- એશિયા કપમાં નેપાળ સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ટીમ ઈન્ડીયાની મોટી ભૂલ સામે આવી હતી અને જેને કારણે નેપાળી ટીમને મોટો સ્કોર કરવાની તક મળી ગઈ.
સ્ટાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સોમવારે નેપાળ સામે એશિયા કપ ૨૦૨૩ની મેચ દરમિયાન પ્રખ્યાત નેપાળી ગીત ‘કુટૂ મા કુટૂ’ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જોકે આ કોહલી માટે આ દિવસ ખૂબ ખરાબ ગયો હતો. બીજી ઓવરમાં કોહલીએ ઓપનર આસિફ શેખનો સરળ કેચ છોડ્યો હતો અને જીવતદાન મળી જતા તેણે ૯૭ બોલમાં શાનદાર ૫૮ રન બનાવ્યા હતા.
સ્ટેડિયમમાં ‘કુટૂ મા કુટૂ’ ગીત વાગતાં મોટી સંખ્યામાં નેપાળી ચાહકો આનંદથી નાચી ઉઠ્યા હતા. કોહલી પણ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં બહાર ઊભો રહ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોહલી વિદેશી મહિલાને જોઈને સ્ટેપ્સ બતાવી રહ્યો છે. નેપાળની મહિલાએ ઈશારો કરતાં કોહલી પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
બિનઅનુભવી બેટસમેનો સામે કાચા પડ્યાં ભારતના દિગ્ગજ ખેલાડીઓ :
ભારત સામે નેપાળની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. જેમાં તેના બિનઅનુભવી બેટસમેનોએ નિષ્ણાત ભારતીય ખેલાડીઓને હંફાવી દીધા હતા. ઓપનર આસિફ શેખ (૯૭ બોલમાં ૫૮) અને સોમપાલ કામીએ (૫૬ બોલમાં ૪૮) શાનદાર ઈનિંગ રમીને નેપાળે ૪૮.૨ ઓવરમાં ૨૩૦ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. કુશલ ભુર્તેલે (૨૫ બોલમાં ૩૮ રન) પણ સારી ઈનિંગ રમી હતી.
— Cricket Khelo (@cricketkhelo11) September 4, 2023
શ્રેયર અય્યર ચૂક્યો નેપાળના ઓપનરનો કેચ :
મોહમ્મદ શમી ભારત માટે ઈનિંગ્સની પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. તેનો છઠ્ઠો બોલ નેપાળના ઓપનર કુશલ ભુર્તેલના બેટની બહારની ધાર પર વાગ્યો અને સ્લિપ તરફ ગયો. બીજી સ્લિપ પર ઊભેલા શ્રેયસ અય્યરે જમણી તરફ ઝૂકીને કેચ લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ચૂકી ગયો.
અય્યર એક આસાન કેચ ચૂકી ગયો. ઉલ્લેખનીય છે કે નેપાળના ઓપનરનો કેચ છોડી મૂકનાર શ્રેયર અય્યરની ફેન્સે મજાક ઉડાવી હતી. ફેન્સે કહ્યું કે અય્યર કદાચ ધનશ્રીની યાદમાં ખોવાયો હશે એટલે તેણે કેચ છોડી મૂક્યો.
આ પણ વાંચો :-
- એક્ટિંગની દુનિયામાં પગ મૂકતાં પહેલા શિક્ષકની નોકરી કરતાં હતા બોલીવુડના આ દિગ્ગજ કલાકારો
- આજથી ગુજરાતનું હવામાન પલટાશે, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી








