નાફેડની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, ૪ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

Share this story

નાફેડની ચૂંટણીમાં એક બેઠક માટે ૫ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી ૫ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચતા રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા. જેથી ગુજરાતમાં નાફેડના ડિરેક્ટરની ચૂંટણીમાં સાત ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જેમાથી ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા બિનહરિફ થયાં છે.

mohan kundariyaનાફેડમાં ડિરેક્ટરની એક જ પોસ્ટ માટે ભાજપના જ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી છે. નાફેડ દ્વારા જારી કરાયેલી માન્ય નામાંકનની યાદી મૂજબ ગુજરાતમાંથી રાજકોટ બેઠક પર લોકસભાની ટિકીટ માટે જેનું પત્તુ કપાયું તે સાંસદ મોહન કુંડારિયા, જેઠા ભરવાડ, આણંદના તેજસકુમાર પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઈ,ખેડા જિલ્લાના કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવીયા,સાબરકાંઠાના હિંમતનગરના મહેશભાઈ એમ સાત સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે.

નાફેડની મંડળી વિભાગની ચૂંટણીમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા જાહેર કરાયા હતા. મોહન કુંડારિયાની સાથોસાથ ફોર્મ ભરનારા અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે મોહન કુંડારિયા બિનહરિફ વિજેતા જાહેર થયા હતા. નાફેડના મંડળી વિભાગમાં મોહન કુંડારિયાને બિનહરિફ વિજેતા બનાવવા પક્ષ તરફથી પક્ષ તરફથી તમામને ઉમેદવારી પરત ખેંચવા પક્ષમાંથી મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી. તો જેઠાભાઈ ભરવાડ ફેડરેશન વિભાગમાં બિનહરીફ ડાયરેકટર બનવાનું પણ નક્કી છે. નાફેડના બોર્ડમાં જેઠાભાઈને મહત્વની જવાબદારી અપાય તેવો પણ તખ્તો ઘડાઈ રહ્યો છે.

જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી. જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મળી હતી કે ગુજરાતના ૧૮૧માંથી પૈકી ૧૨૧ મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચો :-