શું સંજય દત્ત અને અરશદ વારસી ‘મુન્નાભાઈ ૩’ નું શૂટિંગ શરૂ કર્યું ? રાજકુમાર હિરાની સેટ પર સાથે જોવા મળ્યા

Share this story
  • સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંજય દત્ત મુન્નાભાઈ અને અરશદ વારસી સર્કિટના ગેટઅપમાં ફિલ્મના સેટ પર જોવા મળ્યા હતા.

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS‘એ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને અરશદ વારસીએ મુન્નાભાઈ અને સર્કિટની ભૂમિકામાં પોતાની કોમેડી સ્ટાઈલથી લોકોને ઘણા હસાવ્યા હતા.

મુન્નાભાઈ MBBS‘ એક બ્લોકબસ્ટર કોમેડી-ડ્રામા ફિલ્મ હતી અને હાલ ફેન્સ આ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

વાત એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંજય દત્ત મુન્નાભાઈ અને અરશદ વારસી સર્કિટના ગેટઅપમાં ફિલ્મના સેટ પર જોવા મળ્યા હતા. એટલું જ નહીં રાજકુમાર હિરાની પણ આ બંને સાથે જોવા મળી રહ્યા છે.

આ વાયરલ થયેલ વીડિયોમાં સંજય દત્ત મુન્નાભાઈના ગેટઅપમાં રાજકુમાર હિરાની સાથે હોસ્પિટલના સેટ પર એન્ટ્રી કરતા જોઈ શકાય છે. અરશદ વારસી પણ તેની પાછળથી સર્કિટ લુકમાં આવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સંજય દત્ત અને અરશદ વારસી એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.

તે હસીને કહે છે કે અમે પાછા આવી ગયા છીએ. આ વીડિયો જોઈને એવું માનવામાં આવે છે કે કદાચ ફિલ્મ ‘મુન્નાભાઈ ૩‘ બની રહી છે. જેના શૂટિંગનો આ વીડિયો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ પણ ઘણા ખુશ થયા છે.

ઉલ્લેખનીય છે કે ‘મુન્નાભાઈ MBBS’ વર્ષ ૨૦૦૩માં રિલીઝ થઈ હતી. વર્ષ ૨૦૦૬માં ફિલ્મ ‘મુન્નાભાઈ‘ની સિક્વલ રિલીઝ થઈ હતી. જે બાદ હવે ફેન્સ ‘મુન્નાભાઈ ૩’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :-