આવી રહ્યો છે વધુ એક IPO, ૨૦૦-૨૧૧ રૂપિયા છે પ્રાઈઝ બેન્ડ, ૧૧૫ રૂપિયા પહોંચી ગયો GMP

Share this story
  • ઈએમએસ લિમિટેડ (EMS Limited)ના આઈપીઓની પ્રાઈઝ બેન્ડ ૨૦૦-૨૧૧ રૂપિયા છે. આઈપીઓ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે. કંપનીના શેર ૨૧ સપ્ટેમ્બરે લિસ્ટ થશે.

જો તમે આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. આ સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. આ કંપની ઈએમએસ લિમિટેડ (EMS Limited) છે. કંપનીનો આઈપીઓ ૮ સપ્ટેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યો છે અને ૧૨ સપ્ટેમ્બર સુધી ઓપન રહેશે.

ઈએમએસ લિમિટેડનો આઈપીઓ હજુ ઓપન થયો નથી, પરંતુ ગ્રે માર્કેટમાં કંપનીના શેરને અત્યારથી જોરદાર રિસ્પોન્સ મળવા લાગ્યો છે. ઈએમએસ લિમિટેડના શેર ગ્રે માર્કેટમાં ૫૪ ટકાથી વધુ પ્રીમિયમ પર છે.

૧૧૫ રૂપિયા પહોંચી ગયું ગ્રે માર્કેટ પ્રીમિયમ :

ઈએમએસ લિમિટેડ (EMS Limited)નો આઈપીઓની પ્રાઈઝ બેન્ડ ૨૦૦-૨૧૧ રૂપિયા છે. આઈપીઓ ખુલતા પહેલા જ કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ૧૧૫ રૂપિયા પહોંચી ગયું છે. જો કંપનીના શેર ૨૧૧ રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પર અલોટ થાય છે અને ૧૧૫ રૂપિયાનું પ્રીમિયમ બનેલું રહે છે તો ઈએમએસ લિમિટેડના શેર ૩૨૬ રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે કંપનીના આઈપીઓમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરોને લિસ્ટિંગના દિવસે ૫૪ ટકાનો ફાયદો થઈ શકે છે.

૨૧  સપ્ટેમ્બરે લિસ્ટ થશે કંપનીના શેર :

ઈએમએસ લિમિટેડના આઈપીઓના શેરનું એલોટમેન્ટ ૧૫ સપ્ટેમ્બરે થઈ શકે છે. તો કંપનીના શેર ૨૧ સપ્ટેમ્બરે લિસ્ટ થઈ શકે છે. કંપનીના આઈપીઓમાં ઈન્વેસ્ટર ઓછામાં ઓછા ૧ લોટ માટે અને વધુમાં વધુ ૧૩ લોટ માટે એપ્લાય કરી શકે છે. કંપનીના આઈપીઓના ૧ લોટમાં ૭૦ શેર છે. ઈએમએસ લિમિટેડે આ વર્ષે માર્ચમાં માર્કેટ રેગુલેટર સેબીની પાસે ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યાં હતા.

આઈપીઓમાં ૧૪૬ કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર અને ૮૨.૯૪ લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ છે. ઓએફએસમાં પ્રમોટર અને ફાઉન્ડર રામવીર સિંહ ભાગીદારી વેચી રહ્યાં છે. હાલમાં કંપનીમાં તેમની ભાગીદારી ૯૧.૮૧ ટકા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારના રોકાણમાં જોખમ હોય છે. તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)