ગણતરીની મિનિટોમાં તબાહ થઈ ગયું શહેર, ૨૦ હજાર લોકોના મોત : લિબિયામાં ભયંકર આફત

Share this story
  • લીબિયામાં સુનામીના કારણે ૨૦ હજારથી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ વચ્ચે અથોરિટીઝનું કહેવું છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પણ નથી મળી રહ્યા.

લીબિયામાં સુમુદ્રમાં આવેલી સુનામીના કારણે ૨૦ હજારથી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ વચ્ચે ઓથોરિટીઝનું કહેવું છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવે. લીબિયાના આધુનિક ઈતિહાસની આ સૌથી મોટી સુનામી છે. જેમાં મૃત્યુ પામેલ લોકોના મૃતદેહ પણ નથી મળી રહ્યા.

બચાવ અભિયાનમાં શામેલ લોકોનું કહેવું છે કે સુનામી આવવાના કારણે શહેરમાં પાણી ઘુસી આવ્યું હતું અને તેના પાણીની સાથે ઘણા લોકો પણ વહી ગયા. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમાં મોટાભાગના લોકોના મોત થઈ ગયા છે. પરંતુ મૃતદેહની શોઘ કરવી મુશ્કેલ થઈ રહી છે. લીબિયાના ડેરના શહેરનો લગભગ અડઘો ભાગ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો છે.

૨૦ હજાર સુધી પહોંચી ગયો છે મૃત્યુ પામનાર લોકોનો આંકડો :

ડેરના શહેરના મેયર અબ્દુલમેનામ અલ-ઘાઈઠીએ કહ્યું છે કે શહેરમાં મૃત્યુ પામનાર લોકોના આંકડા ૧૮થી ૨૦ હજાર સુધી પહોંચી ગયા છે. આટલું જ નહીં તેમણે કહ્યું છે કે હવે મોટી બીક એ વાતની છે કે મહામારી ફેલાઈ શકે છે. પાણીમાં મૃતદેહ સડી રહ્યા છે અને રસ્તા પર પાણીની સાથે ગંદકી વહી રહી છે. તેના કારણે બીમારીઓનો ખતરો વધી રહ્યો છે.

આ વચ્ચે વિશ્વ હવામાન સંગઠનનું કહેવું છે કે લીબિયામાં આટલી બધી મોતને ટાળી શકાત. સંગઠનનું કહેવું છે કે લીબિયા ગયા એક દસકથી ગૃહ યુદ્ધની માર સહન કરી રહ્યું છે અને દેશમાં બે અલગ અલગ સરકારોનું શાસન ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે લીબિયામાં હવામાન વિભાગ જ સક્રિય નથી.

આ પણ વાંચો :-