ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો ! ટીમનો મુખ્ય બોલર ભારત પરત આવ્યો, શા માટે ભારત પરત આવવું પડ્યું ?

Share this story
  • એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પરત ફરેલા જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. પુત્રનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાંની સાથે નામ પણ જણાવ્યું.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. આ સ્ટાર ખેલાડી પિતા બની ગયો છે. જસપ્રીતની પત્ની અને ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશે ૪ સપ્ટેમ્બરે સવારે પુત્રને જન્મ આપ્યો હતો. આ પ્રસંગે બુમરાહ તેની પત્ની સાથે હતો. આ કારણોસર તે એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પાછો ફર્યો હતો.

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પરત ફરેલા બુમરાહે પોતાના પુત્રનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ ફોટો સાથેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “અમારો નાનો પરિવાર હવે મોટો થઈ ગયો છે. આજે સવારે અમે અંગદ જસપ્રિત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. અમે ખૂબ જ ખુશ છીએ અને અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.”

હજુ હમણાં જ ટીમમાં પરત ફર્યો છે બુમરાહ :

બુમરાહ હાલમાં જ ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. બુમરાહની પીઠની વારંવારની ઈજાને કારણે ચાલુ વર્ષે માર્ચમાં ન્યુઝીલેન્ડમાં સર્જરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ફિટનેસ મેળવવા માટે એનસીએમાં રિહેબ પર હતો. આ પછી તેને સીધો જ આયર્લેન્ડ પ્રવાસ માટેની ટી-૨૦ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ત્યારબાદ બુમરાહને એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

બુમરાહ નેપાળ સામેની મેચ બાદ ભારતીય ટીમની સાથે જોડાઈ જશે. પરંતુ આજે નેપાળ સામેની મેચમાં બુમરાહના બદલે દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્લેઈંગ-૧૧માં સામેલ કરવામાં આવી શકે છે. શમીને પાકિસ્તાન સામે તક મળી નહતી. આવી સ્થિતિમાં નેપાળ સામેની મેચમાં શમી ઉપરાંત મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર ભારતીય ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળી શકે છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :-