Home Blog Page 973

૫૩૦ કિલોમીટરની રેન્જ અને બસ ૨૭ મિનિટમાં થઈ જશે ચાર્જ ! વોલ્વોએ લોન્ચ કરી ધાંસૂ ઈલેક્ટ્રિક કાર

0
  • સ્વીડનની પ્રમુખ વાહન નિર્માતા કંપની વોલ્વોએ ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક કાર Volvo C40 Recharge લોન્ચ કરી છે. કંપનીની અધિકૃત વેબસાઈટ અને ડીલરશીપથી આ કાર બુક કરી શકાશે.

સ્વીડનની પ્રમુખ વાહન નિર્માતા કંપની વોલ્વોએ ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક કાર Volvo C40 Recharge લોન્ચ કરી છે. આ કારના આકર્ષક લુક અને દમદાર બેટરી સાથે આ કારની શરૂઆતની કિંમત ૬૧.૨૫ લાખ રૂપિયા (એક્સ શોરૂમ કિંમત) છે. આજથી આ કારનું બુકિંગ શરૂ થયું છે. કંપનીની અધિકૃત વેબરસાઈટ અને ડીલરશીપથી આ કાર બુક કરી શકાશે.

આગામી સપ્તાહહમાં ઈલેક્ટ્રિક કાર Volvo C40 Rechargeની ડિલીવરી શરૂ કરવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે, જાન્યુઆરી-જૂન ૨૦૨૩ સુધીના ફર્સ્ટ હાફમાં કારના કુલ વેચાણમાં SUVએ ૨૫ ટકા યોગદાન આપ્યું છે.

Volvo C40 Recharge :

Volvo C40 Recharge એક ઈલેકટ્રિક કાર છે. આ કાર માત્ર ઈલેક્ટ્રિક વર્ઝનમાં રહેશે. જે SUV મોડલ જેવી જ દેખાય છે. આ કારની પાછળના ભાગ અને રૂફલાઈનને કૂપે સ્ટાઈલ ફીનિશ આપીને અલગ લુક આપવામાં આવ્યો છે. આ કારના ટેલગેટ અને ટેલ લેમ્પ એસેમ્બલીને ફરી ડિઝાઈન કરવામાં આવ્યો છે. ટેલ લેમ્પ ખૂબ જ પતલા છે. જેને રેપરાઉંડ ઈફેક્ટ આપવામાં આવી છે ને તેમાં નવી રિવર્સ લાઈટ છે.

આ કારના હેમર શેપ LED ડે-ટાઈમ રનિંગ લેમ્પની સાથે હેડલેમ્પથી સજ્જ છે. કંપનીએ આ કારમાં ડયુઅલ ટોન ૧૯ ઈંચનું એલોય વ્હીલ આપ્યું છે. આ કારમાં કંપનીએ પિક્સેલ LED હેડલાઈટ આપી છે, ભારતમાં વોલ્વોની કોઈપણ કારમાં આપવામાં આવતું નથી. જેમાં ટો પાર્ટવાળુ સ્પોઈલર આપવામાં આવ્યું છે. આ ૫ સીટર કારની લંબાઈ ૪,૪૪૦ મિમી, પહોળાઈ ૧,૮૭૩ મિમી, ઉંચાઈ ૧,૫૯૧ મિમી છે અને બૂટ સ્પેસ ૪૧૩ લીટર છે.

SUV ઈન્ટીરિયર :

Volvo C40 Recharge સંપૂર્ણપણે લક્ઝરી અને પ્રીમિયમ ફીચર્સથી સજ્જ છે. આ કારની કેબિનમાં ટિપિકલ વોલ્વો ડેશબોર્ડ છે. જેમાં ૯.૦ ઈંચનું પોટ્રેટ સ્ટાઈલ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જેની બંને તરફ વર્ટિકલ સ્ટાઈલમાં AC વેંટસ જોડવામાં આવ્યા છે. સેંટર કંસોલને સિંપલ રાખવાની કોશિશ કરવામાં આવી છે. જેથી સરળતાથી ડ્રાઈવિંગ કરી શકાય.

ફીચર્સ :

ઈલેક્ટ્રિક SUVમાં ૧૨.૩ ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. ઉપરાંત પેનોરમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જર, ૩૬૦ ડિગ્રી કેમેરા, ફુલ સૂટ સેન્સર બેસ્ટ એડવાન્સ ડ્રાઈવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ, કનેક્ટેડ કાર ટેકનોલોજી, પાવર્ડ ફ્રંટ સીટ, ડ્રાઈવર સાઈડ મેમરી ફંક્શન, હીટિંગ અને કૂલિંગ, ડયુઅલ-જોન ક્લાઈમેટ કંટ્રોલ આપવામાં આવ્યું છે. કારમાં ૪૧૩ લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે. જેમાં તમે જરૂરી સામાન મુકી શકો છો. કંપનીએ દાવો કર્યો છે કે આ કારમાં લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

પાવરફુલ ઈલેક્ટ્રિક મોટર :

આ કારને કોમ્પેક્ટ મોડયુલર આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવી છે. જેમાં ડયુઅલ મોટર સેટઅપ આપવામાં આવ્યું છેસ જે તમામ એક્સલ પર લગાવવામાં આવ્યું છે. આ ઈલેક્ટ્રિક મોટર સંયુક્ત રૂપે ૪૦૮ hpનો પાવર અને ૬૬૦NMનો ટાર્ક જનરેટ કરે છે. આ કાર ૪.૭ સેકન્ડમાં ૦ થી ૧૦૦ કિમી/ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ કારમાં ૭૮kwhની ક્ષમતાનું બેટરી પેક આપવામાં આવ્યું છે. જે સિંગલ ચાર્જમાં ૫૩૦ કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

આ પણ વાંચો :-

૦૬ સપ્ટેમ્બર / અશાંતિ ભરડો લેશે, ધાર્યા કામકાજ પાર નહીં પડે, આ રાશિના જાતકોનો બુધવાર અતિ કપરો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે ? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે. વ્યવસાયમાં ધનલાભ થાય.  માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક પરેશાની જણાશે. કામમાં વધારે મહેનત કરવી પડશે.  ધંધામાં સામાન્ય ફાયદો જણાશે. નાણાકીય તંગી અનુભવશો.

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે. મોટા માણસોની ઓળખાણથી લાભ થાય. પરેશાનીઓમાંથી મુક્તિ મળે. ધંધામાં નવી આવક મળે.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજથી લાભ થાય. નજીકના સંબંધીથી સહયોગ મળશે. પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે. ધંધાકીય આવકમાં વધારો જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં વ્યવહારું બનો. ધીરજથી કામની શરૂઆત કરવી. પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે. માનસિક તનાવ જણાય.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે. સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે.  સંતાનોથી સારો લાભ જણાશે. નાના-મોટા રોકાણ માટે સાચવવું.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અગત્યના કામને પ્રાધાન્ય આપો. રોજગાર માટે નવી તકો વિચારો.  બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો. મહેનત કરશો તો સારું ફળ મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે. શેરબજારમાં સારો લાભ થશે.  વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાન વિષયક તકલીફ જણાય. મહત્વના કામમાં વિલંબ સૂચવાય.  સ્વાસ્થ્ય બાબતે સાચવવું. વ્યવસાયમાં નવી તકો મળશે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કામકાજમાં રુચિ વધે. માનસિક બેચેની રહ્યા કરે. નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. ઘરમાં સામાન્ય અશાંતિ જણાય.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવડતના ઉપયોગથી લાભ થાય. આર્થિક બાબતોમાં નવી તકો મળે. ધારેલા કામકાજમાં સફળતા મળે. વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે.

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ અનુભવશો. ધન સંબંધી ચિંતા અનુભવશો.  ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું. કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે.

આ પણ વાંચો :-

કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના તિલકનો વિવાદ વકર્યો, સનાતન ધર્મનું તિલક લગાવવા માંગ ઉઠી

0
  • કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા પરના તિલકનો વિવાદ વધુ વકર્યો. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત તિલક બદલવા મક્કમ, સનાતન ધર્મનું તિલક લઈને સાળંગપુર પહોંચશે મહંત પરમેશ્વર મહારાજ.

સનાતન ધર્મના સાધુ-સંતોના ઉગ્ર વિરોધ બાદ હવે વિવાદિત ભીંતચિત્રો અને મૂર્તિઓ હટાવવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી પહેલાં કિંગ ઓફ સાળંગપુરની હનુમાનજીની પ્રતિમાની નીચેના વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં આવ્યા. ત્યાર બાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદિત મૂર્તિ દૂર કરવામાં આવી. મંદિર પરિસારમાં નિલકંઠ વર્ણીને ફળાહાર કરાવતા હનુમાનજીની વિવાદિત મૂર્તિને હાલ હટાવી દેવામાં આવી છે.

ત્યારે હવે કિંગ ઓફ સાળંગપુરની વિરાટ હનુમાનજીની પ્રતિમા પર સ્વામીનારાયણ પંથકના તિલકનો વિવાદ ઉઠ્યો છે. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતે પ્રતિમા પરથી તિલક બદલવાની માંગ કરી છે. આ માટે તેઓ સનાતન ધર્મનું તિલક લઈને સાળંગપુર પહોંચશે.

કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને સ્વામિનારાયણ તિલકનો વિવાદ ઉઠ્યો છે. મહંત પરમેશ્વર મહારાજ તિલક બદલવા સાળંગપુર જશે. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત પરમેશ્વર મહારાજે આ વિશે કહ્યું કે, હનુમાનજીને સનાતન ધર્મનું તિલક લગાવવામાં આવશે. રોકડીયા હનુમાનના મહંતે ચાંદીનું તિલક બનાવડાવી આજે સાંજે ચાંદીનું તિલક લગાવવામાં આવશે.

ગઈકાલે મોરબીમાં રામાનંદી સાધુ સમાજ તથા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા કલેક્ટર કચેરીના પટાંગણમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા ઉપર જે તિલક બનાવવામાં આવ્યું છે તે તિલક બદલાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

આ પણ વાંચો :-

‘Jawan’ ફિલ્મના રીલિઝ અગાઉ શાહરૂખ ખાને દીકરી સાથે શ્રી વેંકટેશ્વર સ્વામીના કર્યા દર્શન

  • Shah Rukh Khan Visits Tirupati : બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે.

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ માટે તૈયાર છે. લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે. માત્ર એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે ફિલ્મ જવાન શાનદાર કલેક્શન કરવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાન અને નયનતારા સાથે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મંદિરમાંથી શાહરૂખ ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દર્શન કર્યા બાદ પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. જવાન રીલીઝ પહેલા શાહરૂખ ભગવાનના દર્શન કરી ફિલ્મ માટે પ્રાર્થના કરી રહ્યો છે.

શાહરૂખ ખાનના લુકની વાત કરીએ તો તેણે સફેદ રંગના કપડા પહેર્યા હતા. સુહાના ખાન અને નયનતારા પણ સફેદ આઉટફિટમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં તેઓ દર્શન કરતા જોવા મળે છે.

વૈષ્ણોદેવી પણ ગયો હતો :

જવાનનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા શાહરૂખ ખાન જમ્મુ-કાશ્મીરમા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયો હતો. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેણે પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો જેથી કોઈ તેને ઓળખી ન શકે. શાહરૂખે ડેનિમ અને ટી-શર્ટ સાથે હૂડી પહેરી હતી.

ફિલ્મ ‘જવાન’ની વાત કરીએ તો આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ જોવા મળશે. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો :-

World Cup ૨૦૨૩ : ODI વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત, આ ૧૫ ખેલાડીઓ બનાવશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન !

0
  • આઈસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ની શરૂઆત ૫ ઓક્ટોબરથી થશે. જ્યારે ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપ માટે અજીત આગરકર અને કેપ્ટન રોહિત શર્માએ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમમાં કયા કયા ખેલાડીઓનો સમાવેશ થયો અને કોને પડતા મૂકાયા તે વિગતવાર જાણો.

ભારતીય ક્રિકેટ ટીમને લઈને જો અને તોનો વિવાદ પૂરો થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સીનિયર પસંદગી સમિતિએ ODI વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ૫ ઓક્ટોબરથી ઘરઆંગણે રમનારી ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા મોટા નામ છે. જો કે આ સ્ક્વોડમાં યુજવેન્દ્ર ચહલનો સમાવેશ થયો નથી. જ્યારે એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજૂ સેમસન પણ લિસ્ટમાંથી બાકાત છે.

કેએલ રાહુલ પર ઘણા સવાલો ઉઠ્યા હતા. પરંતુ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને આ વિકેટકીપર બેટસમેન પર વિશ્વાસ છે. ઈજાના કારણે એશિયા કપની પ્રથમ બે મેચમાંથી બહાર રહેલા રાહુલને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

શ્રેયસ અય્યર પણ ટીમમાં સામેલ છે અને વિકેટકીપર ઈશાન કિશનનું નામ પણ છે. શ્રીલંકામાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં ભારતીય ટીમ પાકિસ્તાન દ્વારા આયોજિત ટુર્નામેન્ટ રમી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકર હાજર હતા.

ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ :

  1. રોહિત શર્મા (કેપ્ટન)
  2. શુભમન ગિલ
  3. વિરાટ કોહલી
  4. સૂર્યકુમાર યાદવ
  5. શ્રેયસ અય્યર
  6. કેએલ રાહુલ (વિકેટકીપર)
  7. ઈશાન કિશન (વિકેટકીપર)
  8. અક્ષર પટેલ
  9. હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન)
  10. રવિન્દ્ર જાડેજા
  11. મોહમ્મદ સિરાજ
  12. કુલદીપ યાદવ
  13. જસપ્રીત બુમરાહ
  14. મોહમ્મદ શમી
  15. શાર્દુલ ઠાકુર

આ પણ વાંચો :-

 

 

વિવાદ વકરે તે પહેલા બોટાદમાં હનુમાનજીની વધુ એક વિવાદિત મૂર્તિ હટાવી લેવાઈ

0
  • ભારે વિવાદ બાદ આખરે સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રોને હટાવ્યા. સૂર્યોદય થાય તે પહેલાં જ હટાવી દીધા વિવાદિત ભીંતચિત્રો. તો હવે આજે બોટાદમાં જ આવેલ કુંડળ સ્વામીનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ.

સનાતન ધર્મના સાધુ-સંતોના ઉગ્ર વિરોધ બાદ હવે વિવાદિત ભીંતચિત્રો અને મૂર્તિઓ હટાવવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી પહેલાં કિંગ ઓફ સાળંગપુરની હનુમાનજીની પ્રતિમાની નીચેના વિવાદિત ભીંતચિત્રો હટાવવામાં આવ્યા. ત્યાર બાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદિત મૂર્તિ દૂર કરવામાં આવી છે. મંદિર પરિસદમાં નિલકંઠ વર્ણીને ફળાહાર કરાવતાની વિવાદિત મૂર્તિને હાલ હટાવી દેવામાં આવી છે.

સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આખરે અંત આવ્યો છે. ગઈકાલે સરકાર સાથેની બેઠકમાં નિર્ણય બાદ રાતોરાત વિવાદિત ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરમાં મધરાતે પડદા ઢાંકી વિવાદિત ભીંતચિત્રો દૂર કરવા આખી રાત કામગીરી ચાલી હતી. રાત્રે કષ્ટભંજન મંદિર પરિસારની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. ઘોર અંધારમાં મીડિયાને દૂર રાખી વિવાદિત ચિત્રો દૂર કરવા વડતાલ ગાંદીના મહંતોએ કામગીરી કરી હતી.

બોટાદ સહિત બહારના જિલ્લાની પોલીસ ખડકી દઈ મીડિયાને આ વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાનું કવરેજ કરવાથી રોકવામાં આવ્યું હતું. પોલીસ અને મંદિર પ્રશાસન એકબીજા પર આક્ષેપ કરવાની સાથે પોતાની ભૂલ છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો અને પડદા બાંધીને મધરાતે વિવાદિત ભીંતચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી.

ત્યારે આજે બોટાદમાં જ આવેલ કુંડળ સ્વામીનારાયણ મંદિર ખાતેની મૂર્તિ હટાવી દેવાઈ છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામ ખાતે કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. મંદિર પરિસરમાં નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવા બેનર સાથેની હનુમાનજીની મૂર્તિ હતી. ત્યારે વિવાદ વકરે તે પહેલા આ મંદિરમાંથી મૂર્તિ હટાવી દેવાઈ છે.

આજ રોજ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા ભીંત ચિત્રો હટાવવામાં આવ્યા. જેના બાદ તાત્કાલિક અસરથી કુંડળ મંદિર દ્વારા પણ વિવાદાસ્પદ મૂર્તિ હટાવી દેવાઈ છે. હાલ માત્ર નિલકંઠ વર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર હતી. તેથી હવે અહીંથી હનુમાનજીની મૂર્તિ હટાવાઈ છે.

આ પણ વાંચો :-

પોલીસ સ્ટેશનમાં પણ મહિલા સુરક્ષિત નહીં. પતિની ફરિયાદ લઈને આવેલી મહિલા સાથે…

0
  • હરિયાણાના પલવલમાંથી એક હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલા પર પોલીસ સબ ઈન્સ્પેક્ટરના મિત્રોએ ગેંગરેપ કર્યો હતો.

હરિયાણાના પલવલમાંથી એક હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલા પર પોલીસ સબ ઈન્સ્પેક્ટરના મિત્રોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે એક પરિણીત મહિલા જે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં તૈનાત સબ-ઈન્સ્પેક્ટરના સાથીઓએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાએ કહ્યું કે આરોપીએ તેને ત્રણ દિવસ સુધી એક ઘરમાં ગોંધી રાખી, જ્યાં તેની સાથે વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો બાદમાં આરોપીએ તેને અન્ય વ્યક્તિને વેચી દીધી જેણે તેની સાથે યૌન શોષણ પણ કર્યું. આ મામલામાં હસનપુર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર સહિત સાત લોકો વિરુદ્ધ રવિવારે એફઆરઆઈ નોંધવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે એક આરોપીનો ફોન મળ્યા બાદ મહિલાએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેને બચાવી લેવામાં આવી હતી. પોલીસે મહિલાને તેના પરિવારજનોને સોંપી દીધી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા ૨૩ જુલાઈના રોજ હસનપુર પોલીસ સ્ટેશન આવી હતી જ્યાં તે આરોપી સબ ઈન્સ્પેક્ટર શિવ ચરણને મળી હતી. જેણે તેની ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો.

શિવચરણે તેને તેના સાથી બલ્લી સાથે નજીકના ખેતરમાં જવા દબાણ કર્યું. જ્યાં નિરંજન અને ભીમ નામના વ્યક્તિ પણ હાજર હતા. ત્રણેયએ તેની સાથે બળાત્કાર કર્યો અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ત્રણેય તેને પલવલમાં શાંતિ નામની મહિલાના ઘરે લઈ ગયા. જ્યાં તેઓએ તેને રાતભર રાખી અને તેના પર બળાત્કાર કર્યો.’ બાદમાં તેને બિજેન્દ્ર નામના વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. જેણે તેના સાળા ગજેન્દ્ર સાથે મળીને સબ-ઈન્સ્પેક્ટર શિવચરણની હાજરીમાં તેના પર બળાત્કાર કર્યો હતો.

આ પણ વાંચો :-

 

વિડીયો : કોહલીએ મહિલાના ઈશારે લગાવ્યાં ઠુમકા, ‘ધનશ્રીની યાદ’માં ખોવાયો અય્યર, છોડ્યા આસાન કેચ

0
  • એશિયા કપમાં નેપાળ સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ટીમ ઈન્ડીયાની મોટી ભૂલ સામે આવી હતી અને જેને કારણે નેપાળી ટીમને મોટો સ્કોર કરવાની તક મળી ગઈ.

સ્ટાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સોમવારે નેપાળ સામે એશિયા કપ ૨૦૨૩ની મેચ દરમિયાન પ્રખ્યાત નેપાળી ગીત ‘કુટૂ મા કુટૂ’ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જોકે આ કોહલી માટે આ દિવસ ખૂબ ખરાબ ગયો હતો. બીજી ઓવરમાં કોહલીએ ઓપનર આસિફ શેખનો સરળ કેચ છોડ્યો હતો અને જીવતદાન મળી જતા તેણે ૯૭ બોલમાં શાનદાર ૫૮ રન બનાવ્યા હતા.

સ્ટેડિયમમાં ‘કુટૂ મા કુટૂ’ ગીત વાગતાં મોટી સંખ્યામાં નેપાળી ચાહકો આનંદથી નાચી ઉઠ્યા હતા. કોહલી પણ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં બહાર ઊભો રહ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોહલી વિદેશી મહિલાને જોઈને સ્ટેપ્સ બતાવી રહ્યો છે. નેપાળની મહિલાએ ઈશારો કરતાં કોહલી પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

બિનઅનુભવી બેટસમેનો સામે કાચા પડ્યાં ભારતના દિગ્ગજ ખેલાડીઓ :

ભારત સામે નેપાળની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. જેમાં તેના બિનઅનુભવી બેટસમેનોએ નિષ્ણાત ભારતીય ખેલાડીઓને હંફાવી દીધા હતા. ઓપનર આસિફ શેખ (૯૭ બોલમાં ૫૮) અને સોમપાલ કામીએ (૫૬ બોલમાં ૪૮) શાનદાર ઈનિંગ રમીને નેપાળે ૪૮.૨ ઓવરમાં ૨૩૦ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. કુશલ ભુર્તેલે (૨૫ બોલમાં ૩૮ રન) પણ સારી ઈનિંગ રમી હતી.

શ્રેયર અય્યર ચૂક્યો નેપાળના ઓપનરનો કેચ :

મોહમ્મદ શમી ભારત માટે ઈનિંગ્સની પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. તેનો છઠ્ઠો બોલ નેપાળના ઓપનર કુશલ ભુર્તેલના બેટની બહારની ધાર પર વાગ્યો અને સ્લિપ તરફ ગયો. બીજી સ્લિપ પર ઊભેલા શ્રેયસ અય્યરે જમણી તરફ ઝૂકીને કેચ લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ચૂકી ગયો.

અય્યર એક આસાન કેચ ચૂકી ગયો. ઉલ્લેખનીય છે કે નેપાળના ઓપનરનો કેચ છોડી મૂકનાર શ્રેયર અય્યરની ફેન્સે મજાક ઉડાવી હતી. ફેન્સે કહ્યું કે અય્યર કદાચ ધનશ્રીની યાદમાં ખોવાયો હશે એટલે તેણે કેચ છોડી મૂક્યો.

આ પણ વાંચો :-

 

એક્ટિંગની દુનિયામાં પગ મૂકતાં પહેલા શિક્ષકની નોકરી કરતાં હતા બોલીવુડના આ દિગ્ગજ કલાકારો

0
  • બહુ ઓછા લોકો જાણતા હશે કે એવા ઘણા સેલેબ્સ છે જેમણે માત્ર રીલ જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ટીચરની ભૂમિકા ભજવી છે. જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં….

૫ સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતમાં ‘શિક્ષક દિવસ‘ ઉજવવામાં આવે છે. બોલિવૂડમાં પણ ઘણા સેલેબ્સે મોટા પડદા પર શિક્ષકની ભૂમિકા ભજવી છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે એવા ઘણા સેલેબ્સ છે જેમણે માત્ર રીલ જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ટીચરની ભૂમિકા ભજવી છે. આ યાદીમાં પહેલું નામ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારનું છે, જેમણે અભિનય સિવાય શિક્ષક તરીકે પણ સેવા આપી છે.

અક્ષય કુમાર  :

બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે વિદેશમાં માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી હતી. જ્યારે તેની તાલીમ પૂર્ણ થઈ, તે તેના દેશમાં પાછો આવી ગયો. અહીં આવ્યા પછી તેણે માર્શલ આર્ટ સ્કૂલ ખોલી અને અહીંના લોકોને તાલીમ આપવાનું શરૂ કર્યું.

અનુપમ ખેર :

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/entertainment' title='Entertainment'>Entertainment</a> News in Gujarati | Latest <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/entertainment' title='Entertainment'>Entertainment</a> Gujarati News

બોલિવૂડના પીઢ અભિનેતા અનુપમ ખેર પોતાની એક્ટિંગ સ્કૂલ ચલાવે છે. તેમણે આ શાળા વર્ષ ૨૦૦૫માં ખોલી હતી. વરુણ ધવન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, કિયારા અડવાણી પણ આ સ્કૂલમાં એક્ટિંગ શીખ્યા છે.

સાન્યા મલ્હોત્રા :

આ યાદીમાં બોલિવૂડની દંગલ ગર્લનું નામ પણ સામેલ છે. બોલિવૂડમાં પ્રવેશતા પહેલા સાન્યા ડાન્સ ટીચર હતી, જ્યાં તેણે બેલી ડાન્સ શીખવતી હતી.

ચંદ્રચૂડ સિંહ :

એક સમયે બોલિવૂડનો ચોકલેટી બોય ગણાતો ચંદ્રચુડ સિંહ ભલે મોટા પડદા પરથી ગાયબ હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે ઈન્ડસ્ટ્રીમાં તેની ખૂબ માંગ હતી. એક્ટિંગમાં જોડાતા પહેલા ચંદ્રચુડ સિંહ દૂન સ્કૂલમાં બાળકોને સંગીત શીખવતો હતો.

નંદિતા દાસ :

નંદિતા દાસ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. અભિનયની સાથે તે એક સારી ડાયરેક્ટર પણ છે. એટલું જ નહીં, તેની એક સ્કૂલ પણ છે જ્યાં તે ભણાવે છે.

આ પણ વાંચો :-

આજથી ગુજરાતનું હવામાન પલટાશે, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

0
  • બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. આજે અને આવતી કાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી છે વરસાદ. હવામાન વિભાગે આપી આગાહી.

આગામી ૫ દિવસ વરસાદની સંભાવના :

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.બે દિવસ કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે. ગુજરાતમાં ૭ થી ૧૦ તારીખ દરમિયાન વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગના અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ , દાદરાનગર, છોટાઉદેપુર અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

અમદાવાદ, ખેડા, દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

વામાન નિષ્ણાતો પણ જણાવે છે કે આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. આ સમયગાળામાં બંગાળના ઉપસાગરમાં વરસાદ લાવનારી મજબૂત સિસ્ટમ બનશે.

જે આંધ્રપ્રદેશ, ઓડિશા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ લાવશે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો ૧૩ થી ૨૦ સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાંની પણ સંભાવના છે. આ દિવસોમાં અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડશે.

૭ અને ૮ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમણે ૬ સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તેમજ આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ વધેલું જોવા મળશે અને જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ જોવા મળશે.

આ પણ વાંચો :-