Home Blog Page 970

વિદેશમાં રોજી રોટી માટે ગયેલા યુવકનું હાર્ટ એટેકથી મોત, સ્ટોરમાં ગ્રાહકોની સામે જ ઢળી પડ્યો

  • ગુજરાતમાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવોએ લોકોમાં ચિંતા ઊભી કરી છે. મેદાનમાં કે જમતા સમયે હાર્ટ એટેકથી નાની ઉંમરે જ લોકો મૃત્યુ પામી રહ્યા છે. જેનાથી સૌ કોઈ ચિંતિત છે.

ગુજરાતમાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવોએ લોકોમાં ચિંતા ઊભી કરી છે. મેદાનમાં કે જમતા સમયે હાર્ટ એટેકથી નાની ઉંમરે જ લોકો મૃત્યુ પામી રહ્યા છે. જેનાથી સૌ કોઈ ચિંતિત છે. આ વચ્ચે વિદેશમાં પણ આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે. આફ્રિકામાં ગુજરાતી યુવકનું એકાએક હાર્ટ એટેકથી કરુણ મોત થયું છે. જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

મીડિયા વિગતો મુજબ આફ્રિકાના વેન્ડા શહેરમાં રોજી રોટી કમાવવા માટે સ્થાયી થયેલા ભરૂચના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. યુવક સ્ટોરમાં નોકરી કરી રહ્યો હતો. આ સમયે કેટલાક ગ્રાહકો પણ ત્યાં હાજર હતા. દરમિયાન લોકોની સામે જ યુવક ઢળી પડે છે અને તેનું મોત થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે હવે સામે આવ્યા છે.

ભરૂચના આમોદ તાલુકાના ઈખર ગામના ઈકબાલ હાફેજી મહંમદ મલ્લુની ઉંમર ૪૨ વર્ષની હતી. તેઓ ૨૦ વર્ષ પહેલા રોજી રોટી માટે આફ્રિકામાં સ્થાયી થયા હતા. અચાનક હાર્ટ એટેકથી ઈકબાલનું મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો :-

શું ખરેખર બીયર પીવાથી પથરી બહાર નીકળી જાય છે, અખતરો પડી શકે છે ભારે…

  • કેટલાક લોકો કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવા માટે બીયર પીવાનું શરૂ કરે છે. હવે સવાલ એ થાય છે કે શું બિયર પીવાથી ખરેખર કિડની સ્ટોનની સમસ્યા દૂર થઈ શકે છે?

ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિએ ૩-૪ લીટર પાણી પીવું જોઈએ. કિડની સ્ટોનની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. મોટી સંખ્યામાં યુવાનો આ સમસ્યાનો શિકાર બની રહ્યા છે. જો કીડની સ્ટોનનું સાઈઝ નાની હોય તો તે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. તમામ લોકોની પથરી કુદરતી પદ્ધતિઓ દ્વારા બહાર નીકળી ગયેલી છે. કિડનીની પથરીને લઈને લોકોમાં કેટલાક અજીબોગરીબ ઉપાયો પણ જાણીતા છે.

ઘણા લોકો માને છે કે બિયર પીવાથી કિડનીની પથરી સરળતાથી દૂર થઈ શકે છે. કેટલાક લોકો કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવા માટે બીયર પીવાનું શરૂ કરે છે. હવે સવાલ એ થાય છે કે શું બિયર પીવાથી ખરેખર કિડની સ્ટોનની સમસ્યા દૂર થઈ શકે છે? આવો જાણીએ એક્સપર્ટ શું માને આ વિશે.

જાણીતા યુરોલોજીનું આ વિશે કહેવુ છે, કે કિડનીના બે ભાગ છે. એક ભાગમાં લોહી ફિલ્ટર થાય છે અને પેશાબ બીજા ભાગમાંથી વહન થાય  છે, જેને પેલ્વિસ, યુરેટર અને બ્લેડર કહેવામાં આવે છે. જ્યારે આ ભાગમાં પેશાબ એકઠો થાય છે, તો પથરી(સ્ટોન) બની જાય છે.

મોટાભાગના પથરી કેલ્શિયમ સ્ટોન હોય છે. સ્ટોનની રચના શા માટે થાય છે તેનું ચોક્કસ કારણ ફક્ત ૫-૧૦ ટકા લોકો જ જાણી શકે છે. જે લોકો ઓછું પાણી પીવે છે અને ઉચ્ચ પ્રોટીન આહાર લે છે તેમને કિડનીમાં પથરીનું જોખમ વધુ રહે છે. ખરેખર આ ખોરાકમાં કેલ્શિયમ વધુ હોય છે અને પેશાબમાં કેલ્શિયમ જમા થાય છે. આમાંથી સ્ટોન બની જાય છે.

શું બીયર પીવાથી કિડનીની પથરી દૂર થાય છે?

એક્સપર્ટનું કહેવું છે કે બીયર એ આલ્કોહોલિક પીણું છે. જે પીવાથી પેશાબ ઝડપથી થાય છે. ઘણા લોકો એવું વિચારે છે કે આમાંથી કિડની સ્ટોન નીકળે છે. પરંતુ આજ સુધી કોઈ અભ્યાસમાં આ વાત સાબિત થઈ નથી. કીડની સ્ટોનના દર્દીઓને ડોકટરો ક્યારેય બીયર પીવાની સલાહ આપતા નથી. જો કોઈ વ્યક્તિની કિડનીમાં પથરીનો ઓબ્સટ્રક્શન હોય તો બિયર પીવાથી પેશાબ ઝડપથી થાય છે અને કિડની ફૂલી જાય છે. આવી સ્થિતિમાં સમસ્યા ગંભીર બની શકે છે. આવા દર્દીઓએ બીયર પીવાનું ટાળવું જોઈએ. બીયર પીવાથી વ્યસનનું જોખમ પણ વધી જાય છે. આલ્કોહોલ હંમેશા હાનિકારક હોય છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત ગાર્ડિયન.કોમ આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

આ પણ વાંચો :-

સાળંગપુર વિવાદ અંગે ભાજપના ધારાસભ્યે કહ્યું કે સ્વામિનારાયણ સંસ્થા તો પૈસા ભેગા કરવાની…..

0
  • સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ થયો હતો. સંતો-હિન્દુ સંગઠનોના વિરોધ બાદ આખરે સરકારની મધ્યસ્થીથી આ ભીંત ચિત્રોને હટાવી લેવાયા.

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ થયો હતો. સંતો-હિન્દુ સંગઠનોના વિરોધ બાદ આખરે સરકારની મધ્યસ્થીથી આ ભીંત ચિત્રોને હટાવી લેવાયા. વિવાદ દરમિયાન કોઈપણ ધારાસભ્ય કે નેતા આ મામલે નિવેદન આપવાથી બચી રહ્યા હતા. હવે ભાજપના ધારાસભ્યનું પહેલીવાર સામે નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસા ભેગા કરવાની સંસ્થા કહી રહ્યા છે.

કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું જાહેર મંચ પર આપેલું નિવેદન સામે આવી રહ્યું છે. પોતાના મતવિસ્તારના કાર્યક્રમમાં તેઓ સ્ટેજ પરથી તેમણે કહ્યું, એના મંદિરમાં કોઈ દાડો જય નહીં બોલવાનું. હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું, તમે સદગુરુને માનો છો, એક જણો કે ના. કેમ? જેને જેને સદગુરૂનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી. અને આ સંપ્રદાય કોઈ જ્ઞાનનો અખાડો નથી. સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે.

ધારાસભ્ય આગળ કહે છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે. અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે. વિગતો મુજબ, આ કાર્યક્રમ ગત સપ્તાહે યોજાયો હતો. જેમાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું જે હવે વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કુવામાં ચાલુ સ્ટંટમાં ટાયર નીકળી જતા કાર નીચે પટકાઈ

0
  • સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવામાં સર્જાઈ દુર્ઘટના. મોતના કૂવામાં સ્ટંટ કરતા સમયે કારના ટાયર નિકળી જતાં કાર ૩૦ ફૂટની ઉંચાઈએથી નીચે પટકાઈ. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ.

જન્માષ્ટમીનો પર્વ હોઈ સૌરાષ્ટ્રભરમાં લોકમેળાની રમઝટ જામી હતી. જ્યાં વિવિધ પ્રકારની રાઈડ્સમાં એક અઠવાડિયા સુધી લોકોએ મજા માણી. ત્યારે સુરેન્દ્રનગરના લોકમેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોતના કુવામાં સ્ટંટ કરી રહેલી ચાલુ કારના ટાયર નીકળી ગયી હતી, જેથી કાર સ્ટંટ દરમિયાન નીચે પટકાઈ હતી. આ ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવાના ખેલમાં છેલ્લા દિવસે અકસ્માત સર્જાયો હતો. મોતના કુવામાં ૩૦ ફૂટ ઉપર સ્ટંટ કરતી કારના ટાયર નીકળી ગયા હતા. મોતના કૂવામાં સ્ટંટ કરવું કાર ચાલકને મોંઘું પડયું હતું. સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર નીચે પટકાઈ હતી. જેથી મોતનો ખેલ જોવા આવનારા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટનાને લઈને લોકમેળાના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આ ઘટના અનેક સવાલો પેદાક રે છે. જેમ કે પ્રસાસન વિભાગ દ્વારા મેળામાં આપવામાં આવતા ફિટનેસ સર્ટી પર સવાલો ઉભા થયા છે. તેમજ મોતના કૂવામાં વીમા અને પર્સિંગ કાર છે કે કેમ તેવા અનેક સવાલો ઉઠયા છે.

આ પણ વાંચો :-

જવાનના તોફાન આગળ Gadar ૨નો દબદબો યથાવત, રિલીઝના ૩૧માં દિવસે પણ કરોડોનું કલેક્શન

  • શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની સામે પણ ‘ગદર ૨’નો જલવો ઝાંખો નથી પડયો. ફિલ્મ ‘ગદર ૨’ પાંચમાં સપ્તાહે પણ કરોડોનો કારોબાર કરી રહી છે.

સની દેઓલની ફિલ્મ ‘ગદર ૨’ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની સામે પણ ‘ગદર ૨’નો જલવો ઝાંખો નથી પડયો. ફિલ્મ ‘ગદર ૨’ પાંચમાં સપ્તાહે પણ કરોડોનો કારોબાર કરી રહી છે. આવો જાણીએ ફિલ્મ ‘ગદર ૨’એ ૩૧માં દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું છે.

ફિલ્મ ‘ગદર ૨’ વર્ષ ૨૦૦૧માં આવેલ ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ની સીક્વલ છે. ફિલ્મમાં તારા સિંહ અને સકીનાનો રોલ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફિલ્મ ‘ગદર ૨’ને પહેલો દિવસથી જ ઓડિયન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ ‘ગદર ૨’ રિલીઝ થઈ તેને એક મહિનો થઈ ગયો છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ પણ સિનેમાઘરોમાં દર્શકોના દિલ જીતી રહી છે.

ફિલ્મ ‘ગદર ૨’એ ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી છે અને પાંચમાં સપ્તાહે ૫૫૦ કરોડનો આંકડો પાર કરી લેશે. ફિલ્મ ‘ગદર ૨’એ ૩૧માં દિવસે રવિવારે ૧.૬૦ કરોડની કમાણી કરતા કુલ અત્યાર સુધીમાં ૫૧૩.૮૫ કરોડની કમાણી કરી લીધી છે.

આ પણ વાંચો :-

 

ઈન્સ્ટા. પર ફેમસ થવા મહિલા ટીચરે બનાવ્યાં પોતાનો વીડિયો, વાયરલ થતાં મચ્યો હડકંપ

0
  • યુપીના ઈટાવાની એક મહિલા ટીચરે ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર વધારવા માટે પોતાના અશ્લિલ વીડિયોની રિલ્સ બનાવીને મૂકતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

પોતાનામાં રહેલી ક્રિએટીવીટી દ્વારા કે પોતાની પાસે રહેલી કોઈ ખાસ કળા દેખાડીને ફોલોઅર્સ વધારવા સારી વાત છે. કોઈ પણ કરી શકે પરંતુ માત્રને માત્ર ફેમસ થવા પોતાના અશ્લિલ વીડિયોની રિલ્સ બનાવીને મૂકવી કેટલે અંશે યોગ્ય છે? ઈન્સ્ટાગ્રામ પર મોટાભાગનો વર્ગ ટીએનેજ છે બીજા પણ છે પરંતુ ટીએનેજ વયમાં અશ્લિલ વીડિયો કે રિલ્સ જોવાથી તેમના કૂમળા માનસ પર શું અસર કરશે તેનો તો વિચાર કરવો જ જોઈએ.

સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો ફીવર લોકોમાં જબરદસ્ત છે. ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ, યૂઝર્સ અનેક પ્રકારના વીડિયો પોસ્ટ કરીને છવાઈ જવા માગે છે. દરેક યુઝર પોતાના ફોલોઅર્સ વધારવા માટે જાતજાતના હથકંડા અપનાવતા હોય છે અને પોતાની રિલ્સને વધુને વધુ લાઈક મળે તેવો પ્રયાસ કરતાં હોય છે.

આટલે સુધી તો ઠીક છે પરંતુ ફોલોઅર્સ વધારવા માટે અશ્લિલ ઉપાય અજમાવતો ખતરનાક અને ગંભીર ઘટના છે. ફોલોઅર્સ વધારવા માટે અશ્લિલ વીડિયો પોસ્ટની એક આઘાતજનક ઘટના બની છે અને આ કરનાર બીજું કોઈ નહીં પરંતુ સ્કૂલમાં ભણાવતી એક મહિલા ટીચર છે.

યુપીના ઈટાવામાં એક મહિલા ટીચરે ફેમસ થવા અને પોતાના ફોલોઅર્સ વધારવા માટે પોતાના જ અશ્લિલ વીડિયો પોસ્ટ કર્યાં હતા. મહિલા ટીચરને આશા હતી કે તેના અશ્લિલ વીડિયો જોઈને લોકોને તેને ખૂબ લાઈક કરશે અને આ રીતે તેના ફોલોઅર્સની સંખ્યા વધી જશે પરંતુ તેનો દાવ ઉલટો પડયો અને તેના આ વીડિયો પર મોટો હોબાળો મચ્યો હતો.

આ મામલો ઈટાવાની ઈકડીલ નગર પંચાયતના એક ગામમાં સ્થિત એક પ્રાથમિક શાળાનો છે. મહિલા ટીચરને રીલ્સ બનાવવાનો ખૂબ શોખ છે. તે ઇચ્છતી હતી કે વધુ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે. આ માટે તેણે પોતાના અશ્લીલ વીડિયો બનાવીને ત્યાં પોસ્ટ કર્યા હતા. મહિલાને લાગ્યું કે આનાથી તેના ફોલોઅર્સ વધશે. પણ તેનાથી ઊલટું જ થયું. તેની શાળામાં ભણતા વિદ્યાર્થીઓના પરિવારજનોને આ વાતની જાણ થઈ હતી. ત્યારે તેઓએ હોબાળો મચાવ્યો હતો.

મહિલા ટીચરે પોતાના અશ્લીલ વીડિયો જાતે બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તેની રીલ્સ વાયરલ થઈ હતી. મહિલા શિક્ષિકા જે શાળામાં ભણાવે છે ત્યાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ જ્યારે તેનો વિરોધ કર્યો હતો. તેઓએ મહિલા શિક્ષિકાને શાળામાંથી હાંકી કાઢવાની પણ માંગ કરી હતી. ગામ લોકોનું કહેવું છે કે આ શાળામાં અમારા બાળકો ભણે છે. મહિલા શિક્ષકની આ કાર્યવાહીની તેમના પર શું અસર થશે? તેથી, શિક્ષકને શાળામાંથી કાઢી મૂકવામાં આવે તો તે વધુ સારું રહેશે.

શિક્ષણ અધિકારીએ આપ્યો કાર્યવાહીનો આદેશ : 

જિલ્લા બુનિયાદી શિક્ષણ અધિકારી રાજેશ કુમારને આ અંગે વાત કરવામાં આવી ત્યારે તેમણે વીડિયો જોયા બાદ તરત જ તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો :-

થાણેમાં ૪૦ માળની બિલ્ડીંગમાં લિફ્ટ તૂટી જતાં ૬ લોકોના મોત અને એકની હાલત ગંભીર

0
  • થાણે શહેરના બાલકુમ વિસ્તારમાં ૪૦ માળની બિલ્ડીંગ રુનવાલ એરીનમાંથી એક લિફ્ટ તૂટી પડી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ એકનું રસ્તામાં જ મોત થયું હતું.

મહારાષ્ટ્રના થાણે શહેરમાં રવિવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાય છે. અહીં એક બહુમાળી ઈમારતમાં લિફ્ટ પડવાથી પાંચ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ એકનું રસ્તામાં મોત થઈ ગયું છે.

ઘટનાની જાણકારી મળતા પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી અને તપાસ કરવામાં આવી રહી છે. થાણે કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખ યાસીન તડવીએ કહ્યુ કે જે ઈમારતમાં આ દુર્ઘટના થઈ તે ઘોડબંદર રોડ પર સ્થિત છે.

જાણકારી પ્રમાણે ઘોડબંદર રોડ પર બાલ્કુમ વિસ્તારમાં નારાયણી સ્કૂલની પાસે હાલમાં ૪૦ માળની ઈમારત રૂનવાલ આઈરીન બનીને તૈયાર થઈ છે. રવિવારે તેની છત પર વોટરપ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. દુર્ઘટના સમયે જ્યારે મજૂર કામ પૂરુ કર્યા બાદ નીચે ઉતરી રહ્યાં હતા. ત્યારે લિફ્ટનું દોરડું તૂટી ગયું હતું.

ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ બાલકુમ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર ઓમકાર વૈતી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ આ ઘટનાની માહિતી મળતા જ પૂર્વ સ્થાનિક કાઉન્સિલર સંજય ભોઈર ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્યમાં મદદ કરી હતી.

આ પણ વાંચો :-

ફરી તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું જોખમ ? અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ

0
  • Heavy Rain Forecast : ચોમાસાએ ફરી એકવાર જોરદાર પલટી મારી છે અને દેશમાં ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

દિલ્હી-એનસીઆર સહિત દેશમાં ફરીથી સક્રિય થયેલા ચોમાસાએ છેલ્લા ૩ દિવસથી વાતાવરણમાં ખુશનુમા પલટો કરી દીધો છે. શનિવાર અને રવિવારે ઉત્તર ભારતમાં સતત વાદળ છવાયેલા રહ્યા અને અટકી અટકીને વરસાદ પડતો રહ્યો. હવે હવામાન ખાતાએ આજે એટલે કે સોમવાર માટે તાજા અપડેટ જાહેર કરી છે. જો તમે આજે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ કરતા હોવ તો પહેલા આ અપડેટ ખાસ જાણી લો.

ક્યાં છે વરસાદની આગાહી :

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. IMD મુજબ મોનસુન ટ્રફ હાલ પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં બનેલું છે. હાલ ચોમાસું પવન જેસલમેર, કોટા, સીધી, જમશેદપુર, દીઘા અને પછી પૂર્વ-દક્ષિણ પૂર્વ તરફથી બંગાળની પૂર્વોત્તર ખાડીમાંથી પસાર થઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી ૩-૪ દિવસમાં સમગ્ર પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ૧૨ સપ્ટેમ્બરની આજુબાજુ ઉત્તર-પશ્ચિમ અને તેની નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક તાજુ ચક્રવાતી પરિસંચરણ બનવાની સંભાવના છે. જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. હવામાનની આ સક્રિયતાથી ઓડિશા અને છત્તીસગઢમાં વરસાદની ગતિવિધિઓ વધવાની વકી છે. આ સાથે જ આગામી દિવસોમાં કેરળ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, અને તેલંગણામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-

એક સપ્તાહમાં ૪ IPO થી કમાણીની તક, જાણો પ્રાઈઝ બેન્ડ સહિત તમામ વિગત

0
  • આ સપ્તાહે ચાર કંપનીઓના આઈપીઓ આવવાના છે. આ કંપનીઓના નામ RR Kabel, SAMHI Hotels, Zaggle Prepaid Ocean Service, Chavda Infra છે.

આઈપીઓમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે. આ સપ્તાહે ૪ કંપનીઓ પોતાના આઈપીઓ લઈને આવી રહી છે. સારા આઈપીઓમાં રોકાણ કરવાથી મોટી કમાણી થાય છે. તેથી ઈન્વેસ્ટર તેની રાહ જોતા હોય છે. આ સપ્તાહે જે ચાર કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે તેના નામ આ પ્રકારે છે – આર આર કેબલ (RR Kabel), સમહી હોટલ્સ (SAMHI Hotels), ઝેગલ પ્રીપેડ ઓશિયન (Zaggle Prepaid Ocean Service), ચાવડા ઇઈન્ફ્રા (Chavda Infra).

આવો જાણીએ આ આઈપીઓમાં ક્યાં સુધી બોલી લગાવી શકાય છે. આઈપીઓમાં રોકાણ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે. સાથે તે પણ જાણીશું કે આ આઈપીઓની સાઈઝ કેટલી છે.

RR Kabel :

આ કંપની ઈલેક્ટ્રિક પ્રોડક્ટ બનાવે છે. તેનો આઈપીઓ ૧૩ સપ્ટેમ્બરે ખુલશે. ૧૫ સપ્ટેમ્બર સુધી તેમાં  બોલી લગાવી શકાય છે. કંપનીએ પ્રતિ શેર ઈશ્યૂ પ્રાઇઝ ૯૮૩-૧૦૩૫ રૂપિયા રાખી છે. ૧ લોટમાં ૧૪ શેર છે. જો ઉપરી પ્રાઈઝ પર બોલી લગાવશો તો ઓછામાં ઓછા ૧૪૪૯૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ આઈપીઓ ૧૯૬૩ કરોડ રૂપિયાનો છે.

SAMHI Hotels :

આ આઈપીઓ ૧૪ સપ્ટેમ્બરે ખુલશે. તે માટે ૧૮ સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાય છે. કંપનીની યોજના તેનાથી ૧૪૦૦ કરોડ ભેગા કરવાની છે. તેમાં ફ્રેશ ઈશ્યૂ અને ઓએફએસ બંને પ્રકારના શેર સામેલ છે. આ આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ વિશે હાલ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.

Zaggle Prepaid Ocean Service :

આ એક ફિનટેક કંપની છે. તેનો આઈપીઓ ૧૪ સપ્ટેમ્બરે ખુલશે. કંપની આ આઈપીઓ દ્વારા ૫૬૩ કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. તેમાં ૩૯૨ કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ અને ૧૭૧ કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ સામેલ છે.

Chavda Infra :

ગુજરાત સ્થિત ચાવડા ઈન્ફ્રાનો આઈપીઓ ૧૨ સપ્ટેમ્બરે ખુલશે. કંપની આઈપીઓ દ્વારા ૪૩.૨૬ કરોડ ભેગા કરશે. આ આઈપીઓની પ્રાઈઝ બેન્ડ ૬૦-૬૫ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓમાં સંપૂર્ણ ફ્રેશ ઈશ્યૂ શેર સામેલ છે. તે માટે ૧૪ સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાશે.

 

૧૧ સપ્ટેમ્બર / ધંધામાં મહત્વના કાર્યો થાય, સંતાન વિષયક ચિંતા દૂર થશે, આ રાશિના જાતકોનો સોમવાર શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે ? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે.

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના. ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે.  પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે. સંતાન પક્ષે ચિંતા દૂર થશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા પરિચયથી લાભ થાય. વાહન ચલાવવામાં કાળજી રાખો. માતૃપક્ષે આર્થિક મદદ મળશે. સંતાનથી સારા સમાચાર મળશે.

કર્ક  (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસના યોગો જણાય. વિવાદિત કાર્યોમાં વિજય થાય. નવા કામકાજમાં લેણું જણાય. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો  માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય. માનસિક શાંતિ અનુભવાય. મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય. વ્યાપાર બાબતે મધ્યમ જણાય.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યોમાં રુચિ વધે. શત્રુઓ દ્વારા લાભ મળે. આર્થિક સમસ્યાઓ હળવી બને.  વિવાદિત કાર્યોમાં વિજય મળે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં મહત્વના કાર્યો થાય. જીવનસાથી સાથે મતભેદ જણાશે. યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના. મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મૂડી રોકાણમાં લાભની સંભાવના છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને. યાત્રામાં તનાવની સંભાવના છે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન વ્યવહારથી સંભાળવું. નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી.  કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના. માતાના આશીર્વાદથી કામ સરળ બને.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા કાર્યોમાં સમય પસાર થાય. સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના.  રોગ-ઋણ-વિવાદથી બચવું. સંતાનોના કાર્યમાં સફળતા મળે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખાનપાનમાં સાવધાની રાખવી. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને. સારા કામમાં યાત્રાના યોગ જણાય.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથે તણાવ જણાય. વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય. ગુસ્સા ઉપર સંયમ રાખવો. સગા સંબંધીઓથી લાભ થાય.

આ પણ વાંચો :-