ખોડિયાર માતાજીનું અપમાન કરીને રૂમમાં પૂરાઈ જનારા સ્વામિનારાયણ સંતે હવે હાથ જોડીને શું કહ્યું ?

Share this story
  • સાળંગપુરમાં ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત થયો હતો ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંતે ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી આપવા વિવાદ થયો હતો. જે બાદ તેઓ રૂમમાં પૂરાઈ ગયા હતા.

સાળંગપુરમાં ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત થયો હતો ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંતે ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી આપવા વિવાદ થયો હતો. જે બાદ તેઓ રૂમમાં પૂરાઈ ગયા હતા. હવે માતાજી વિશે બફાટ કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ભારે વિરોધ થતા માફી માગી છે અને કહ્યું છે કે, મારો ઉદ્દેશ્ય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો નહોતો.

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે,”શ્રી ખોડીયાર માતાજી અને તેમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા ખોડીયાર માતાજીનાં મંદિરો અને સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો.

છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે, હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું અને ફરી વખત આનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપું છું.”

આ પહેલા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાયછે. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નીચોવ્યું હતું. જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે.

મહારાજ રંગોત્સવમાં ખેતરમાં નાહવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું આ કોણ છે ત્યારે તેમણે કહેલું આ અમારા કુળદેવી છે. ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવીને માતાજી ઉપર છાંટ્યા હતા અને કહ્યું કે તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીના નિવેદનો ખૂબ ચર્ચામાં રહ્યા છે. પહેલા સંતો પર અને પછી ખોડિયાર માતા પર કરવામાં આવેલી ટીપ્પણીઓથી ઘણા લોકો ગુસ્સે થયા હતા અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી બ્રહ્મ સ્વરૂપ સ્વામી પોતાના રૂમમાં બંધ હતા અને ભક્તો, સંતો અને તેઓ ખાસ કરીને મીડિયાથી દુર રહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે આજે તેમનું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો :-