World Cup ૨૦૨૩ : ODI વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત, આ ૧૫ ખેલાડીઓ બનાવશે ભારતને વર્લ્ડ ચેમ્પિયન !

Share this story
  • આઈસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ની શરૂઆત ૫ ઓક્ટોબરથી થશે. જ્યારે ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપ માટે અજીત આગરકર અને કેપ્ટન રોહિત શર્માએ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમમાં કયા કયા ખેલાડીઓનો સમાવેશ થયો અને કોને પડતા મૂકાયા તે વિગતવાર જાણો.

ભારતીય ક્રિકેટ ટીમને લઈને જો અને તોનો વિવાદ પૂરો થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સીનિયર પસંદગી સમિતિએ ODI વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ૫ ઓક્ટોબરથી ઘરઆંગણે રમનારી ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા મોટા નામ છે. જો કે આ સ્ક્વોડમાં યુજવેન્દ્ર ચહલનો સમાવેશ થયો નથી. જ્યારે એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજૂ સેમસન પણ લિસ્ટમાંથી બાકાત છે.

કેએલ રાહુલ પર ઘણા સવાલો ઉઠ્યા હતા. પરંતુ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને આ વિકેટકીપર બેટસમેન પર વિશ્વાસ છે. ઈજાના કારણે એશિયા કપની પ્રથમ બે મેચમાંથી બહાર રહેલા રાહુલને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

શ્રેયસ અય્યર પણ ટીમમાં સામેલ છે અને વિકેટકીપર ઈશાન કિશનનું નામ પણ છે. શ્રીલંકામાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં ભારતીય ટીમ પાકિસ્તાન દ્વારા આયોજિત ટુર્નામેન્ટ રમી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકર હાજર હતા.

ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ :

  1. રોહિત શર્મા (કેપ્ટન)
  2. શુભમન ગિલ
  3. વિરાટ કોહલી
  4. સૂર્યકુમાર યાદવ
  5. શ્રેયસ અય્યર
  6. કેએલ રાહુલ (વિકેટકીપર)
  7. ઈશાન કિશન (વિકેટકીપર)
  8. અક્ષર પટેલ
  9. હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન)
  10. રવિન્દ્ર જાડેજા
  11. મોહમ્મદ સિરાજ
  12. કુલદીપ યાદવ
  13. જસપ્રીત બુમરાહ
  14. મોહમ્મદ શમી
  15. શાર્દુલ ઠાકુર

આ પણ વાંચો :-