ઓ માય ગોડ ! ફ્લાઈટમાં આવતો ચોર : કરોડોની કિંમતની ગાડીઓની કોમ્પ્યુટરથી ચોરી, હાઈટેક ગેંગનો પર્દાફાશ

Share this story
  • ગુજરાતની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૫૦૦ કરતા વધારે લક્ઝરી ગાડીઓની ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગના બે લોકોની ધરપકડ કરવાની સાથે જ ૧૦ ગાડીઓને જપ્ત કરી છે.

ગુજરાતની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૫૦૦ કરતા વધારે લક્ઝરી ગાડીઓની ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગના બે લોકોની ધરપકડ કરવાની સાથે જ ૧૦ ગાડીઓને જપ્ત કરી છે. આરોપીઓની ઓળખ મેરઠના રહેવાસી અશરફ સુલ્તાન અને રાંચીના રહેનારા ઈરફાન ઉર્ફે પિંટુ તરીકે થઇ છે.

પોલીસના અનુસાર આરોપીઓએ દિલ્હી, રાજસ્થાન, બંગાળ જેવા રાજ્યોના રહેવાસી લોકોની સાથે મળીને ગેંગ બનાવી. આ ગેંગ જરૂરિયાત અનુસાર લક્ઝરી ગાડીઓની ચોરી કરતો હતો. આ લોકો ગાડીઓની સિક્યોરિટી કોડ લેપટોપથી ડિકોડ કરતા હતા પછી ચોરી કર્યા બાદ એન્જિન અને ચેચિસ નંબર બદલી દેતા હતા અને ગાડીને વેચી દેતા હતા.

ગેંગના સભ્યો આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોની RTO ની મદદથી ચોરી કરાયેલી ગાડીઓનું NOC લઈને પાસિંગ કરાવતા હતા. આરોપી પિંટૂ સ્ક્રેપનો ધંધો કરતો હતો. તે હવાઈ જહાજથી અન્ય રાજ્યમાં જઇને ચોરી કરાયેલી ગાડીઓની ડીલ કરતો હતો. ત્યાર બાદ અશરફ ગાડી બીજા રાજ્ય સુધી પહોંચાડતો હતો. હવાઈ મુસાફરી અને અન્ય રાજ્યમાં રોકાવા સુધીનો તમામ ખર્ચ ગાડીઓ ખરીદનાર વ્યક્તિ પાસેથી વસુલવામાં આવતો હતો.

ગેંગ છેલ્લા ૫ વર્ષોથી કરી રહી હતી ગાડીઓની ચોરી :

અમદાવાદ ક્રાઈમબ્રાંચના ડીસીપી ચૈતન્ય મંડલિકે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપી અને તેની ગેંગ ગત્ત ૫ વર્ષથી ગાડીઓની ચોરી કરી રહ્યો હતો. આ ગેંગ અત્યાર સુધી ૫૦૦ કરતા વધારે ગાડીઓ ચોરી કરી ચુક્યો છે. જપ્ત કરાયેલી ૯ ગાડીઓ દિલ્હી અને એક યુપીમાં રજિસ્ટર હતી. આ ગાડિઓના માલિકોએ એફઆઈઆર પણ દાખલ કરાવી હતી.

દિલ્હી પોલીસને સોંપાશે બંન્ને આરોપી :

ગેંગ જરૂરિયાત અનુસાર ગ્રાહકો સુધી ગાડીની તસ્વીરો વ્હોટ્સએપ કરતો હતો. એડવાન્સ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી. ક્રાઈમબ્રાંચને અન્ય ચોરી થયેલી ગાડીઓ અંગે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

જે પૈકી કેટલીક ગાડીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પહોંચી ગઈ. હવે આગળની તપાસ માટે બંન્ને આરોપીઓને અમદાવાદ ક્રાઈમબ્રાંચ દિલ્હી પોલીસને સોંપશે. આગામી દિવસોમાં દિલ્હી પોલીસની તપાસમાં અન્ય ચોરી થયેલી ગાડીઓ અને રાજ્યોના આરટીઓની મિલીભગતના ખુલાસા થવાના આસાર જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-