૫૩૦ કિલોમીટરની રેન્જ અને બસ ૨૭ મિનિટમાં થઈ જશે ચાર્જ ! વોલ્વોએ લોન્ચ કરી ધાંસૂ ઈલેક્ટ્રિક કાર

Share this story
  • સ્વીડનની પ્રમુખ વાહન નિર્માતા કંપની વોલ્વોએ ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક કાર Volvo C40 Recharge લોન્ચ કરી છે. કંપનીની અધિકૃત વેબસાઈટ અને ડીલરશીપથી આ કાર બુક કરી શકાશે.

સ્વીડનની પ્રમુખ વાહન નિર્માતા કંપની વોલ્વોએ ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક કાર Volvo C40 Recharge લોન્ચ કરી છે. આ કારના આકર્ષક લુક અને દમદાર બેટરી સાથે આ કારની શરૂઆતની કિંમત ૬૧.૨૫ લાખ રૂપિયા (એક્સ શોરૂમ કિંમત) છે. આજથી આ કારનું બુકિંગ શરૂ થયું છે. કંપનીની અધિકૃત વેબરસાઈટ અને ડીલરશીપથી આ કાર બુક કરી શકાશે.

આગામી સપ્તાહહમાં ઈલેક્ટ્રિક કાર Volvo C40 Rechargeની ડિલીવરી શરૂ કરવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે, જાન્યુઆરી-જૂન ૨૦૨૩ સુધીના ફર્સ્ટ હાફમાં કારના કુલ વેચાણમાં SUVએ ૨૫ ટકા યોગદાન આપ્યું છે.

Volvo C40 Recharge :

Volvo C40 Recharge એક ઈલેકટ્રિક કાર છે. આ કાર માત્ર ઈલેક્ટ્રિક વર્ઝનમાં રહેશે. જે SUV મોડલ જેવી જ દેખાય છે. આ કારની પાછળના ભાગ અને રૂફલાઈનને કૂપે સ્ટાઈલ ફીનિશ આપીને અલગ લુક આપવામાં આવ્યો છે. આ કારના ટેલગેટ અને ટેલ લેમ્પ એસેમ્બલીને ફરી ડિઝાઈન કરવામાં આવ્યો છે. ટેલ લેમ્પ ખૂબ જ પતલા છે. જેને રેપરાઉંડ ઈફેક્ટ આપવામાં આવી છે ને તેમાં નવી રિવર્સ લાઈટ છે.

આ કારના હેમર શેપ LED ડે-ટાઈમ રનિંગ લેમ્પની સાથે હેડલેમ્પથી સજ્જ છે. કંપનીએ આ કારમાં ડયુઅલ ટોન ૧૯ ઈંચનું એલોય વ્હીલ આપ્યું છે. આ કારમાં કંપનીએ પિક્સેલ LED હેડલાઈટ આપી છે, ભારતમાં વોલ્વોની કોઈપણ કારમાં આપવામાં આવતું નથી. જેમાં ટો પાર્ટવાળુ સ્પોઈલર આપવામાં આવ્યું છે. આ ૫ સીટર કારની લંબાઈ ૪,૪૪૦ મિમી, પહોળાઈ ૧,૮૭૩ મિમી, ઉંચાઈ ૧,૫૯૧ મિમી છે અને બૂટ સ્પેસ ૪૧૩ લીટર છે.

SUV ઈન્ટીરિયર :

Volvo C40 Recharge સંપૂર્ણપણે લક્ઝરી અને પ્રીમિયમ ફીચર્સથી સજ્જ છે. આ કારની કેબિનમાં ટિપિકલ વોલ્વો ડેશબોર્ડ છે. જેમાં ૯.૦ ઈંચનું પોટ્રેટ સ્ટાઈલ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જેની બંને તરફ વર્ટિકલ સ્ટાઈલમાં AC વેંટસ જોડવામાં આવ્યા છે. સેંટર કંસોલને સિંપલ રાખવાની કોશિશ કરવામાં આવી છે. જેથી સરળતાથી ડ્રાઈવિંગ કરી શકાય.

ફીચર્સ :

ઈલેક્ટ્રિક SUVમાં ૧૨.૩ ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. ઉપરાંત પેનોરમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જર, ૩૬૦ ડિગ્રી કેમેરા, ફુલ સૂટ સેન્સર બેસ્ટ એડવાન્સ ડ્રાઈવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ, કનેક્ટેડ કાર ટેકનોલોજી, પાવર્ડ ફ્રંટ સીટ, ડ્રાઈવર સાઈડ મેમરી ફંક્શન, હીટિંગ અને કૂલિંગ, ડયુઅલ-જોન ક્લાઈમેટ કંટ્રોલ આપવામાં આવ્યું છે. કારમાં ૪૧૩ લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે. જેમાં તમે જરૂરી સામાન મુકી શકો છો. કંપનીએ દાવો કર્યો છે કે આ કારમાં લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

પાવરફુલ ઈલેક્ટ્રિક મોટર :

આ કારને કોમ્પેક્ટ મોડયુલર આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવી છે. જેમાં ડયુઅલ મોટર સેટઅપ આપવામાં આવ્યું છેસ જે તમામ એક્સલ પર લગાવવામાં આવ્યું છે. આ ઈલેક્ટ્રિક મોટર સંયુક્ત રૂપે ૪૦૮ hpનો પાવર અને ૬૬૦NMનો ટાર્ક જનરેટ કરે છે. આ કાર ૪.૭ સેકન્ડમાં ૦ થી ૧૦૦ કિમી/ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ કારમાં ૭૮kwhની ક્ષમતાનું બેટરી પેક આપવામાં આવ્યું છે. જે સિંગલ ચાર્જમાં ૫૩૦ કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

આ પણ વાંચો :-