મુંબઈમાં આજે પીએમ મોદીનો મેગા રોડ શો, જાણો રૂટ

Share this story

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ મેના રોજ મુંબઈમાં રોડ શૉ કરશે. મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ભાજપે ત્યાં જીતવા માટે `મેગા પ્લાન` તૈયાર કર્યો છે. આ તરફ હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મુંબઈમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. જેને લઈ હવે આજે એટલે કે બુધવારના દિવસે પીએમ મોદી મુંબઈના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ મુંબઈમાં રોડ શો કરશે.

વારાણસીમાં નામાંકન પહેલાં PM મોદીનો ભવ્ય રોડ-શો | chitralekha

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૧૫ મે અને ૧૭ મેના રોજ ઉમેદવારોના પ્રચાર માટે મુંબઈની મુલાકાત લેશે. આ દરમિયાન મુંબઈમાં ઘણા રસ્તાઓ બંધ રહેશે.
ઘાટકોપરમાં નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ બપોરના ૨ થી રાતના ૧૦ વાગ્યા સુધી બંધ રહેશે. ઉપરાંત મેઘરાજ જંક્શનથી માહુલ ઘાટકોપર રોડ પરના આરબી કદમ જંક્શન સુધી ઉત્તર અને દક્ષિણ તરફનો ટ્રાફિક બપોરે ૨ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસે ૧૪મી અને ૧૫મીએ સમગ્ર એલબીએસ માર્ગ પર અને એલબીએસ માર્ગને જોડતા મુખ્ય માર્ગથી ૧૦૦ મીટરના અંતર સુધી નો પાર્કિંગ લાગુ કર્યું છે.

આ રસ્તાઓ પર બંધ રહેશે

 • ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
 • વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
 • અંધેરી-કુર્લા રોડ
 • સાકી વિહાર રોડ
 • MIDC સેન્ટ્રલ રોડ
 • સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ
 • સાયન બાંદ્રા લિંક રોડ
 • જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ

આ રસ્તાઓ આજે બપોરે ૨ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી બંધ

 • ગાંધી નગર જંક્શનથી નૌપાડા જંક્શન સુધીના એલબીએસ રોડ પર
 • માહુલ-ઘાટકોપર રોડ પર મેઘરાજ જંક્શનથી આરબી કદમ જંક્શન સુધી
 • ઘાટકોપર જંક્શનથી સાકીનાકા જંક્શન સુધી અંધેરી ઘાટકોપર લિંક રોડથી
 • હિરાનંદાની કૈલાશ કૉમ્પ્લેક્સ રોડ ગોલીબાર મેદાનથી ગુલાટી પેટ્રોલ પંપ જંકશન
  અને ઘાટકોપર મેટ્રો સ્ટેશન (વેસ્ટ) થી સર્વોદય જંક્શન તરફ

આ પણ વાંચો :-