Home Blog Page 971

Rishi Sunak : દિલ્લી અક્ષરધામ પહોંચી ભાવુક થયા બ્રિટનના પ્રધાનમંત્રી, જુઓ પત્ની સાથે ઋષિ સુનકની તસવીરો

0
  • યુ.કે.ના પ્રધાનમંત્રી ઋષિ સુનક હાલ જી ૨૦ સમીટમાં ભાગ લેવા માટે પોતાના પત્ની અક્ષતા મૂર્તિ સાથે ભારત પ્રવાસે આવેલાં છે. પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠક બાદ તેઓ પોતાના પત્ની સાથે દિલ્લી અક્ષરધામ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતાં.

દિલ્લી અક્ષરધામ મંદિરે દર્શન કર્યા બાદ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે જણાવ્યું કે, સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને મને અને મારી પત્નીને ખુબ જ આંનદ થયો. ભવ્ય મંદિર અને તેમાં રહેલો શાંતિનો ભાવ અમારા મનને સ્પર્શી ગયો છે.

ઋષિ સુનકે જણાવ્યું કે આ મંદિર માત્ર એક પૂજાનું સ્થળ નથી પરંતુ હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ, ભારતના સીમાચિન્હરૂપ મૂલ્યો તેમજ સ્થાપત્ય કલાનું બેનમૂન ઉદાહરણ છે.

ઋષિ સુનકે જણાવ્યું કે આજે સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મને આશીર્વાદ પાઠવ્યા હતા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું ગૌરવ અનુભવું છું અને હું આશા રાખું છું કે પરમ પૂજ્ય ખૂબ જ ટૂંક સમયમાં યુએસએના રોબિન્સવિલેમાં બીજા સુંદર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

ઋષિ સુનકે જણાવ્યું કે, ૧૦૦ એકરમાં ફેલાયેલું આ આક્ષરધામ સ્વામિનારાયણ મંદિર સંકુલ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ છે. જે ભારતની પરંપરાઓ અને પ્રાચીન સ્થાપત્યનું સીમા ચિન્હ છે.

આ પણ વાંચો :-

૧૦ સપ્ટેમ્બર / લેવડ-દેવડમાં થાપ ખાશો, આ રાશિના જાતકોનો રવિવાર રહેશે મહામુશ્કેલી ભર્યો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે ? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે.

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી સહયોગ મળશે. પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલોનો ઉત્તમ સહયોગ મળશે. ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે.  રોજગારી માટે ઉત્તમ તકો મળશે. મધુર વાણીથી કામ સરળ બનશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ બનાવી શકશો. નોકરીયાતની ઈચ્છાઓ પૂર્ણ થશે.  કરેલો પરિશ્રમ ફળદાયી બનશે. પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં લાભ મળશે. ધંધાકીય કામમાં લાભ થશે.  કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું. નાના પ્રવાસના યોગો બને.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક પાસુ મજબૂત બનશે. ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે.  લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું. ખાવાપીવામાં કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારજનોનો સહયોગ મળશે. યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે. અવિવાહિતને સારા સમાચાર મળશે. જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે. નોકરીયાતને કામમાં નવીન તકો મળે. પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું. કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરદેશના કામકાજમાં લાભ થશે. નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે.  પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જૂની ઉઘરાણીમાં લાભ થશે. આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. આવકના નવા દ્વાર ખુલશે. કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી. મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે. સારા સમાચારથી ખુશીમાં વધારો થશે. કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે. તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે. નોકરીમાં મહેનતનું ફળ મળશે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ જિલ્લામાં તમારે સરકાર કે અન્ય કોઈ સામે મોરચો ખોલશો તો ૭૨ કલાક પહેલા લેવી પડશે મંજૂરી, આ જિલ્લા પોલીસ અધિક્ષક આદેશ કર્યો

0
  • ગુજરાતના જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ એક નોટિફિકેશન બહાર પાડયું છે. જેમાં તેમણે કહ્યું છે કે વિરોધ પ્રદર્શન માટે સરકારી કચેરીઓમાં આવનારા લોકો અને જૂથોને ૭૨ કલાક પહેલાં નોટિસ આપીને મંજૂરી લેવી પડશે.

ગુજરાતના જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક તેમના એક આદેશને કારણે ચર્ચામાં આવ્યા છે. પોલીસ અધિક્ષકે આદેશ જારી કર્યો છે કે વિરોધ પ્રદર્શન અને મેમોરેન્ડમ સબમિટ કરવાના સંબંધમાં સરકારી કચેરીઓની મુલાકાત લેતા લોકો અને જૂથોએ ૭૨ કલાક અગાઉ જાણ કરવી પડશે.

પોલીસ અધિક્ષકે તેમના આદેશમાં કહ્યું છે કે આ રજૂઆતોમાં ખાસ કરીને વિરોધ પ્રદર્શન અને મેમોરેન્ડમ આપવા માટે માત્ર પાંચથી સાત લોકોને જ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. એસપીએ પોતાના આદેશમાં કહ્યું છે કે આ આદેશ તમામ સરકારી કચેરીઓ પર લાગુ થશે. વિરોધ પ્રદર્શન અને મેમોરેન્ડમ સબમિટ આપતાં પહેલાં પરવાનગી લેવી પડશે. આ પરવાનગી સંબંધિત કચેરીઓ પાસેથી મેળવવાની રહેશે.

ઓફિસમાં સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ :

એસપી જામનગર પ્રેમસુખ ડેલુ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, મેમોરેન્ડમ આપતી વખતે અથવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરતી વખતે, જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી અને અન્ય જિલ્લા કક્ષાની સરકારી સુવિધાઓ જેવી કચેરીઓની મુલાકાત લેવા માટે પૂર્વ પરવાનગી લેવાની રહેશે. આ ઓર્ડરોનો હેતુ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને આવી પ્રવૃત્તિઓ દરમિયાન વ્યવસ્થા જાળવવાનો છે.

એસપીએ પોતાના આદેશમાં કહ્યું છે કે સરકારી કચેરીઓના પરિસરમાં કોઈ રેલી કે માર્ચની મંજૂરી આપવામાં આવશે નહીં. વિરોધ સાથે સંકળાયેલ કોઈપણ સૂત્રોચ્ચાર સરકારી સુવિધાના મુખ્ય પ્રવેશદ્વાર પર સમાપ્ત થવો જોઈએ. વધુમાં વિરોધીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમની પ્રવૃત્તિઓ નજીકના રસ્તાઓ પર ટ્રાફિકને અવરોધે નહીં.

કોણ છે પ્રેમસુખ ડેલુ?

પ્રેમસુખ ડેલુ જેઓ હાલમાં ગુજરાતના જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષકની જવાબદારી સંભાળી રહ્યા છે. તે રાજસ્થાનના બિકાનેરના રહેવાસી છે. IPS બનતા પહેલાં તેઓ પટવારી હતા. પટવારી તરીકે કામ કરીને તેણે માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો. પ્રેમસુખ, જેઓ ખૂબ જ તેજસ્વી છાત્ર હતા. તેમણે ૬ વર્ષમાં ૧૨ નોકરીઓ માટે ક્વોલિફાય કર્યા પછી આઈપીએસ બન્યા હતા. ૨૦૧૬ બેચના IPS અધિકારી પ્રેમસુખ ડેલુએ ઈતિહાસમાં વિષયમાં B.Ed કર્યું છે.

આ પણ વાંચો :-

ભરુચ-નર્મદામાં ભાજપની જુથબંધી કમલમ સુધી પહોંચી, સાંસદ કેમ બેઠક છોડીને જતાં રહ્યાં ?

0
  • ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જૂથવાદના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક દિવસ પહેલા જ ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ભાજપના નેતાઓ વચ્ચે ખેંચતાણ જામી હતી.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જૂથવાદના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક દિવસ પહેલા જ ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ભાજપના નેતાઓ વચ્ચે ખેંચતાણ જામી હતી. તો હવે ભરૂચ અને નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર કમલમમાં પહોચી છે. બીજેપીના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી વોક આઉટ કર્યું.

ગુજરાત પ્રદેશ બીજેપીની પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલા જ ભાજપના ભરૂચના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વોક આઉટ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે.

બેઠકમાંથી નીકળી ગયા સાંસદ :

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા અને એક પછી એક જિલ્લાની બેઠકનો દોર ચાલતો હતો.

પરંતુ ભરૂચની ચર્ચા થઈ જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે કોઈ કારણસર ચર્ચામાં ઘર્ષણ થયું હતું. જે સાંસદ મનસુખ વસાવાને પસંદ ના પડતાં તેઓ વડોદરા અને નર્મદાની ચર્ચા આવે એ પહેલા પાર્લામેન્ટરી બોર્ડમાંથી વોક આઉટ કરી બહાર નીકળી ગયા હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે નર્મદા-ભરૂચની જૂથબંધી ગાંધીનગર સુધી પહોંચી છે. હવે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આ જૂથવાદને ઠંડો પાડે એ જરૂરી છે.

મનસુખ વસાવાએ કેમ કર્યું વોકઆઉટ ?

સાંસદ મનસુખ વસાવા સાથે ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે એવું કંઈ નથી. અમારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગર કમલમ ખાતે હતી. જેમાં ચર્ચા પછી હું બહાર નીકળી ગયો હતો. કેમ આવું થયું એ બાબતે પૂછતાં તેમણે કહ્યું હતું કે જિલ્લા કક્ષાએથી કેટલાક નેતાઓ પાટીલ સાહેબને મારા વિશે ખોટું બોલી ગેરમાર્ગે દોરી રહ્યાં છે. જોકે હું પાર્ટી માટે, કાર્યકરો માટે સતત કામ કર્યું છું. કેટલીક અન્ય પાર્ટીઓના લોકોને જોડાવા બાબતે ચર્ચા થઈ હતી. રાજપીપળા સિવિલ હોસ્પિટલ બાબતે પણ હું જ્યાં ગયો સિવિલ સુપ્રિટેન્ડેન્ટને વાત કરી, દેડીયાપાડા હોસ્પિટલની વાત કરી. સરકારે ખુલાસો કર્યો કે ડોકટરોની ભરતી બાકી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજકાલ પાર્ટીમાં આવ્યા છે તેવાને બહુ મહત્વ મળે એ વ્યાજબી ન કહેવાય અને વર્ષોથી પક્ષમાં જોડાયેલા હોય તેમની મેં વાત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેટલાક મને પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરું તેવો ખોટો ચીતરે છે.

જે બાબતે મારે બોલવાનું થયું હતું. ત્યારે હું પણ આવા નેતાઓ શોધું છું કોણ કોણ મારા વિરુદ્ધ પક્ષમાં કામ કરે છે. મેં રજુઆત કરી હતી કે પક્ષના સિનિયરોને પ્રાધાન્ય તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં પ્રાધાન્ય આપવું જોઈએ તેવો મારો મત રજૂ કર્યો હતો.

આ પણ વાંચો :-

 

ત્રીજે દિવસે પણ શાહરૂખ ખાનની ‘જવાન’એ મચાવી ઘૂમ, જાણો ક્યાં પહોંચ્યો કમાણીનો આંકડો

  • શાહરૂખ ખાનની ફિલ્મ જવાન વીકેન્ડ પર શાનદાર કલેક્શન કરવા જઈ રહી છે. ફિલ્મના ત્રીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે.

જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પહેલા દિવસથી જ જવાન ઘૂમ મચાવી રહી છે. લોકોમાં આ ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે કે. શરૂઆતથી સારી કમાણી કરી રહી છે. આ જવાને શરૂઆતના દિવસોથી ઘણા રેકોર્ડ તોડ્યા છે. બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ ત્રીજા દિવસે ફિલ્મ પેવેલિયનમાં પરત આવી ગઈ છે.

જો અહેવાલોનું માનીએ તો જવાન શનિવારે એક શાનદાર કલેક્શન કરવા જઈ રહ્યી છે. શનિવારની રજા હોવાનો લાભ લઈને લોકો સવારે શાહરૂખની ફિલ્મ જોવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે ત્રીજા દિવસે એક ફિલ્મે કેટલો બિઝનેસ કર્યો..

જવાને ભારતમાં બે દિવસમાં ૧૨૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે ત્રીજા દિવસના કલેક્શન બાદ ફિલ્મ ૨૦૦ કરોડના ક્લબમાં પ્રવેશ કરી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ સુમિત કડેલના જણાવ્યા અનુસાર શુક્રવારની સરખામણીમાં શનિવારે સવારના શોમાં ૭૦ ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે. જો આખા દિવસની વાત કરીએ તો આ ગ્રોથ ૫૦ ટકા વધશે.

ત્રીજા દિવસનું ક્લેકશન :

SACNILCના રિપોર્ટ અનુસાર, જવાને બીજા દિવસે હિન્દીમાં ૪૭ કરોડ રૂપિયા, તમિલમાં ૩.૫ કરોડ રૂપિયા અને તેલુગુમાં ૨.૫ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જે કુલ ૫૩ કરોડ રૂપિયા થાય છે. રિપોર્ટ અનુસાર જવાન ત્રીજા દિવસે ૭૦-૭૫ કરોડ રૂપિયા સુધીનું કલેક્શન કરી શકે છે. જે બાદ કુલ કલેક્શન ૧૯૭.૫૦ કરોડ થઈ જશે.

જવાન આખી દુનિયામાં સારો બિઝનેસ કરી રહ્યો છે. વિશ્વભરમાં આ ફિલ્મ ૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પહેલા દિવસે જવાને વિશ્વભરમાં ૧૨૯ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને બીજા દિવસે તેણે ૧૦૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જે બાદ કુલ કલેક્શન ૨૩૧ કરોડ થઈ ગયું છે. સપ્તાહના અંત સુધીમાં આ કલેક્શન ૩૦૦ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી જશે.

આ પણ વાંચો :-

 

અરવલ્લીમાં હઠીલો ચોર ટ્રેક્ટરનું ટાયર ઉપરથી ફરી વળ્યું, છતાં લંગડાતા લંગડાતા વાહન ચોરી ગયો

0
  • અરવલ્લીમાં ચોરીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં જન્માષ્ટમીની રજાઓમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર શોરૂમ બંધ હોવાથી ચોર વાહન ચોરી કરવા પહોંચ્યો હતો.

અરવલ્લીમાં ચોરીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં જન્માષ્ટમીની રજાઓમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર શોરૂમ બંધ હોવાથી ચોર વાહન ચોરી કરવા પહોંચ્યો હતો. જેમાં ચોર શો રૂમમાં ટ્રેક્ટર ચોરી કરવા પહોંચ્યો. દરમિયાન અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતા ટાયર યુવક પરથી ફરી વળ્યું હતું. જોકે તેમ છતાં ચોર ટ્રેક્ટર ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.

શો રૂમ બહારથી યુવક ચોરી ગયો ટ્રેક્ટર :

વિગતો મુજબ મોડાસાના હજીરા વિસ્તારમાં એક ટ્રેક્ટરના શોરૂમની બહાર એક તસ્કર ટ્રે્ક્ટરની ચોરી કરવા માટે પહોંચ્યો હતો. ચોરી કરવા યુવકે ટ્રેક્ટર ચાલુ કર્યું અને અચાનકે તે પાછલા ટાયરની નીચે આવી ગયું. ટ્રેક્ટરનું ટાયર યુવકના માથા અને શરીર પરથી પસાર થઈ ગયું. જોકે તેમ છતાં યુવક લંગડાતા લંગડાતા ફરી ઊભો થાય છે અને ટ્રેક્ટર પર બેસીને ત્યાંથી ફરાર થઈ જાય છે.

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે ટ્રેક્ટરના શોરૂમના માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સીસીટીવીના માધ્યમથી ચોર ટ્રેક્ટર લઈને હજીરાથી શામળાજી તરફ ગયો હતો. જે બાદ ગણતરીના કલાકોમાં જ બિનવારસી હાલતમાં ટ્રે્ક્ટર મળી આવ્યું હતું.

આ પણ વાંચો :-

૩ વર્ષમાં ૧ લાખના થઈ ગયા ૪૬ લાખ, રોકાણકારોના ઘરે ઘનના ઢગલા…

0
  • દેશની અગ્રણી રેલવે બાંધકામ કંપનીઓમાંની એક કંપની K&R રેલ એન્જિનિયરિંગના શેરમાં જોરદાર ઉછાળો આવતા રોકાણકારોને અકલ્પનિય નફો મળ્યો છે.

શેર માર્કેટમાં એવા કેટલાય શેર હશે જેને જબરુ વળતર આપી રોકાણકારોને રાતોરાત રાજીના રેડ કરી દીધા હોય! આવા શેરોએ રોકાણકારોને અનેક ગણું વળતર આપ્યું હોવાથી આવા શેરમાં રોકાણકારો પૈસાનું રોકાણ કરીને અમીર બની ગ્યાના પણ દાખવા છે.

આવો જ એક શેર દેશની અગ્રણી રેલવે બાંધકામ કંપનીઓમાંની એક K&R રેલ એન્જિનિયરિંગનો છે. જેને રોકાણકારોને ખૂબ વળતર આપ્યું છે.

કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ. ૧,૩૪૬.૩૧ કરોડ સુધી

K&R રેલ એન્જિનિયરિંગના આ શેરે છેલ્લા ૩ વર્ષમાં રોકાણકારોને લગભગ ૪,૫૧૪.૩૭ ટકાનું જોરદાર વળતર આપ્યું છે. ૭ સપ્ટેમ્બરના રોજ K&R રેલ એન્જિનિયરિંગનો શેર નવી ઓલ-ટાઈમ હાઈની ઊંચાઈને પહોંચી ગયો હતો. જે ૪ ટકા વધીને રૂ.૭૦૦ થતાની સાથે જ કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ.૧,૩૪૬.૩૧ કરોડ સુધી પહોંચી ગયું છે.

૧ લાખના સીધા ૪૫ લાખ :

ખાસ વાત તો એ છે કે રોકાણકારોને માત્ર ૧ લાખના રોકાણ પર ૪૫ લાખ જેટલો જંગી લાભ મળ્યો છે. કંપનીના શેર લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા ૨૦ માર્ચ ૨૦૨૦ના રોજ ૧૫.૧૭ રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. જે માત્ર ટૂંકા ગાળામાં આજે વધીને લગભગ ૭૦૦ રૂપિયા થઈ ગયા છે.

જો કોઈ રોકાણકારે ૨૦ માર્ચ ૨૦૨૦ ના રોજ આ શેરમાં રૂ. ૧ લાખનું રોકાણ કર્યું હોત અને શેર અકબંધ રાખ્યા છે..તેઓને રૂ. ૧ લાખનું મૂલ્ય ૪,૫૧૪.૩૭ ટકા વધીને રૂ. ૪૬ લાખથી વધુ થયું હોત અને તેને લગભગ રૂ. ૪૫ લાખ. રૂ.નો તગડો નફો થયો છે.

આ પણ વાંચો :-

 

 અમેરિકન રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચેલી આ બાળકી કોણ છે ?

0
  • Joe Biden In Delhi : અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે જો બિડેનની આ પ્રથમ ભારત મુલાકાત છે. અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી ૨૦૨૦માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેન જી-૨૦ સમિટમાં ભાગ લેવા શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરનારાઓમાં એક છોકરી પણ હતી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે આ છોકરી ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીની પુત્રી માયા છે. વિમાનમાંથી ઉતર્યા બાદ બાઈડેને માયા સાથે લાંબી વાતચીત કરી હતી. બિડેન અને માયા વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

માયા અગાઉ ચર્ચામાં આવી હતી. જ્યારે ગારસેટ્ટીએ ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન તેમની પુત્રી હિબ્રુ બાઈબલ લઈને ઉભી હતી. ગારસેટ્ટી વિશે એ વાત ફેમસ છે કે તે દરેક મહત્વના પ્રસંગે પોતાની દીકરીને પોતાની સાથે રાખે છે.

તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બિડેનની આ પ્રથમ ભારત મુલાકાત છે. અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી ૨૦૨૦ માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

આ પણ વાંચો :-

Chandrababu Naidu Arrest : આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, જાણો શું છે મામલો

0
  • Chandrababu Naidu Arrest : નાયડુની સવારે ૩ વાગ્યે નંદ્યાલથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ શહેરના આરકે ફંક્શન હોલમાં સ્થિત તેમના કેમ્પમાં આરામ કરી રહ્યા હતા.

તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે. ટીડીપીએ આ અંગે માહિતી આપી છે. ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ શનિવારે (૯ સપ્ટેમ્બર) સવારે ભ્રષ્ટાચારના કેસમાં નાયડુ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ૨૦૨૧માં નાયડુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

નાયડુની સવારે ૩ વાગ્યે નંદ્યાલથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ શહેરના આરકે ફંક્શન હોલમાં સ્થિત તેમના કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. નંદ્યાલ રેન્જના ડીઆઈજી રઘુરામી રેડ્ડી અને સીઆઈડીની આગેવાની હેઠળ ભારે પોલીસ દળ તેની ધરપકડ કરવા પહોંચ્યા હતા.

નાયડુનો પુત્ર નારા લોકેશ કસ્ટડીમાં :

સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે ચંદ્રબાબુ નાયડુના પુત્ર અને ટીડીપી નેતા નારા લોકેશને પૂર્વ ગોદાવરી જિલ્લામાં પોલીસે અટકાયતમાં લીધો છે. ટીડીપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકેશનો વીડિયો પણ જાહેર કર્યો છે અને કહ્યું છે કે પોલીસે કહ્યું છે કે તે (લોકેશ) ચંદ્રાબાબુ નાયડુને મળી શકશે નહીં.

પોલીસ ૩ વાગ્યે આવી હતી :

નાયડુની ધરપકડ કરવા માટે સીઆઈડી અને પોલીસની ટીમ સવારે ૩ વાગ્યે પહોંચી હતી, પરંતુ પૂર્વ સીએમની સુરક્ષા માટે તૈનાત વિશેષ સુરક્ષા દળે તેમને રોક્યા અને કહ્યું કે નિયમ મુજબ, સવારે ૫.૩૦ વાગ્યા પહેલા નાયડુની નજીક કોઈને જવા દેવા જોઈએ નહીં. આપશે. તે સમયે નાયડુ તેમના કાફલા (ખાસ રીતે તૈયાર કરાયેલી બસ) ની અંદર સૂતા હતા. આખરે સવારે ૬ વાગ્યે પોલીસે બસનો દરવાજો ખટખટાવ્યો અને નાયડુની ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો :-