાનામોટા અનેક બદલાવ અમલમાં આવી શકે છે.

આ પણ વાંચો :-

 

ભારતના લોકોએ આ કાર ખરીદવાનું ઘેલું લાગ્યું : કિંમત ૬ લાખથી શરૂ, ધડાધડ બુક કરાવી રહ્યા છે લોકો

0
  • Hyundai Exterની માર્કેટમાં ડિમાન્ટ એટલી વધી ગઈ છે કે કંપનીએ એક મહિનામાં ૭૦ હજારથી વધારે કાર સેલ કરી છે.

કારનાં શોખીન લોકો માટે થોડા સમય પહેલાં માર્કેટમાં હ્યૂંડાઈએ શાનદાર કાર લોન્ચ કરી હતી. આ કાર છે હ્યૂંડાઈ એક્સટર. તેની શરૂઆતી મોડલની કિંમત આશરે ૬ લાખ રૂપિયા છે. કંપનીએ આ કારનાં ૧૭ વેરિયન્ટ કાઢ્યાં છે જેની ઓન રોડ પ્રાઈસ ૬ થી ૧૦ લાખની વચ્ચે થાય છે.

આ SUVની વધી રહી છે ડિમાન્ડ :

હ્યૂંડાઈની થોડા સમય પહેલા લોન્ચ થયેલ Exterની માર્કેટમાં સતત માંગ વધી રહી છે. તેનું કારણ છે તેની અફોર્ડેબિલિટી. ભારતીય ગ્રાહકોમાં આ કારનો ક્રેઝ એટલો વધારે બન્યો છે કે છેલ્લાં એક મહિનામાં કંપનીએ ૭૧૪૧૫ કાર ગ્રાહકોને વેંચી છે.

વેરિયન્ટ :

હ્યૂંડાઈ એક્સટરની કિંમત ૫.૯૩ લાખથી શરૂ થઈ અને ૮.૨૩ લાખ સુધી પહોંચે છે (એક્સ શોરૂમ પ્રાઈઝ). કંપનીએ આ કારનાં કુલ ૧૭ જેટલા વેરિયન્ટ અલગ અલગ પ્રાઈઝ સાથે ઉપલબ્ધ છે. ૫ મુખ્ય વેરિયન્ટસની વાત કરીએ તો તેમાં EX,S,S(O),SX અને SX(O).

સેફ્ટી :

સેફ્ટીની વાત કરીએ હ્યૂંડાઈની આ SUVમાં ૬ એરબેગ્સ, EBDની સાથે ABS, હિલ સ્ટાર્ટ અસિસ્ટ જેવી અનેક સુવિધાઓ આવેલી છે. હ્યૂંડાઈ સિવાય મહિન્દ્રાની XUV ૭૦૦ અને મારુતિની Grand Vitara જેવી SUVની પણ ડિમાન્ડ છે.

આ પણ વાંચો :-

૦૫ સપ્ટેમ્બર / શત્રુપક્ષ થશે હાવી, ઉતાવળ કરશો તો નુકસાન પાક્કું, આ રાશિના જાતકોનો મંગળવાર રહેશે કષ્ટદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે ? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે, વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે.

વૃષભ  (બ.વ.ઉ.) 
આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા રહેશો તેમજ ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે, માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો

મિથુન  (ક.છ.ઘ.) 
મહેનતનું સારું ફળ મળશે તેમજ મનોકામના પૂર્તિ માટે સમય સારો છે અને કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી, જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે.

કર્ક (ડ.હ.) 
વડીલો દ્વારા આશીર્વાદ મળશે તેમજ નજીકના સંબંધીથી સહયોગ મળશે અને ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે તેમજ નવું કામ કરવાના યોગ સારા બને છે

સિંહ (મ.ટ.) 
ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે તેમજ ઉતાવળ કરશો તો નુકસાન થશે અને સંતાનો સાથે મતભેદ રહેશે અને મુસાફરીના યોગ બને છે

કન્યા  (પ.ઠ.ણ.) 
આપની શિથિલતા નુકસાન કરાવશે તેમજ રોકાણમાં કાળજી રાખી કામ કરવું અને સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે તેમજ કામકાજમાં મહેનત વધુ રહેશે.

તુલા (ર.ત.) 
ભાગીદારીવાળા કામથી લાભ થશે તેમજ વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે અને વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.

વૃશ્ચિક (ન.ય.) 
શેરબજારમાં સારા લાભની સંભાવના છે તેમજ વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય અને ધંધાકીય પ્રવાસના યોગ બને છે તેમજ પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વ્યવસાયમાં નવા અવસર મળશે તેમજ સમય આપને અનુકૂળ બનશે અને કામકાજની કદર થશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ.) 
જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો અને નાના-મોટા પ્રવાસની સંભાવના છે તેમજ ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો, કોઈ શુભ સમાચાર મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકોને પસંદગીના કામમાં આનંદ મળશે તેમજ પરિવારજનોથી ઉત્તમ લાભ થશે અને નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે.

મીન (દ.ચ.ઝ.થ) 
ધનનું સારું સુખ મળશે તેમજ પરિવારમાં તણાવ રહેશે અને નાના-મોટા રોકાણમાં લાભ થશે, માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે.

આ પણ વાંચો :-

ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને મળવા પહોંચ્યા સાથે લીધું ભોજન

0
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પહેલા ઓચિંતા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. આ બાદ તેઓ ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલને મળવા માટે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પહેલા ઓચિંતા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. આ બાદ તેઓ ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલને મળવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નરેશ પટેલના ફાર્મહાઉસમાં પહોંચ્યા હતા જ્યાં તેમના પરિવારના સદસ્યો સાથે મુલાકાત કરી હતી અને બાદમાં સાથે ભોજન પણ લીધું હતું. લોકસભાની ચૂંટણી પહેલા જ અચાનક નરેશ પટેલ સાથે મુખ્યમંત્રીની મુલાકાતથી અનેક અટકળો લગાવાઈ રહી છે.

મુખ્યમંત્રી સાથે નરેશ પટેલની શું ચર્ચા થઈ ?

આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમારા ઘરે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા. ઘણા સમયથી તેમનું આવવાનું અને ભોજન લેવાનું બાકી હતું.

આજે સમય હતો અને ખૂબ આનંદની વાત છે કે મુખ્યમંત્રીએ મારા ઘરે આવીને ભોજન કર્યું. લંચ ડિપ્લોમસીની વાત પર કહ્યું કે, બિલકુલ નથી માનતો. વ્યક્તિગત સંબંધ અને લાગણીના ભાવથી મુખ્યમંત્રી પધાર્યા હતા.

આ પણ વાંચો :-

બોલિવુડ / રાખી સાંવત પર ભડકી ગૌહર ખાન, મુસ્લિમ ધર્મ અંગીકાર વિશે ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે…

  • ટીવી એક્ટ્રેસ ગૌહર ખાને રાખી પર નિશાન સાધ્યું છે. ગૌહર સિવાય ઘણા લોકોએ તેના પર ધાર્મિક વસ્તુઓનો પબ્લિસિટી સ્ટંટ તરીકે ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ડ્રામા ક્વીન રાખી સાવંત ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. રાખી સાવંતે ૬ મહિના પહેલા પોતાના પતિ આદિલ ખાન દુર્રાનીને જેલમાં મોકલી દીધો હતો. હવે આદિલ જેલમાંથી બહાર આવ્યો છે અને રાખી પાસેથી તેનો બદલો લઈ રહ્યો છે.

આ દરમિયાન રાખી સાવંત ઉમરાહ કરવા માટે મક્કા પહોંચી હતી. જોકે હવે અભિનેત્રી મુંબઈ પાછી આવી ગઈ છે. હવે તેનો એક અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે. રાખી પહેલાની જેમ ટૂંકા કપડામાં નથી દેખાતી પરંતુ બુરખો અને હિજાબ પહેરેલી જોવા મળે છે. તેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હવે આ બધા વચ્ચે ટીવી એક્ટ્રેસ ગૌહર ખાને રાખી પર નિશાન સાધ્યું છે. ગૌહર સિવાય ઘણા લોકોએ તેના પર ધાર્મિક વસ્તુઓનો પબ્લિસિટી સ્ટંટ તરીકે ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. અભિનેત્રી ગૌહર ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે અને ખૂબ જ કડક શબ્દોમાં વાત કરી છે.

ગૌહરે લખ્યું, “છતાં પણ કેટલાક હારેલા લોકો ઈસ્લામને હળવાશથી લઈ રહ્યા છે અને આ પવિત્ર યાત્રાધામની મજાક ઉડાવી રહ્યા છે જે ઇસ્લામના આસ્થા રાખે છે તેના માટે ખૂબ પવિત્ર છે. એક મિનિટ તમે ઈસ્લામ સ્વીકારી લીધો અને પછી તમે કહો કે “ઓહ, મેં તે કર્યું નથી. મારી પોતાની સ્વતંત્ર ઇચ્છા” .. શું બકવાસ છે.

ગૌહરે આ પોસ્ટમાં આગળ લખ્યું, “હું ઈચ્છું છું કે ભારત અથવા સાઉદીમાં ઈસ્લામ બોર્ડ આવા પબ્લિસિટી સ્ટંટ સામે કડક કાર્યવાહી કરે, જેથી લોકો પવિત્ર વસ્તુનો લાભ ન ​​લઈ શકે. જો કે અબાયા પહેરવાથી તમે મુસ્લિમ નથી બની શકતા. સારી વ્યક્તિ, સાચા વ્યક્તિ બનવું અને અલ્લાહને પ્રેમ કરવો તમને મુસ્લિમ બનાવે છે. કોઈપણ વિશ્વાસ હૃદયમાં હોય છે, તે બતાવવા માટે તમારે ૫૯ કેમેરાની જરૂર નથી.

રાખી સાવંત અબાયા પહેરીને ઈવેન્ટમાં પહોંચી :

મક્કાથી પરત ફર્યા બાદ રાખીએ શનિવારે મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે લાલ રંગના અબાયામાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે પત્રકારો સાથે વાત કરી અને કહ્યું, “કોણે કહ્યું કે અબાયામાં સ્ત્રી સુંદર દેખાતી નથી, ખાસ કરીને બોલિવૂડમાં મારી પાછળ આવો”.

આ પણ વાંચો :-

Viral Video : મુંબઈની લોકલ ટ્રેનમાં આ શું થઈ રહ્યું છે ? ખુલ્લેઆમ ડ્રગ્સનું સેવન

0
  • Viral Video / આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર લોકો ભડકી ગયા છે. એવું કહેવાય છે કે ડ્રગ્સ લેવાની આ ઘટના લોકલ ટ્રેનમાં એક સપ્ટેમ્બરે ઘટી.

મુંબઈની લોકલટ્રેનમાં અવારનવાર વીડિયો વાયરલ થતા રહે છે. હવે જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. આ વીડિયોમાં યુવક ખુલ્લેઆમ ડ્રગ્સ લેતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ભડકી ગયા છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના એક સપ્ટેમ્બર લોકલ ટ્રેનમાં ઘટી હતી.

મળતી માહિતી મુજબ એક યૂઝરે દાવો કર્યો છે કે કેટલાક યુવકો નાલાસોપારા સ્ટેશન પર ખુલ્લેઆમ ડ્રગ્સ લઈ રહ્યા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ જાહેરમાં કોઈ પણ ડર વગર ડ્રગ્સ લઈ રહ્યો છે. જ્યારે અન્ય એક વ્યક્તિ તેને મોબાઈલ પર ડ્રગ્સ રાખીને ઓફર કરી રહ્યો છે.

આ વીડિયો એક્સ (અગાઉ ટવિટર) પર @ADARSH7355 નામના યૂઝરે શેર કર્યો છે. યૂઝરે દાવો કર્યો છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં વીરારની લગભઘ ૧.૩૦ વાગ્યાની લોકલ ટ્રેનમાં ૫ લોકો ડ્રગ્સનું સેવન કરી ર હ્યા હતા. યૂઝરે એમ પણ કહ્યું કે તેમના ખિસ્સામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ હતું.

આ વીડિયો સામે આવ્યા બાદ રેલવે અધિકારીઓ અને લોકોએ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે આગળ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. ડિવિઝન રેલવે મેનેજરે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. લોકલ ટ્રેનમાં ડ્રગ્સ લેનારા યુવકોની ભાળ મેળવવાની કોશિશ થઈ રહી છે.

લોકોને અપીલ :

વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ કહ્યું કે તમામ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ગવર્મેન્ટ રેલવે પોલીસ પોસ્ટ્સ ને એક લૂકઆઉટ નોટિસ સર્ક્યુલેટ કરવામાં આવી છે. આ યુવકો રેલવે વિસ્તારમાં ઘૂમતા જોવા મળે તો કાનૂન મુજબ કાર્યવાહી કરાશે. રેલવે અધિકારીઓએ જનતાને પણ અપીલ કરી છે કે આ લોકોની ઓળખ ઉજાગર કરવામાં તેમની મદદ કરે અને તેમને પકડવા માટે આગળ આવે.

આ પણ વાંચો :-

 

 

સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી

0
  • સાળંગપુર વિવાદ અંગે મોટા સમાચાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણીઓ સાથે બેઠક મળશે. ગાંધીનગરમાં સરકાર અને અગ્રણીઓ સાથે બેઠક મળશે.

બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રો ઉપર કાળો કલર અને તોડફોડ કરવાનો મામલે આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હર્ષદ ગઢવી, જેશીંગ ભરવાડ, બળદેવ ભરવાડ સહિત ત્રણ આરોપીઓની જામીન અરજી અંગે બરવાળા કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જેના અંતે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરાયા છે.

૧૦-૧૦ હજારના જામીન પર મુક્ત કરાયા છે. બચાવ પક્ષ દ્રારા ગઈકાલે જજના બંગલે જામીન અરજી કરાઈ હતી. સાથે જ ત્રણેયને કોર્ટ દ્વારા રાજ્યની હદ બહાર જવું નહીં તેમજ પાસપોર્ટ જમા કરાવવા આદેશ કર્યા છે. તેમજ કોઈપણ સાક્ષીને ધમકાવવા નહીંની શરત પર જામીન અપાયા છે.

વિવાદમાં સરકાર આવી :

સાળંગપુર વિવાદ હવે આગ પકડી રહ્યો છે. લીંબડી મોટામંદિર ખાતે સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિના વિવાદને લઈને આવતીકાલે સાધુ સંતો અને મહંતોનુ મહાસંમેલન યોજાનાર છે. ત્યારે આ વિવાદને હવે સરકારે હાથે લીધો છે. આજે બપોર બાદ સ્વામિનારાયણના સંતોની બેઠક મળશે. ત્રણ વાગ્યા બાદ સંપ્રદાયના સિનિયર સાધુઓ સાથે સરકારની મંત્રણા કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમાં જોડાશે.

સાળંગપુર હનુમાનજી મંદિર ભીત ચિત્ર વિવાદ મામલે સંતોને સરકારના તેડા આવ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય 5 જેટલા સંતો ગાંધીનગર જવા રવાના થયા છે. સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, વડતાલના ડો.સંત વલ્લભદાસજી સ્વામી સરધાર મંદિરના સ્વામી સહિતના સંતો ગાંધીનગર જવા રવાના થયા છે. તમામ સંતો પહેલા અમદાવાદ અથવા ગાંધીનગર સ્વામિનારાયણ મંદિર ખાતે બેઠક કર્યા બાદ સીએમ ઓફિસ જશે.

આ પણ વાંચો :-