ગુજરાતના પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા…

Share this story
  • Bharuch News : જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન. વહેલી સવારે લક્ષ્મણ બારોટે લીધા અંતિમ શ્વાસ. જામનગરમાં વહેલી સવારે નિધન થયું. ગુજરાત સહિત વિદેશમાં પણ જાણીતા હતા લક્ષ્મણ બારોટ.

ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપી ગયો છે. ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું. તેઓ ગુજરાત સહિત દેશ અને દુનિયામા ભજન માટે જાણીતા હતા. ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા. આજે સવારે ૫ વાગ્યે લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

લોકગાયક લક્ષ્મણ બારોટનું નિધન થતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ તેઓના આશ્રમમાં ગમગીનીનો માહોલ છવાયો છે. ઝઘડિયાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે.

તેઓએ શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં પોતાનો આશ્રમ બનાવ્યો હતો. લક્ષ્મણ બાપુ ઘણીવાર આ આશ્રમની મુલાકાત લેતા હતા. કૃષ્ણપુરી ગામમાં તેમના દ્વારા નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા.

આ પણ વાંચો :-