Home Blog Page 955

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩ મો જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં સેવાકીય અને અનોખી પ્રવૃત્તિ કરવામાં આવી હતી

0

સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા ૩૦ મો મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સુરત શહેરમાં ભારે વરસાદ હોવા છતાં પણ વિવિધ શહેર વિસ્તારોથી ૯૫ જેટલી ધાત્રી માતાઓ દ્વારા પોતાનું દૂધનું દાન કરી જે નવજાત બાળકોને પૌષ્ટિક દૂધ નથી મળતું એ બાળકોને મિલ્ક બેંકના માધ્યમથી આ દૂધ પહોંચાડવામાં આવતી હોય છે. ૨૦૦૮થી અમૃતમ સંસ્થા સિમેર હોસ્પિટલ ની સાથે મળીને આ મધર મિલ્ક ડોનેશન કેમ્પ કરી રહી છે અત્યાર સુધી ૮,૨૧,૫૫૦ મિલી લિટર દૂધ આ સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવ્યું છે અને બોર્ડ ૧,૫૦,૦૦૦ નવજાત જરૂરિયાતમંદ બાળકોને આ દૂધ પહોંચાડવામાં આવ્યું છે.

આવનાર સમયમાં અમૃતમ સંસ્થા દ્વારા પ્રાઈવેટ બેંકની સ્થાપના કરશે. જેથી જરૂરિયાત બંધ નવજાત બાળકોને વિનામૂલ્યે આ દૂધ આપવામાં આવશે. અમૃતમ સંસ્થાના સંસ્થાપક કુંજ પંસારી એ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર અમૃતમ સંસ્થા એવી સંસ્થા છે જે આ સેવક્ય પ્રવૃત્તિ વિનામૂલ્યે કરે છે અને માતાઓને જાગૃત થવાની ખૂબ જ જરૂર છે કારણ કે આ અમૃત દૂધ અને પૌષ્ટિક દૂધ નવજાત બાળકોને તેમની સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે જેથી તેઓ સુરતની ત્રણ મહિલા મંડળની સંસ્થાઓના સહયોગથી આ કેમ્પ કરતા હોય છે.

આ કાર્યક્રમમાં એવી પણ માતાઓ હતી. જે ત્રણ થી ચાર વખત કરવા માટે પહોંચી હતી અને માતાઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થકી બીજા બાળકોને પણ આ પૌષ્ટિક દૂધ મળે હેતુથી આ મિલ્ક ડોનેશન તેઓ દ્વારા કરવામાં આવતું હોય છે.

આ પણ વાંચો :-

 

કેનેડાની ધરતી પર કિર્તીદાન ગઢવીની જોરદાર જમાવટ, ડાયરામાં ડોલરનો વરસાદ

  • લોકગાયક કીર્તિદાન ગઢવીનો કેનેડાના હેમીલ્ટન શહેરમાં શાનદાર ડાયરો યોજાયો. દ્વારિકાના નાથ મારો રાજા રણછોડ છે ની રચનામાં શ્રોતાઓ આફરીન થયા. ડાયરાની સંસ્કૃતિથી અજાણ કેનેડિયન ગુજરાતી યુવાનો પણ ઝૂમી ઉઠ્યા.

ગુજરાતી કલાકારો હાલ વિદેશોમાં જમાવટ કરી રહ્યાં છે. કિંજલ દવે, ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, અતુલ પુરોહિત જેવા દિગ્ગજ કલાકારો હાલ વિદેશમાં વસતા ગુજરાતીઓને ગરબાથી ડોલાવી રહ્યાં છે. ત્યારે કેનેડાની ધરતી પર પહોંચીને લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ તહેલકો મચાવ્યો.

લોકગાયક કીર્તિદાન ગઢવીએ વિદેશ ધરતી પર ભારે જમાવટ કરી. કેનેડા હેમીલ્ટન શહેરમાં કીર્તિદાન ગઢવીનો અભૂતપૂર્વ ડાયરો યોજાયો હતો. જેમાં ત્યા વસતા ગુજરાતીઓ આફરીન આફરીન થઈ ગયા હતા.

લોકગાયક કિર્તીદાન ગઢવી હાલ કેનેડાના પ્રવાસે છે. વિદેશની આ ધરતી પર કિર્તીદાનના ડાયરા અને રાસગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડે છે. ત્યારે કેનેડાના હેમીલ્ટન શહેરમાં કીર્તિદાન ગઢવીનો ભવ્ય ડાયરો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાજર રહ્યા હતા. આખુ ઓડિટોરિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. તો કેનેડામાં પણ કીર્તિદાનના સૂરો પર ડોલરનો વરસાદ થયો હતો.

ડાયરામાં ‘દ્વારિકાના નાથ મારો રાજા રણછોડ છે…’ રચના પર શ્રોતાઓ આફરીન થઈ ગયા હતા. કીર્તિદાન ગઢવીની એક-એક રચનામાં તાળીઓનો ગડગડાટ થયો હતો, તો સાથે જ આખા હોલમાં હાજર શ્રોતાઓએ ગીતો સાથે લલકાર્યા હતા. ડાયરાની સંસ્કૃતિથી અજાણ કેનેડિયન ગુજરાતી યુવાનો પણ ઝૂમ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જય સરદાર ગ્રુપ દ્વારા કેનેડામાં આ ડાયરો યોજાયો હતો. કેનેડામાં પ્રથમવાર ડાયરો આયોજિત કરાતો. કીર્તિદાનને માણવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓની હાજરી જોવા મળી હતી.

આ પણ વાંચો :-

મેચ બાદ ઈશાન કિશને ઊતારી વિરાટની નકલ, કિંગ કોહલીએ પણ આપ્યો જોરદાર જવાબ ; વિડિયો વાયરલ

0
  • મેચ બાદ વિરાટ કોહલી સાથે ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડયા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા ઉભા હતા. ત્યારે ઈશાને વિરાટના વોકની નકલ કરી જેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે. શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ૧૦ વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ પછી ખેલાડીઓ મેદન પર મસ્તી કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી ફરી એક વાર તેની જાણીતી સ્ટાઈલમાં મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે.

કોહલી ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી સાથે મસ્તી કરી રહ્યો હતો :

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે ૧૫ વર્ષથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. આ પછી પણ વિરાટ યુવા ખેલાડીઓ સાથે મસ્તી કરવાની કોઈ તક છોડતો નથી. એક-બે વર્ષ પહેલા ડેબ્યૂ કરનાર યુવા ખેલાડીઓ પણ વિરાટ સાથે ખૂબ જ આરામદાયક છે. તેનું ઉદાહરણ એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ બાદ જોવા મળ્યું હતું.

ઈશાન કિશન એ વિરાટ કોહલીની નકલ કરી :

વાયરલ થયેલ એ વિડીયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી સાથે ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડયા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા ઉભા હતા. ત્યારબાદ ઈશાન વિરાટ કોહલીની નકલ કરવા લાગ્યો. તેણે વિરાટની જેમ ચાલવાનું શરૂ કર્યું.

આ દરમિયાન કોઈનું હસવાનું બંધ ન થયું. વિરાટે તેને પાછો બોલાવ્યો અને આ પછી વિરાટે પણ ઈશાનના વોકની નકલ કરી અને બધા હસવા લાગ્યા. આ પછી ઈશાન ફરી એકવાર વિરાટની જેમ થોડે દૂર ચાલ્યો ગયો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની બોન્ડિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે.

કોહલીએ વોટરબોય બનીને મહેફિલ લૂંટી હતી :

આ પહેલા વિરાટ કોહલીનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જ્યારે તે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં વોટરબોય બનતો જોવા મળ્યો હતો. કોહલી આ દરમિયાન એથ્લીટ જેમ દોડયો હતો. જે બાદ ખેલાડીઓ હસવા લાગ્યા હતા.

આ પણ વાંચો :-

Aadhaar Card Address Change : ઘરે બેઠા ઓનલાઈન આ રીતે બદલો આધાર કાર્ડમાં એડ્રેસ, જાણો સરળ રીત 

0
  • આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે. યુઝર્સ આધારના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપડેટ કરી શકે છે.

આધાર નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હેઠળ જારી કરવામાં આવે છે. બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે.

યુઝર્સ આધારના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપડેટ કરી શકે છે. જો તમે તમારી જન્મ તારીખ અપડેટ કરવા માંગો છો તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે. આધાર કાર્ડમાં નામ, સરનામું તમે સરળતાથી બદલી શકો છો.

જો તમે પણ તમારા આધારકાર્ડમાં સરનામું બદલવા માંગો છો તો હવે તમે ઘરે બેઠા તમારા આધારમાં સરનામું સરળતાથી બદલી શકશો. આ લેખમાં અમે તમને તમારા આધારમાં સરનામું કેવી રીતે બદલી શકો છો તેની માહિતી આપીશું.

જેમ તમે બધા જાણો છો આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી દસ્તાવેજ છે. આજના સમયમાં તેની જરૂર છે. UIDAIએ આધારમાં એડ્રેસ અપડેટ કરવા માટે ૩૨ પ્રકારના દસ્તાવેજોની યાદી બહાર પાડી છે.

આ દસ્તાવેજો દ્વારા આધારમાં સરનામું સરળતાથી બદલી શકાય છે. આ દસ્તાવેજો વિશેની માહિતી તમને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે આધારમાં એડ્રેસ બદલવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે પરંતુ આ ફેરફાર તેમના ઘરથી દૂર રહેતા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એડ્રેસ બદલવા સૌથી પહેલા તમારે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. આ પછી, તમારે અહીં ‘My Aadhaar’ પર જઈને ‘Update My Aadhaar’ પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવો પડશે. ત્યારબાદ મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો. પછી તમને એક નવી લિંક મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે તે વિકલ્પ પસંદ કરો, જેને તમે અપડેટ કરવા માંગો છો, ઉદાહરણ તરીકે, જો તમે સરનામું અપડેટ કરવા માંગો છો, તો પછી સરનામાં સાથેના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી, એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ જોડીને કેપ્ચા કોડ દાખલ કરો.

હવે ‘Send OTP‘ વિકલ્પ પર ક્લિક કરો. પછી છેલ્લે તમને ૫૦ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહે છે. તેને ભરી દો. આમ કરવાથી તમારું સરનામું તમારા આધાર કાર્ડ પર અપડેટ થઈ જશે.

આધારમાં સરનામું બદલવા માટે જરૂરી દસ્તાવેજો  :

આધાર કાર્ડ
પાન કાર્ડ
મતદાર આઈડી
રેશન કાર્ડ
ડ્રાઈવિંગ લાઈસન્સ
ફોટો એટીએમ કાર્ડ
ફોટો ક્રેડિટ કાર્ડ
ખેડૂત ફોટો પાસબુક
પેન્શન ફોટો કાર્ડ
દિવ્યાંગ આઈડી પ્રૂફ

આ પણ વાંચો :-

૧૯૭૦ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચ્યું

0

નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચી. હાલ નર્મદા નદીનું જળસ્તર ૪૧.૬૦ ફુટ. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની ૧૦ ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે.

નર્મદામાં NDRFની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર ૪૧.૬૦ ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.

ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર,  વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ ૧૯૭૦ બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે.

અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો :-

 

ગણેશ ચતુર્થીના દિવસે રાશિ પ્રમાણે કરો આ ખાસ ઉપાય, મળશે ચમત્કારી લાભ, વિધ્ન દૂર થશે

  • ગણેશ ચતુર્થીનું પર્વ આંગણે ટકોરો મારી રહ્યું છે. ત્યારે આ દિવસોમાં અમુક નિયમનું પાલન કરીને દુંદાળા દેવની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે.

ગણેશ ચતુર્થી આ વખતે ૧૯ સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે. ૧૦ દિવસ સુધી ચાલતા આ તહેવારનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ મહત્વ છે. ભગવાન વિઘ્નહર્તા ગણેશની પૂજા આ દિવસમાં વિશેષ મહત્વ ધરાવે છે. ગણેશ ભગવાનની સ્થાપના કર્યા બાદ આ તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે.

આ ૧૦ દિવસમાં બાપ્પાને અનેક પ્રકારના વ્યંજનોનો ભોગ ધરવામાં આવે છે. ત્યારે અમુક નિયમનું પાલન કરી ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનમાં તેનું હકારાત્મક પરિણામ મળે છે. જાણો રાશિ પ્રમાણે ઉપાય !

મેષ :

મેષ રાશિના જાતકોએ ગણેશજીની પૂજામાં ગોળનો ભોગ ધારવો જોઈએ. જયારે વૃષભ રાશિના જાતકએ બપ્પાને મીસરી અર્પિત કરવી જોઈએ. મિથુન રાશિના જાતકોએ મગની દાળ અથવા મગના લાડુ જરૂરિયાતમન્દ લોકોને દાન કરવા જોઈએ. તો કર્ક રાશિના જાતકોએ ૧૧ મોદક ગણપતિજીને ભોગ લગાવી ૧૧ કન્યાઓને આપવાએ શાસ્ત્રમાં ખુબ જ શુભ માનવામાં આવે છે.

સિંહ :

સિંહ રાશિના જાતકો કિશમિશ નાખેલી ખીર ગણપતિજીને ૧૦ દિવસ ભોગ ધરવી જોઈએ તો કન્યા રાશિના જાતકો આ દિવસે ગણેશજીની બાળ સ્વરૂપની પૂજા કરીને સૂકા મેવાનો ભોગ ધરવો ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તુલા રાશિના લોકોએ ગણેશજીને ૫ નારિયેળ ચઢાવવા અને ઘીનો દીવો કરવો તથા વૃશ્ચિક રાશિના લોકોએ શ્વેતર્ક ગણેશજીણી પૂજા કરવી જોઈએ અને તેલ ચઢાવવું જોઈએ.

ધન રાશિના જાતકોએ આ ૧૦ દિવસ ૐ ગં ગણપતેય નમઃ મંત્રનો જાપ શ્રદ્ધા પૂર્વક કરવો જોઈએ. તો મકરાણી રાશિના જાતકોએ એલચી, લવિંગની સાથે પીળા રંગના ફૂલ ગણપતિને અર્પિત કરવા જોઈએ. તો કુંભ રાશિના જાતકોએ મંદિરમાં દાન આપવાની સાથે સાથે ગણપતિની આરતી કરવી જોઈએ. અને છેલ્લે મિનિટ રાશિના જાતકોએ હરિદ્રા ગણેશની પૂજા મઢ અને કેસરથી કરવી જોઈએ.

આ પણ વાંચો :-

ઉકાઈ ડેમનું રૌદ્ર સ્વરૂપ જોઈને થથરી જશો, તાપી અને સુરતના લોકોને સાવચેત કરાયા

0
  • હાલ ડેમની સપાટી ૩૪૧ ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના ૨૨ દરવાજા પૈકી ૧૫ દરવાજા ૭ ફૂટ ખોલી ૧,૯૭,૦૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

હવામાન ખાતાની આગાહી વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલો પ્રેસરને કારણે મહારાષ્ટ્રમાં પડેલા અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ હથનુર અને પ્રકાશના ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાવવા પામી હતી. ઉકાઈ ડેમમાં ગતરોજથી જ લાખો ક્યુસેક પાણી આવવાની સાથે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હતી.

હાલ ઉકાઈ ડેમમાં ૩ લાખ ૮૫ હજાર જેટલું પાણી આવી રહ્યું છે જેને પગલે ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ છે. હાલ ડેમની સપાટી ૩૪૧ ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમના ૨૨ દરવાજા પૈકી ૧૫ દરવાજા ૭ ફૂટ ખોલી ૧,૯૭,૦૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

જેને લઈને તાપી જિલ્લા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારેના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકને ધ્યાને રાખીને ડેમના સત્તાધીશો દ્વારા આવનારા સમયમાં પણ ગેટ ઓપરેશનની કાર્યવાહી ચાલુ રાખશે.

આ પણ વાંચો :-

 

વડાપ્રધાન મોદીનો ફોન : રુદ્રા નામનો ખાસ ફોન વાપરે છે ભારતના પ્રધાનમંત્રી, જોરદાર છે સેફ્ટી ફીચર્સ, ટ્રેસ કે હેક કરવું છે અશક્ય

0
  • શું તમે જાણો છો કે પ્રધાનમંત્રી મોદી કયો ફોન વાપરે છે અને આ સ્પેશિયલ ડિવાઈઝ કોણે તૈયાર કર્યો છે? જાણો તેમના યૂનિક ફોનની તમામ ડિટેલ્સ.

પીએમ મોદી એવો ફોન યૂઝ કરે છે જેને કોઈ ટ્રેસ કે હેક નથી કરી શકતું. સુપર્બ સિક્યોરિટી અને ઉત્તમ ફેસિલીટીવાળા આ ફોનને કોણે તૈયાર કર્યું ? આ ફોનનાં ફિચર્સ તેમજ ટેકનોલોજી જાણીને તમે પણ ચોંકી જશો.

આ ફોનનો ઉપયોગ કરે છે PM મોદી :

મીડિયા અહેવાલ અનુસાર પીએમ નરેન્દ્ર મોદી વાતચીત માટે સેટેલાઈટ કે RAX(રેસ્ટ્રિક્ટેડ એરિયા એક્સચેન્જ) ફોનનો ઉપયોગ કરે છે. રિપોર્ટ અનુસાર આ ફોનને પીએમ મોદીની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ફોન એન્ક્રિપ્ટેડ છે જેમાં એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીનો ફોન હેક કરવું અશક્ય :

પ્રધાનમંત્રીનાં આ ફોનને હેક કે ટ્રેસ કરવું શક્ય નથી. કારણકે આ ફોન મિલિટ્રી ફ્રીક્વેંસી બેન્ડ પર કામ કરે છે.

ફોનનું નામ :

અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ફોનનો ઉપયોગ કરે છે તેનું નામ ‘રૂદ્રા‘ છે અને આ ફોનને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોરમેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ખાસ ઓપરેટિંગ સિસ્ટમ :

આ એક એન્ડ્રોઈડ ફોન છે પરંતુ તેમાં એક સ્પેશિયલ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગમાં લેવાઈ છે. આ ડિવાઈઝમાં સેફ્ટીનાં અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સાયબર અટેકથી બચવા માટે રૂદ્રા ફોનમાં ઈનબિલ્ટ સિક્યોરિટી ચિપ લગાડવામાં આવી છે.

કોણ રાખે છે દેખરેખ?

નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોરમેશન ટેકનોલોજી વિભાગ જેવી એજન્સીઓ સતત તેમના ફોનની દેખરેખ કરે છે.

આ પણ વાંચો :-

૧૮ સપ્ટેમ્બર / મનોકામનાની પૂર્તિ માટે આજે સૌથી ઉત્તમ સમય, કયા જાતકોને આ રાશિ ભવિષ્ય લાગુ પડશે, જાણો કોને ફાયદો, કોને નુકસાન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરીયાત વર્ગને શાંતિ જણાશે. કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે.  વિવાદિત કાર્યોથી દૂર રહેવું. તબિયત બાબતે કાળજી રાખવી.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે. દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે. કામકાજમાં ઓછો સહયોગ મળશે. ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું.

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે. સહકર્મચારીઓનો સહયોગ મળશે. પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી. નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પદ અને પરિવારને સરખું મહત્વ આપો.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના નવા સાધનો મળશે. સમસ્યાઓમાં સમાધાન મળશે. વિરોધીઓથી પરેશાની વધશે. કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં.

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધર્મકાર્ય માટે બહાર જવું પડે. સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે. આજે ઉત્તમ આનંદ મેળવી શકશો. ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.

તુલા  (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં અનુકૂળતા જણાશે. તબિયત બાબતે કાળજી રાખવી. કામ વધારે છત્તાં આનંદ જણાશે. મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાયેલા કાર્યો પૂરાં થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે. ધંધામાં મહેનત વધારે કરવી પડશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા-સંબંધીઓમાં તણાવ જણાશે. પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું.

મકર  (ખ.જ.) 
આ રાશિનાં  જાતકો માટે આજનો દિવસ વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે. થોડી બેચેની અને કામની ચિંતા રહેશે. અગત્યના નિર્ણયો સાચવીને કરવા. કામકાજમાં સંભાળીને કરવું.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  કામમાં નવા અવસરો મળશે. સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે. ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે.

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે. વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ જણાશે.

આ પણ વાંચો :-

૧૭ સપ્ટેમ્બર / ચંચળતા ઉપર કાબૂ રાખજો, અકારણ ચિંતા મગજ પકવશે, આ રાશિના જાતકોને રવિવાર દિ’ કાઢવો મુશ્કેલ પડશે, જુઓ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે. અગત્યના કામકાજમાં સાવધાની રાખવી. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક-જાવક સમાંતર રહેશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લાભ થશે. પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે. સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો. વ્યવસાયમાં સારો લાભ થશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય બનશે. ધંધાને લગતા કામમાં લાભ થશે. વડીલો તરફથી આશીર્વાદ મળશે. ધંધામાં નવી તકો મળશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં લાભ થશે. માનસિક ઉદ્વેગ અનુભવશો. સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાધારણ કામનું બંધન રહેશે. આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે. અકારણ ચિંતા નુકસાન કરાવશે. પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો. ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે. નવા રોકાણમાં લાભ જણાશે. દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  આવકની નવી તકો પ્રાપ્ત થશે. શાસન સત્તાનો સહયોગ મળશે. માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો. ભાગીદારીવાળા કામમાં સાચવવું.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજો દિવસ  આર્થિક બાબતોમાં સારો લાભ થશે. વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું. અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી. આપના કામમાં યશ મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે. પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે. વ્યવસાયિક બાબતોમાં લાભ થશે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે. કામના સ્થળે આનંદ મળશે. ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે. જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારો લાભ કરાવશે. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે. તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું. પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે. પરિવારનો સારો સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે. વિરોધીઓથી સાવધાની રાખવી.

આ પણ વાંચો :-