ચારધામ યાત્રામાં તૂટ્યો ગયા વર્ષનો રેકોર્ડ, બે દિવસ બંધ રહેશે રજિસ્ટ્રેશન

Share this story

ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા ૨૦૨૪ હર્ષોલ્લાસ સાથે શરૂ થઈ ગઈ છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે યમુનોત્રી અને ગંગોત્રી ધામમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ચાર ધામ યાત્રામાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે. હવે આ ચારધામ યાત્રામાં જવા માટે તમારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. નહિંતર તમારે મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો આજે આપણે તે વસ્તુઓ વિશે જાણીશું કે જે તમારે ટ્રિપ પર જતા પહેલા જાણવી જ જોઈએ.

ગંગોત્રી-યમુનોત્રી ધામમાં તૂટ્યો ગયા વર્ષનો રેકોર્ડ, ઠેર ઠેર જામ, ભીડ કાબૂમાં રાખવા પોલીસ પણ પરેશાનચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૫ અને ૧૬ મેના રોજ ઓફલાઈન રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઑફલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી મે મહિના માટે ચારધામ માટેના તમામ ઑફલાઇન સ્લૉટ બૂક થઈ ગયા છે. જેના કારણે ઘણા યાત્રિકોને મે મહિનામાં ચારધામ યાત્રા પર જવાનો સ્લોટ મળી શક્યો નથી. જોકે, ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ રહેશે.

ચાર ધામ યાત્રા પર જતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખશો ?

  • ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. આ વખતે મર્યાદિત શ્રદ્ધાળુઓને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. આવી સ્થિતિમાં પ્રવાસ પર જતા પહેલા નોંધણી કરવાની ખાતરી કરો.
  • પ્રવાસ માટે નોંધણી કરવા માટે આ સાઇટની મુલાકાત લો https://registrationandtouristcare.uk.gov.in . નોંધણી માટે કોઈપણ એજન્ટોના શિકાર બનવાનું ટાળો.
  • ટ્રીપ પર જતા પહેલા હવામાનની આગાહી તપાસતા રહો અને તે મુજબ ગરમ કપડાં, જેકેટ અને રેઈનકોટ વગેરે તમારી સાથે રાખો.
  • ઉત્તરાખંડનું હવામાન ઠંડું છે તેથી બીમાર ન પડવા માટે તમારે થર્મલ, સ્વેટર અને શાલ પણ રાખવી જોઈએ. તમારા સામાનને વરસાદથી બચાવવા માટે વોટરપ્રૂફ બેગનો ઉપયોગ કરો.
  • ત્યાંના હવામાનને કારણે તમારા સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. આ માટે અગાઉથી તૈયાર રહો. મુસાફરી કરતી વખતે તમારી સાથે ખાંસી, શરદી, ગળામાં દુખાવો અને માથાનો દુખાવો માટે દવાઓ રાખો.
  • રસ્તામાં ATM અને મોબાઈલ નેટવર્કના અભાવને કારણે તમને પૈસાની લેવડદેવડમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે તમારી પાસે રોકડ રાખો.
  • મોબાઈલ ફોન ચાર્જર અને પાવર બેંક વગેરે અવશ્ય રાખો. ત્યાં પ્રકાશની સમસ્યા પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારી સાથે એક ટોર્ચ રાખો.

જિલ્લા અધિકારી ડૉ.મેહરબાન સિંહ બિષ્ટે કહ્યું કે, યમુનોત્રી ધામમાં ગેટ સિસ્ટમ શરૂ કરાયા બાદ તમામ ટ્રાફિક ગંગોત્રી માર્ગ તરફ ડાયવર્ટ થઈ ગયો છે. આ કારણે રસ્તાઓ પણ ઘણી બસો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ગંગોત્રીમાં ભારે ભીડ સર્જાતા ભક્તોને મોડી રાત સુધી દર્શન કરવા દેવાયા છે. યાત્રાના માર્ગ પર અધિકારીઓ અને કર્મચારીઓને પણ તહેનાત કરાયા છે. આ ઉપરાંત ભક્તોને ભોજન, પાણી, મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પણ આદેશ અપાયા છે. હાલ બંને ધામોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-