૨૧૦માં ૬૦,૦૦૦નું પેન્શન ! ઘડપણમાં છોકરા સામું ન જોવે ત્યારે ‘જીવાડી જશે’ આ સરકારી યોજના

Share this story
  • ઘડપણ નિરાંતે ગાળવા માટે કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના ખૂબ કારગર છે અને તેમાં રોકાણ દ્વારા તમને એકસામટી મોટી રકમ મળી જાય છે.

શરીર નબળું હોવાથી કંઈ કામ પણ થઈ શકતું નથી આવી સ્થિતિમાં કોણ પૈસા આપે? તેથી જવાનીમાં બચત કરી લેવી ખૂબ હિતાવહ છે જેથી જવાનીની બચત ઘડપણમાં કામ આવે પછી ભલેને છોકરા સામું પણ ન જોવે પરંતુ બચતના પૈસાથી જીવનનું ગાડું ચાલ્યું જાય છે. ઘડપણમાં કામ લાગતી સરકારની આવી જ એક યોજના છે જેનું નામ અટલ પેન્શન યોજના છે. તમે ૪૨ વર્ષ સુધી દર મહિને ૨૧૦ રૂપિયાનું રોકાણ અથવા બે દાયકા સુધી દર મહિને ૧૪૫૪ રુપિયાનું રોકાણ કરી શકો છો.

અટલ પેન્શન યોજના (એપીવાય) સરકાર દ્વારા સંચાલિત યોજના છે. જે મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક વ્યક્તિ ૧૮ થી ૪૯ વર્ષની વય વચ્ચે પેન્શન યોજનામાં રોકાણ શરૂ કરી શકે છે, જેનાથી તે વ્યક્તિના યોગદાન અને ઉંમરના આધારે ૧૦૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીની નિશ્ચિત ન્યૂનતમ માસિક પેન્શન મેળવી શકે છે.

એપીવાય ભારતના તમામ નાગરિકો માટે ખુલ્લું છે. એટલે કે જો ગ્રાહકો દર મહિને ૨૧૦ રૂપિયાનું રોકાણ કરે છે તો તેમને કુલ ૬૦ હજાર રૂપિયા મળશે. તેઓએ ફક્ત બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવાનું છે.

અટલ પેન્શન યોજનામાં કોણ કરી શકે છે રોકાણ ?

અસંગઠિત ક્ષેત્રના તમામ નાગરિકો આ યોજનામાં રોકાણ કરી શકે છે. અટલ પેન્શન યોજના એવા લોકો માટે સારું છે જેઓ ઓછી આવક જૂથના છે અથવા એવા વ્યક્તિઓ કે જેમની પાસે કોઈ નિશ્ચિત રોજગાર નથી. અટલ પેન્શન યોજના હેઠળ દર મહિને ૫૦૦૦ રૂપિયા મેળવો. જો કોઈ વ્યક્તિ ૧૮ વર્ષની ઉંમરે મહિને ૨૧૦ રુપિયાનું રોકાણ શરુ કરે તો તે કુલ ૧,૦૫,૮૪૦ રુપિયાનું રોકાણ કરે છે. આ રીતે તે ૪૦ વર્ષની ઉંમરમાં ૧૪૫૪ રુપિયાનું રોકાણ કરે તો તે ૩,૪૮,૯૬૦ રુપિયાનું રોકાણ કરે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દે છે તો તે ૨,૪૩,૧૨૦ રૂપિયાની બચત કરી શકશે.

આ પણ વાંચો :-