ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, વોશિંગ્ટન સુંદરને કોલંબો બોલાવાયો !

Share this story
  • એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ મેચ રવિવારે કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ પહેલા ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. એક રિપોર્ટ મુજબ અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે અને ફાઈનલમાંથી બહાર થઈ શકે છે.

એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ મેચ રવિવારે કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ પહેલા ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. એક રિપોર્ટ મુજબ અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે અને ફાઈનલમાંથી બહાર થઈ શકે છે. ભારતને તાજેતરમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં અક્ષરે ૪૨ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અક્ષરની ગેરહાજરીમાં વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી શકે છે.

મેચ દરમિયાન બેટિંગ કરતા સમયે બે વખતે અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બેટિંગ દરમિયાન આગળ આવીને શોટ મારવા જતા બોલ મિસ થઈ ગયો. ઉતાવળમાં પાછા જતા અક્ષર પટેલને ટચલી આંગળી પર ઈજા પહોંચી હતી. આ બાદ બાંગ્લાદેશના ખેલાડીએ થ્રો કરેલો બોલ પણ અક્ષર પટેલના હાથ પર વાગ્યો હતો. બંને વખતે મેદાન પર ફિઝિયોને બોલાવવામાં આવ્યા હતા.

એશિયા કપ ૨૦૨૩ની છેલ્લી સુપર ફોર મેચમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ મેચ દ્વારા તેની બેન્ચ સ્ટ્રેન્થની કસોટી કરી હતી. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો.

તેની ગેરહાજરીમાં તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય ટીમ આ મેચ જીતી શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ૨૬૫ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ખેલાડીઓ માત્ર ૨૫૯ રન જ બનાવી શક્યા હતા.

અક્ષરના કારણે ટીમ ઈન્ડિયા વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે. સુંદર એશિયન ગેમ્સ ૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે અને હાલમાં બેંગ્લોરમાં છે. સુંદરને કોલંબોમાં બોલાવી શકાય છે. તેણે ભારત માટે અત્યાર સુધી રમાયેલી ૧૬ ODI મેચોમાં ૧૬ વિકેટ લીધી છે અને ૨૩૩ રન બનાવ્યા છે. સુંદરે ૪ ટેસ્ટ મેચ પણ રમી છે.

આ પણ વાંચો :-