Home Blog Page 969

જી-૨૦ સમિટ પાછળ કેન્દ્ર સરકારે ચાર હજાર કરોડનો ખર્ચ કર્યા હોવાનો થઈ રહ્યો છે દાવો ! આવો જાણીએ દાવામાં કેટલું સત્ય છે તે..

0
  • દિલ્હીમાં જી-૨૦ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. જી-૨૦ સમિટમાં કેન્દ્ર સરકારે ફાળવેલ રકમ કરતા ૩૦૦ ટકા રકમનો વધુ ખર્ચ કર્યો છે. કેન્દ્ર સરકારે વિપક્ષના આરોપને ખોટો ગણાવીને જવાબ આપ્યો છે.

દિલ્હીમાં જી-૨૦ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. તમામ દેશના રાષ્ટ્રાધ્યક્ષ જી-૨૦ સમિટમાં શામેલ થવા માટે દિલ્હી આવ્યા હતા અને ભારતે તમામ દેશ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી છે. ભારત-મિડલ ઈસ્ટ યૂરોપ ઈકોનોમિક કોરિડોર જેવી મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે.

વિપક્ષ તરફથી આરોપ મુકવામાં આવ્યો છે. જી-૨૦ સમિટમાં કેન્દ્ર સરકારે ફાળવેલ રકમ કરતા ૩૦૦ ટકા રકમનો વધુ ખર્ચ કર્યો છે. કેન્દ્ર સરકારે વિપક્ષના આરોપને ખોટો ગણાવીને જવાબ આપ્યો છે. સરકાર તરફથી શું નિવેદન આપવામાં આવ્યું તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

TMC સાંસદે શું આરોપ મુક્યો?

મમતા બેનર્જીની પાર્ટી TMC સાંસદ સાકેત ગોખલેએ ટવિટ કરીને જણાવ્યું છે કે, ‘મોદી સરકારે ફાળવેલ રકમ કરતા જી-૨૦માં ૩૦૦ ટકા રકમનો વધુ ખર્ચ કર્યો છે.’

સવાલ- અગાઉના કેન્દ્રીય બજેટમાં જી-૨૦ શિખર સંમેલન માટે કેટલી રકમની ફાળવણી કરવામાં આવી હતી?

જવાબ- ૯૯૦ કરોડ રૂપિયા

સવાલ- કેન્દ્ર સરકારે કેટલો ખર્ચ કર્યો?

જવાબ- ૪,૧૦૦ કરોડથી વધુ. જે બજેટની રકમ કરતા ૩૦૦ ટકા વધુ (૩,૧૧૦ કરોડથી વધુ) છે. તે પૈસા ક્યાં ગયાં? બાજપે આ વધારાના ૩,૧૧૦ કરોડ રૂપિયાની ચૂકવણી શા માટે ના કરવી જોઈએ. જે સ્પષ્ટપણે વર્ષ ૨૦૨૪ની ચૂંટણી માટે પીએમ મોદીની જાહેરાત અને પર્સનલ PR માટે બિનજરૂરી ખર્ચ હતો?

કેન્દ્ર સરકારનો જવાબ :

સરકારની ફેક્ટ ચેકિંગ ટીમ PIBએ ફેક્ટ ચેક કર્યું છે અને આ આરોપોને નકારી દીધા છે. PIB અનુસાર માત્ર શિખ સંમેલન માટે નહીં પરંતુ લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંપત્તિમાં રોકાણ પણ શામેલ હતું.

કોંગ્રેસે સવાલ ઊભા કર્યા

કોંગ્રેસે પણ એક વિડીયોમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની છબી જાળવી રાખવા માટે લોકસભા ચૂંટણી પહેલા પોસ્ટર લગાવવા માટે વધારાનો ખર્ચ કર્યો છે. પ્રધાનમંત્રીએ શહેરના ગરીબોને કવર કરીને  મહેમાનો માટે ચાંદી અને સોનાની પરતવાળા ટેબલવેર સહિત અન્ય વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો :-

 

પાક. સામે ભારતે મેળવી જીત, જીતના ફટાકડા સુરતમાં ફોડતાં બે જૂથો વચ્ચે અથડામણ

0
  • સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કોલંબોમાં વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે ૨૨૮ રનના મોટા અંતરે ઐતિહાસિક જીત મેળવી.

સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કોલંબોમાં વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે ૨૨૮ રનના મોટા અંતરે ઐતિહાસિક જીત મેળવી.

જીત બાદ મોડી રાત્રે સુરતના સૈયદપુરા માર્કેટ વિસ્તારમાં ફટાકડા ફોડવાને લઈને બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની હતી. જેમાં એક-બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી. જે બાદ બંને પક્ષોએ સામ સામે પોતાની ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. એક પક્ષનો આરોપ છે કે તે ફટાકડા ફોડી રહ્યાં હતા, ત્યારે બીજા પક્ષે ઝઘડો કર્યો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શાહરુખ મીર્ઝાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે રાત્રે ૧૧ વાગ્યે તે સૈયદપુરા મટન માર્કેટ ખાતે પોતાના મહોલ્લામાં ઊભો હતો. દરમિયાન કેટલાક છોકરા ત્યાં ક્રિકેટ રમી રહ્યા હતા.

આ સમયે સુમીત વાઢેર, વિજય અને પપ્પુએ સુતળી બોમ્બ સળગાવીને છોકરાઓ પર ફેંકતા તેને અટકાવ્યા હતા. જેથી સુમીતે ગાળો આપી ઝઘડો કર્યો અને છરી બતાવીને ત્રણેય મિત્રો શાહરુખને માર મારવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી. જોકે લોકો એકઠા થઈ જતા તમામ ભાગી ગયા બાદમાં શાહરુખને પેટમાં દુખાવો અને ઉલટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

 

મેટ્રિમોનિયલ સાઈટ પર મળેલી ગર્લફ્રેન્ડ લૂંટેરી દુલ્હન નીકળી, પાટીદાર યુવકને…

0
  • સોશિયલ મીડિયા સાઈટ પર અજાણ્યા લોકો સાથેની મિત્રતા ક્યારેક ભારે પડી જાય છે. અમદાવાદના પાટીદાર યુવકે યુવતીના સંપર્કમાં આવીને ૧.૩ કરોડ રૂપિયા ગુમાવ્યા.

આજકાલ લોકો સોશિયલ મીડિયા સાઈટ પર ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને મેટ્રિમોનિયલ સાઈટ પર વર-વધૂ શોધે છે. પરંતું આવામાં ક્યારેક લોકોને ફ્રોડનો સામનો કરવો પડે છે. દેશમાં ઠગબાજો હવે ઓનલાઈન સંપર્ક કરીને લોકોને છેતરી રહ્યાં છે. આવામાં હવે મેટ્રિમોનિયલ સાઈટ પણ બાકાત નથી. અમદાવાદના સોફ્ટવેર એન્જિનિયર યુવકને મેટ્રિમોનિયલ સાઈટ પર મળેલ એક યુવતી ૧.૩ કરોડનો ચૂનો ચોપડીને જતી રહી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કુલદીપ પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ તેઓ અદિતિ નામની યુવતીને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યો હતો. અદિતિ નામની યુવતીએ તેને કહ્યું કે તે યુકેમાં ઈમ્પોર્ટ એક્સપર્ટનો વ્યવસાય કરે છે. જેમાં સારો નફો મળી રહે છે. અદિતિના સંપર્કમાં આવ્યા બાદ કુલદીપે તેના પર વિશ્વાસ રાખીને બાનોકોઈનમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં અદિતિએ તેને કસ્ટમર કેરમાં વાત કરાવી હતી. જેના બાદ તેણે કુલદીપનું વેબસાઈટ પર રજિસ્ટ્રેશન પણ કરાવ્યુ હતું.

કુલદીપને બોનોકોઈનમાં સારુ રોકાણ મળશે તેવી આશા જાગી હતી. તેથી તેણે પહેલા ૧ લાખનું રોકાણ કર્યુ હતુ. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણમાં તેને સીધો ૭૮ ડોલરનો ફાયદો થયો હતો. જેથી તેને બાદમાં વધુ નફાની લાલચ જાગી હતી. ૨૦ જુલાઈથી ૩૧ ઓગસ્ટ દરમિયાન કુલદીપે કુલ ૧૮ વાર અલગ અલગ રોકારણ કર્યું. પરંતુ ૧૮ સપ્ટેમ્બરના રોજ તેને ખાતુ ચેક કર્યુ તો તેનુ એકાઉન્ટ ફ્રીઝ થયેલુ હતું. તે રૂપિયા ઉપાડી ન શક્યો.

આ બાદ કુલદીપે કસ્ટમર કેરનો સંપર્ક કર્યો તો તેને એકાઉન્ટ ડી-ફ્રીઝ કરવા બીજા ૩૫ લાખનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું. જેથી તેણે અદિતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તો તેણે કોઈ જવાબ ન આપ્યો. આમ અમદાવાદનો એન્જિનિયર ક્રિપ્ટો કરન્સી કૌભાંડનો ભોગ બન્યો હતો. એક યુવતીના સંપર્કમાં આવીને તેણે કુલ ૧.૩ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

મહિલા કૌભાંડી હોવાનું બહાર આવ્યું હતું અને તેણે જાળમાં ફસાઈને તેના તમામ પૈસા ગુમાવી દીધા હતા. ગાંધીનગર સ્થિત એક કંપનીમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયરે શનિવારે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને મહિલા સામે ફરીયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચો :-

આ રાજ્યમાં વરસાદ કહેર વરસાવી શકે છે, હવામાન વિભાગની થઈ ચૂકી છે આગાહી

0
  • ચોમાસુ ફરી એકવાર પાછું ફર્યું છે. દિલ્હી, ઉત્તરાખંડ અને યુપીમાં ભારે વરસાદ થયો હતો. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગો હવામાનની અસરનો સામનો કરી રહ્યા છે. યુપીમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં આગામી ૭૨ કલાક સુધી ભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સૌથી પહેલા વાત કરીએ રાજધાની દિલ્હીની. સોમવારે દિલ્હીમાં આખો દિવસ ભેજયુક્ત અને હળવો વરસાદ પડ્યો હતો. તે જ સમયે મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે વર્ષના આ સમય માટે સામાન્ય છે. દિલ્હીમાં વર્ષની શ્રેષ્ઠ હવાની ગુણવત્તા નોંધાયાના એક દિવસ પછી હવાની ગુણવત્તા બગડી અને સંતોષકારક શ્રેણીમાં નોંધાઈ હતી.

ઉત્તરાખંડમાં ફરી એકવાર વરસાદનો કહેર :

ઉત્તરાખંડમાં ફરી ચોમાસાનો વરસાદ જારી રહ્યો છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. રાજ્યમાં આગામી ૭૨ કલાકમાં ભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રાજ્યના દેહરાદૂન, ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ નગર, ટિહરી, પૌરી, બાગેશ્વર, ચમોલી, અલ્મોડા, ઉત્તરકાશી, હરિદ્વાર અને બાગેશ્વર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની સંભાવના છે.

જેના કારણે આ જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે. યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, આગામી ત્રણ-ચાર દિવસ સુધી રાજ્યમાં મુશળધાર વરસાદની સંભાવના છે. જેના માટે હવામાન વિભાગે ૧૪ સપ્ટેમ્બર સુધી યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો :-

WhatsAppમાં છે કામ લાગે તેવી ટ્રિક, ડિલીટ કરેલા ફોટો-વીડિયો સરળતાથી જોઈ શકાશે, આવી રીતે કરો રિકવર

0
  • Whatsapp માં એવા કેટલાય ફીચર્સ અને હેક્સ છે જેનો ઉપયોગ કરીને તમે ડિલીટ કરેલ ફોટો અને વીડિયોને સેકન્ડોમાં રિકવર કરી શકશો. જાણી લો આ ધમાકેદાર ટ્રીક.

વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મેસેજિંગ એપમાંનું એક છે. આપણે આ પ્લેટફોર્મ પર દિવસમાં અનેકવાર ફોટો અને વીડિયો શેર કરતાં હોઈએ છીએ પરંતુ ક્યારેક ભૂલથી આપણાંથી કોઈ જરૂરી ફોટો કે વીડિયો ડિલીટ થઈ જાય છે. જો તમારી સાથે પણ એવું થયું છે તો હવે ચિંતા ન કરશો. આ ટ્રિકની મદદથી તમે ડિલીટ કરેલા ફોટો-વીડિયો સરળતાથી પાછા મેળવી શકશો.

ફોન ગેલેરી :

ડિફોલ્ટરૂપે Whatsappનાં તમામ ફોટોઝ અને વીડિયોઝ એન્ડ્રોઈડ અને આઈફોન બંનેની ફોન ગેલેરીમાં સેવ થઈ જાય છે. તેથી જો મીડિયા ફાઈલ્સ વોટ્સએપથી ડિલીટ થઈ જાય તો પણ ફોન ગેલેરીમાંથી તમને મળી શકશે.

ફાઈલ એક્સપ્લોર :

આ ફીચર માત્ર એન્ડ્રોઈડ યૂઝર માટે જ ઉપલબ્ધ છે. એન્ડ્રોઈડ યૂઝર્સ ફાઈલ એક્સપ્લોરરમાં જઈને Whatsappનાં ફોલ્ડરમાં જઈને મીડિયા ફાઈલ્સથી ડિલીટ થઈ ગયેલ ફોટોઝ-વીડિયોઝ રિકવર કરી શકે છે.

Whatsapp બેકઅપ :

જો તમે વોટ્સએપ ચેટ અને મીડિયાને ડેઈલી, વીકલી અથવા તો મંથલી બેઝ પર ગૂગલ ડ્રાઈવ કે iCloud પર બેકઅપ કરો છો તો ડિલીટ થયેલ ફાઈલ્સને તમે વોટ્સએપને ડિલીટ કરી ફરી ડાઉનલોડ કરીને મેળવી શકશો. ફરીથી વોટ્સએપ લોગ ઈન કરતાં સમયે રિકવરનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરીને તમે ફોટોઝ-વીડિયોઝ રિકવર કરી શકશો.

ડિલીટ મીડિયા ઓપ્શનને બંધ કરી શકાય :

ક્યારેક-ક્યારેક જ્યારે આપણે ચેટ ક્લિયર કરીએ છીએ તો ભૂલથી કોઈ જરૂરી મીડિયા ફાઈલ્સ પણ ડિલીટ થઈ જાય છે. તેનાથી બચવા માટે ચેટ ક્લિયર કરતાં સમયે તમારે ડિલીટ મીડિયા ઓપ્શનને બંધ કરી દેવાનું. જેનાથી તમારી ચેટ્સ અને ડિલીટ થયેલી મીડિયા ફાઈલ્સ ગેલેરીમાં સેવ રહેશે.

આજકાલ લોકો મેસેજ સેન્ડ કરીને ડિલીટ કરી દે છે. તમે અન્ય એપની મદદથી પણ તેને રિકવર કરી શકો છો. પ્લે સ્ટોર પરથી તમે WAMR નામક એપ ડાઉનલોડ કરીને ડિલીટ થયેલ ફોટો-વીડિયો અને ચેટ રિકવર કરી શકશો.

આ પણ વાંચો :-

LICની આ પોલિસીમાં ૨૦૦૦ રૂપિયાનું રોકાણ કરીને લાખ રૂપિયાનું ફંડ બનશે

0
  • LIC દ્વારા ગ્રાહકોને વિવિધ યોજનાઓ ઓફર કરવામાં આવે છે. લોકો તેમની ઈચ્છા અને જરૂરિયાત મુજબ પ્લાન પસંદ કરી શકે છે અને રોકાણ શરૂ કરી શકે છે. અહીં અમે તમને LICના એક મહત્વપૂર્ણ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતીય જીવન વીમા નિગમ (LIC) લોકોને જીવન વીમા યોજનાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. આ યોજનાઓ દ્વારા, લોકો લાંબા ગાળા માટે રોકાણ કરી શકે છે અને તેમના જીવન પર નાણાકીય કવરેજ પણ મેળવી શકે છે. LIC ના જીવન વીમા દ્વારા લોકોને જીવન દરમિયાન અને જીવન પછી બંને લાભો મળે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને LICના એક મહત્વપૂર્ણ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને ઓછા પૈસામાં પણ શરૂ કરી શકાય છે અને સારું વળતર મળી શકે છે.

અમે અહીં જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે LIC’s New Endowment Plan (914). આ પ્લાન દ્વારા લોકો ૩૫ વર્ષ સુધી LIC ખોલાવી શકાય છે. આ યોજના દ્વારા આવરી લેવામાં આવતી વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી ૮ વર્ષ અને મહત્તમ ૫૫ વર્ષ હોવી જોઈએ. જ્યારે આ યોજના માટે લઘુત્તમ વીમા રકમ ૧ લાખ રૂપિયા હોવી જોઈએ.

આટલું ફંડ બનાવી શકાય છે :

આવી સ્થિતિમાં ૯ લાખ રૂપિયાની વીમા રકમની પોલિસી માટે વ્યક્તિએ ૩૫ વર્ષ માટે કુલ ૮,૨૩,૦૫૨ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. તેના વળતરમાં વ્યક્તિને ૩૫ વર્ષ પછી પાકતી મુદત પર ૪૩,૮૭,૫૦૦ રૂપિયા મળશે. આવી સ્થિતિમાં વ્યક્તિ ૩૫ વર્ષ માટે ૨૦૦૦ રૂપિયાનું માસિક પ્રીમિયમ ચૂકવીને ૪૩ લાખ રૂપિયાથી વધુનું ફંડ બનાવી શકે છે.

આ પણ વાંચો :-

શું તમે બેન્કમાં જાવ છો ત્યારે કર્મચારી કરે છે માથાકૂટ ? તો હવે તમે કરો આ જગ્યાએ ફરિયાદ 

0
  • બેંકમાં કર્મચારીઓની બેદરકારીના કારણે થતી મુશ્કેલીઓની ફરીયાદ કરવા પર સ્થાનિક બ્રાંચ મેનેજર કોઈ કાર્યવાહી ન કરે તો તમે બેંકિંગ લોકપાલને પોતાની મુશ્કેલીઓ જણાવીને સમસ્યાનું સમાધાન લાવી શકો છો.

તમે તમારા કોઈ પણ કામ માટે બેંકમાં જાઓ અને ત્યાં હાજર કર્મચારી તમારૂ કામ કરવામાં બેદરકારી બતાવે તો ખૂબ મુશ્કેલી થાય છે. પરંતુ તમારા કામને ડયુટીના કલાકોમાં ન કરી આપતા કર્મચારીઓ પર હવે તરત એક્શન લઈ શકાય છે. RBIએ બેંક ગ્રાહકોને ઘણા પ્રકારના અધિકાર આપ્યા છે અને તમામ સુવિધાઓ આપી છે. જેના દ્વારા તમે કોઈ પણ મુશ્કેલીઓની ફરિયાદ કરી શકો છો.

RBIએ ગ્રાહકોને આપ્યા છે ઘણા અધિકાર  :

હકીકતે બેંક ગ્રાહકોને આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો જાણકારીના અભાવમાં કરવો પડે છે. કારણ કે આવી સ્થિતિ આવે ત્યારે તેમની પાસે કયા કયા અધિકાર છે તેના વિશે વધારે લોકોને જાણકારી નથી. જ્યારે તમને આ પ્રકારની બેદરકારી લાગે તો તમે કર્મચારીઓ પર કાર્યવાહી કરાવી શકો છો.

બેંક ગ્રાહકોને ઘણા એવા અધિકાર મળ્યા છે. જેની જાણકારી સામાન્ય રીતે કસ્ટમર્સને નથી હોતી. ગ્રાહકોની સાથે બેંક યોગ્ય વ્યવહાર કરે તે જરૂરી છે. બેંકમાં ગ્રાહકનું કામ ન થાય તો તે પોતાના અધિકારનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી શકે છે.

કરો આ કામ :

પોતાના અધિકારોની જાણકારીના અભાવમાં ગ્રાહક કર્મચારીઓના બેદરકારી ભર્યા વર્તનનો શિકાર થઈને પોતાના કામ માટે આમતેમ ભટકે છે અને કલાકો સુધી રાહ જુએ છે. પરંતુ તમારી સાથે જો આગળ આ પ્રકારનો કોઈ મામલો સામે આવે તો જાણી લો કે તમે તે કર્મચારીની ફરીયાદ સીધી બેંકિંગ લોકપાલને કરી શકો છો અને સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

તમારે બસ એટલું કરવાનું રહેશે કે આવી મુશ્કેલી આવવા પર શાંત રહીને બેસવાની જરૂર નથી. પરંતુ કોઈ બેંક કર્મી તમારા કામને કરવામાં મોડુ કરે તો સૌથી પહેલા બેંકના મેનેજર કે નોડલ ઓફિસરની પાસે જઈને તમારી ફરિયાદ નોંધાવો.

૧૨ સપ્ટેમ્બર / ખર્ચનું પ્રમાણ અધિક, પ્રતિષ્ઠાને પહોંચશે હાનિ, આ રાશિના જાતકો દુખના દ’હાડા શરૂ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે.

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન મશીન વગેરેથી સંભાળવું. સારા શુભ સમાચાર મળશે.  કરેલા રોકાણથી લાભ થશે.  કામકાજમાં ફાયદો થશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી અને રોકાણથી લાભ થશે. યાત્રા-પ્રવાસથી લાભ થાય. પરોપકારના કામ કરવાથી શાંતિ મળે. માનસિક બેચેની જણાશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જોખમવાળા કામથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.  શત્રુથી સામાન્ય પરેશાની જણાશે. અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે. કામકાજમાં વૃદ્ધિ થશે. રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે. મનોબળ મજબૂત બનશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજથી લાભ થશે. આત્મબળમાં વધારો થશે.  કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે. કામમાં જવાબદારી વધશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે. રાજકાજની રુકાવટો દૂર થશે. ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે. કામકાજમાં સફળતા જણાશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક લાભ થાય. નવા રોકાણ માટે ઉત્તમ સમય છે. વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. મોટાની વાતને દિલ ઉપર ના લેવી.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે. વિરોધીઓ તમારાથી પરાજીત થશે.કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું. વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે. સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે. વિવેકવાળા કામકાજમાં લાભ થશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે. ધંધામાં આવકની નવી તકો મળશે. સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે. જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મશીનરી અને વાહન બાબતે સંભાળવું. જોખમી કામકાજથી દૂર રહેવું. વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે. કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે. માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે. હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું.

આ પણ વાંચો :-

વરસાદ વિલન ! Asia Cupમાંથી ભારત થઈ શકે છે બહાર ? રોહિત શર્મા અને દ્રવિડનું સપનું તૂટશે

0
  • એશિયા કપ ૨૦૨૩ રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ આ કપને વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારી તરીકે જોઈ રહી છે. પરંતુ અત્યાર સુધી વરસાદે ટીમ માટે મુશ્કેલી ઊભી કરી છે. ભારતની સુપર-૪ની ત્રણેય મેચો વરસાદને કારણે ધોવાઈ શકે છે.

એશિયા કપ ૨૦૨૩ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ૫ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ ૨૦૨૩ની તૈયારીના સંદર્ભમાં પણ આ ટૂર્નામેન્ટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્લ્ડ કપમાં ભાગ લેનાર ૫ ટીમો એશિયા કપમાં ભાગ લઈ રહી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપના ગ્રુપ રાઉન્ડમાં નેપાળને ૧૦ વિકેટથી હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાન સામેની મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. ટીમ ઈન્ડિયાએ સુપર-૪માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-૪ રાઉન્ડની મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર- ૪ રાઉન્ડની વાત કરીએ તો આ મેચ માટે માત્ર રિઝર્વ ડેની જોગવાઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ૧૦ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી, પરંતુ વરસાદને કારણે તે આજે એટલે કે ૧૧ સપ્ટેમ્બરે પૂરી થશે. વરસાદના કારણે રમત બંધ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ ૨૪.૧ ઓવરમાં ૨ વિકેટે ૧૪૭ રન બનાવી લીધા હતા. આજે પણ વરસાદ પડયો છે હવે મેચ ક્યારે શરૂ થશે એ નક્કી નથી.

કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-૪ મેચ રમાઈ રહી છે. સુપર-૪ની અન્ય મેચો અને ફાઈનલ પણ કોલંબોમાં જ યોજાવાની છે. આગામી એક સપ્તાહની વાત કરીએ તો કોલંબોમાં ૬૦ થી ૯૦ ટકા વરસાદ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સુપર-૪ની તમામ મેચો પર વરસાદનો ખતરો છે. જો સુપર-૪ની બાકીની મેચો વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. ૨ મેચના પરિણામ ભારતીય ટીમ માટે મુશ્કેલી બની શકે છે.

આ પણ વાંચો :-

‘મારી જેટલી ઉંમર છે મને લગ્નની ચિંતા નથી, થવાના હશે ત્યારે થશે’, અનન્યા….

  • અનન્યા અને આદિત્યના રિલેશનશિપમાં હોવાની અફવાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. આના પર આદિત્યએ કહ્યું હતું કે મને લાગે છે કે લગ્નના વિષય પર ચર્ચા થવા દો તે સારું છે.

એવા અહેવાલો છે કે બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર આ દિવસોમાં અનન્યા પાંડેને ડેટ કરી રહ્યો છે. બંને ઘણી વખત સાથે વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા છે.  હાલમાં જ બંને ગોવાથી પરત ફર્યા છે. આ પહેલા બંને વિદેશ ગયા હતા. જ્યાંથી તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

હાલમાં જ આદિત્યએ આપેલા ઈન્ટરવ્યુમાં લગ્ન વિશે વાત કરી હતી. અભિનેતાને પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરશે? તેનું નામ અનન્યા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. આના પર આદિત્યએ કહ્યું હતું કે મને લાગે છે કે લગ્નના વિષય પર ચર્ચા થવા દો તે સારું છે. જ્યાં સુધી આ અંગે ચર્ચા થશે ત્યાં સુધી મને સારું લાગશે.

મારી જેટલી ઉંમર છે મને લગ્નની ચિંતા નથી :

આદિત્યએ કહ્યું કે “અને એ પણ સારી વાત છે કે લોકો લગ્નના વિષય પર વાત કરી રહ્યા છે, તે પણ મારા. મને લાગે છે કે વસ્તુઓને નેચરલી આગળ વધવા દો, તે સારું રહેશે. હું રાત્રે આરામથી સૂઈ જાઉં છું. મારી જેટલી ઉંમર છે મને લગ્નની ચિંતા નથી, કે હું તેના વિશે વિચારતો નથી. જ્યારે લગ્ન થવાના હશે ત્યારે થશે.”

અનન્યા અને આદિત્યના રિલેશનશિપની શરૂઆત કેવી રીતે ?

જણાવી દઈએ કે અનન્યા અને આદિત્યના રિલેશનશિપમાં હોવાની અફવાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. અનન્યાએ કરણ જોહરના ચેટ શોમાં કહ્યું હતું કે તે આદિત્યને ડેટ કરવા માંગે છે. જ્યારે તેમની ડેટિંગના સમાચાર આવ્યા. ત્યારે એવું લાગ્યું કે કદાચ અનન્યાએ જે કહ્યું હતું તે સાચું પડયું. બંનેને સાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.

જ્યારે અનન્યાને આદિત્ય સાથેની ડેટિંગની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ચૂપ રહેવું વધુ સારું માન્યું. પણ અનન્યા પાંડેએ ચાહકોની ઉત્સુકતા વિશે કંઈક કહ્યું, જે ખૂબ જ રમુજી હતું. અભિનેત્રીએ કહ્યું, ‘ઉત્સુક હોવું સારી વાત છે લોકોએ અનુમાન લગાવતા રહેવું જોઈએ કે હું કોને ડેટ કરી રહી છું.’ જો કે અભિનેત્રીને આ સમયે તેના ડેટિંગ જીવન કરતાં તેના પ્રોફેશનલ જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય લાગે છે.

આ પણ વાંચો :-