રાજ્યમાં આ તારીખથી વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ તૂટી પડશે તો ખેડૂતો માટે મોટા સમાચાર 

Share this story
  • Gujarat Monsoon : હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના કહેવા મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદ પડશે.

રાજ્યમાં ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે અમુક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના કહેવા મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદ પડશે. સમગ્ર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, દિવ, રાજકોટ અને જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે.

ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી :

ઉત્તર ગુજરાતમાં ૭ સપ્ટેમ્બરથી વરસાદની ગતિ વધશે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ૮ સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ પડી શકે છે.

વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી છે ચિંતા :

છેલ્લા ૧૦ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ પડયો છે. રાજ્યમાં સારો વરસાદ કોઈ જિલ્લામાં પડયો નથી. જોકે ગત ઓગસ્ટમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ પડયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ ૮૧.૮૨ ટકા વરસાદ નોંધાયો છે.

જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો તેના કારણે સિંચાઈ માટેનું પાણી છે. સિંચાઈ માટેનું પાણી ન હોય તો મુશ્કેલી વધી હોત. ત્યારે ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :-