વર્લ્ડ કપ માટેની ટીમમાં સૂર્યકુમાર યાદવ-કેએલ રાહુલની જગ્યા પાક્કી નથી ! આ ૨ ખેલાડીઓ બાજી પલટી શકે છે

Share this story
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ વર્ષે ભારતમાં યોજનારા વન ડે વર્લ્ડ કપ ૨૦૨૩ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ચીફ સિલેક્ટર અજીત આગરકરના નેતૃત્વમાં પસંદ કરાયેલી ભારતીય ટીમના કોમ્બિનેશન અંગે ભાત ભાતના સવાલ પણ ઉઠવા લાગ્યા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ વર્ષે ભારતમાં યોજનારા વન ડે વર્લ્ડ કપ ૨૦૨૩ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ચીફ સિલેક્ટર અજીત આગરકરના નેતૃત્વમાં પસંદ કરાયેલી ભારતીય ટીમના કોમ્બિનેશન અંગે ભાત ભાતના સવાલ પણ ઉઠવા લાગ્યા.

ભારતીય સ્ક્વોડમાં વિકેટકીપર બેટસમેન કેએલ રાહુલને પણ જગ્યા મળી છે. રાહુલ ઈજામાંથી હમણા જ બહાર આવ્યો છે. તેની એશિયા કપમાં પણ પસંદગી થઈ પરંતુ ઈજા બાદ એક પણ મેચ રમી શક્યો નહીં. તેને મેચ રમ્યા વગર જ વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ કરાયો છે.

ખરાબ પ્રદર્શન છતાં સૂર્યાને તક !

આવામાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે. બીજી બાજુ સૂર્યકુમાર યાદવ જેનો વનડેમાં રેકોર્ડ ખુબ જ ખરાબ છે. તે સતત ત્રણ મેચોમાં ગોલ્ડન ડક (પહેલા બોલે આઉટ) પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ પણ બનાવી ચૂક્યો છે. આમ છતાં ટીમમાં જગ્યા મળી છે. પરંતુ અહીં ફેન્સને જણાવી દઈએ કે આ બંને ખેલાડીઓની જગ્યા હજુ પણ પાક્કી સમજી શકાય નહીં.

વાત જાણે એમ છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના જણાવ્યાં મુજબ વર્લ્ડ કપ માટે તમામ ૧૦ દેશોએ પોતાની ૫ સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવાની હતી. બધાએ આમ કર્યું પણ ખરા. પરંતુ આઈસીસીએ આ તમામ દેશોને ૨૮ સપ્ટેમ્બર સુધીમાં ફેરફાર કરવાની મંજૂરી આપેલી છે.

બીજા ખેલાડીઓની પણ થઈ શકે એન્ટ્રી 

જો ફેરફાર થાય તો પછી તે સ્થિતિમાં સૂર્યાને તિલક વર્મા રિપ્લેસ કરી શકે છે. જ્યારે કેએલ રાહુલની જગ્યાએ સંજૂ સેમસનને તક મળી શકે છે. આ ઉપરાંત જો કોઈ અન્ય ખેલાડી પણ ઈજાગ્રસ્ત થાય કે સારું પ્રદર્શન ન કરી શકે તો તે સ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે. આવામાં હજુ પણ ખેલાડીઓ માટે આશા જીવંત છે.

આ પણ વાંચો :-