- સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો. ડેમની સપાટી ૧૩૫.૪૨ મીટરે પહોંચી. સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા. નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામને સાવચેત રહેવા સુચના.
મધ્યપ્રદેશમાં વરસાદ વધુ પડતા ગુજરાતમાં નર્મદા નદી તોફાની બની છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી ગાંડીતૂર બની છે. મધ્ય પ્રદેશના ઈન્દીરા સાગર ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર સુધી ખોલી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમના ૫ દરવાજા ખોલવામાં આવ્યા. હાલ પાંચ દરવાજા ૨ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ પછી હવે તબક્કાવાર ૧૦ દરવાજા ખોલવામાં આવશે.
મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર ખોલતા નર્મદા નદીનું પાણી તોફાની બનીને વહી રહ્યું છે. મધ્યપ્રદેશના પ્રખ્યાત મહેશ્વર ગામના બસ સ્ટેશન સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. સવારે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૫.૪૨ મીટરે નોંધાઈ છે. નદીની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. હાલ નર્મદા નદીના પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.
ઈન્દિરાસાગર ડેમના ૧૨ ગેટ ૧૦ મીટર ખોલાયા અને પાવરહાઉસના ૮ યુનિટમાંથી કુલ ૯.૮૯ લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે. ત્યારે પાણીની આવક વધતા સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે.
સરદાર સરોવર ડેમના ૫ દરવાજા ખોલવામાં આવ્યા. હાલ પાંચ દરવાજા ૨ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ પછી હવે તબક્કાવાર ૧૦ દરવાજા ખોલવામાં આવશે. શરૂઆતમાં ૧.૪૫ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. જેથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. હાલ ડેમમાં પાણીની આવક ૧,૬૬,૩૭૧ ક્યૂસેક છે.
આ પણ વાંચો :-