વર્ષ ૨૦૨૩ રહેશે શાહરુખ ખાનના નામે, જાહેર કરી ડંકી ફિલ્મની રિલીઝ ડેટ, જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ

Share this story
  • જવાન ફિલ્મની સફળતાને લઈને શુક્રવારે શાહરુખ ખાને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. સાથે જ તેને એક ઈવેન્ટ હોસ્ટ કરી હતી. જેના માધ્યમથી શાહરુખ ખાનના ફેન્સને વધુ એક સરપ્રાઈઝ મળી છે.

બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન હાલ તેની ફિલ્મ જવાનની સફળતાને માણે છે. જવાન ફિલ્મ કમાણીની બાબતમાં રોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. જવાન ફિલ્મની સફળતાને લઈને શુક્રવારે શાહરુખ ખાને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. સાથે જ તેને એક ઈવેન્ટ હોસ્ટ કરી હતી.

જેના માધ્યમથી શાહરુખ ખાનના ફેન્સને વધુ એક સરપ્રાઈઝ મળી છે. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મ ડંકી ની રિલીઝ ડેટ અનાઉન્સ કરી હતી. એટલે કે વર્ષ ૨૦૨૩ માં શાહરુખ ખાનની ત્રીજી ફિલ્મ પણ રિલીઝ થવાની છે.

શાહરુખ ખાનના જણાવ્યા અનુસાર ડંકી ફિલ્મ ક્રિસમસ ૨૦૨૩ પર રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી ડંકી ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ કરી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે તાપસી પન્નૂ જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ પર સિનેમાઘરોમાં રિલીઝ થાય તેની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

આ અનાઉન્સમેન્ટ સાથે શાહરુખ ખાન એકમાત્ર એવો સ્ટાર બની ગયો છે જેની બ્લોકબસ્ટર ફિલ્મો એક વર્ષમાં રિલીઝ થઈ હોય. વર્ષની શરૂઆતમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ હતી.. જેને પણ જોરદાર સફળતા મેળવી અને કમાણી કરી છે. ત્યાર પછી જન્માષ્ટમી પર જવાન ફિલ્મ રિલીઝ થઈ હતી. જે પણ બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. અને હવે વર્ષના અંતે એટલે કે ક્રિસ્મસ પર ડંકી ફિલ્મ રિલીઝ થશે. ટૂંકમાં કહીએ તો વર્ષ ૨૦૨૩માં બોક્સ ઓફિસ પર શાહરુખ ખાનનો દબદબો રહેવાનો છે.

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન તો રેકોર્ડ બ્રેક કમાણી કરી ચૂકી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ડંકી ફિલ્મ બોક્સ ઓફિસ અને શાહરુખ ખાનના ચાહકોની અપેક્ષા પર કેટલી ખરી ઉતરે છે. કારણ કે પઠાણ અને જવાન બાદ ચાહકોની અપેક્ષા પણ શાહરુખ ખાન પાસેથી વધી ગઈ છે.

આ પણ વાંચો :-