Home Blog Page 956

વર્ષ ૨૦૨૩ રહેશે શાહરુખ ખાનના નામે, જાહેર કરી ડંકી ફિલ્મની રિલીઝ ડેટ, જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ

  • જવાન ફિલ્મની સફળતાને લઈને શુક્રવારે શાહરુખ ખાને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. સાથે જ તેને એક ઈવેન્ટ હોસ્ટ કરી હતી. જેના માધ્યમથી શાહરુખ ખાનના ફેન્સને વધુ એક સરપ્રાઈઝ મળી છે.

બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન હાલ તેની ફિલ્મ જવાનની સફળતાને માણે છે. જવાન ફિલ્મ કમાણીની બાબતમાં રોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. જવાન ફિલ્મની સફળતાને લઈને શુક્રવારે શાહરુખ ખાને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. સાથે જ તેને એક ઈવેન્ટ હોસ્ટ કરી હતી.

જેના માધ્યમથી શાહરુખ ખાનના ફેન્સને વધુ એક સરપ્રાઈઝ મળી છે. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મ ડંકી ની રિલીઝ ડેટ અનાઉન્સ કરી હતી. એટલે કે વર્ષ ૨૦૨૩ માં શાહરુખ ખાનની ત્રીજી ફિલ્મ પણ રિલીઝ થવાની છે.

શાહરુખ ખાનના જણાવ્યા અનુસાર ડંકી ફિલ્મ ક્રિસમસ ૨૦૨૩ પર રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી ડંકી ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ કરી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે તાપસી પન્નૂ જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ પર સિનેમાઘરોમાં રિલીઝ થાય તેની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

આ અનાઉન્સમેન્ટ સાથે શાહરુખ ખાન એકમાત્ર એવો સ્ટાર બની ગયો છે જેની બ્લોકબસ્ટર ફિલ્મો એક વર્ષમાં રિલીઝ થઈ હોય. વર્ષની શરૂઆતમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ હતી.. જેને પણ જોરદાર સફળતા મેળવી અને કમાણી કરી છે. ત્યાર પછી જન્માષ્ટમી પર જવાન ફિલ્મ રિલીઝ થઈ હતી. જે પણ બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. અને હવે વર્ષના અંતે એટલે કે ક્રિસ્મસ પર ડંકી ફિલ્મ રિલીઝ થશે. ટૂંકમાં કહીએ તો વર્ષ ૨૦૨૩માં બોક્સ ઓફિસ પર શાહરુખ ખાનનો દબદબો રહેવાનો છે.

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન તો રેકોર્ડ બ્રેક કમાણી કરી ચૂકી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ડંકી ફિલ્મ બોક્સ ઓફિસ અને શાહરુખ ખાનના ચાહકોની અપેક્ષા પર કેટલી ખરી ઉતરે છે. કારણ કે પઠાણ અને જવાન બાદ ચાહકોની અપેક્ષા પણ શાહરુખ ખાન પાસેથી વધી ગઈ છે.

આ પણ વાંચો :-

ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, વોશિંગ્ટન સુંદરને કોલંબો બોલાવાયો !

0
  • એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ મેચ રવિવારે કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ પહેલા ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. એક રિપોર્ટ મુજબ અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે અને ફાઈનલમાંથી બહાર થઈ શકે છે.

એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ મેચ રવિવારે કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ પહેલા ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. એક રિપોર્ટ મુજબ અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે અને ફાઈનલમાંથી બહાર થઈ શકે છે. ભારતને તાજેતરમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં અક્ષરે ૪૨ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અક્ષરની ગેરહાજરીમાં વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી શકે છે.

મેચ દરમિયાન બેટિંગ કરતા સમયે બે વખતે અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બેટિંગ દરમિયાન આગળ આવીને શોટ મારવા જતા બોલ મિસ થઈ ગયો. ઉતાવળમાં પાછા જતા અક્ષર પટેલને ટચલી આંગળી પર ઈજા પહોંચી હતી. આ બાદ બાંગ્લાદેશના ખેલાડીએ થ્રો કરેલો બોલ પણ અક્ષર પટેલના હાથ પર વાગ્યો હતો. બંને વખતે મેદાન પર ફિઝિયોને બોલાવવામાં આવ્યા હતા.

એશિયા કપ ૨૦૨૩ની છેલ્લી સુપર ફોર મેચમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ મેચ દ્વારા તેની બેન્ચ સ્ટ્રેન્થની કસોટી કરી હતી. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો.

તેની ગેરહાજરીમાં તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય ટીમ આ મેચ જીતી શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ૨૬૫ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ખેલાડીઓ માત્ર ૨૫૯ રન જ બનાવી શક્યા હતા.

અક્ષરના કારણે ટીમ ઈન્ડિયા વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે. સુંદર એશિયન ગેમ્સ ૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે અને હાલમાં બેંગ્લોરમાં છે. સુંદરને કોલંબોમાં બોલાવી શકાય છે. તેણે ભારત માટે અત્યાર સુધી રમાયેલી ૧૬ ODI મેચોમાં ૧૬ વિકેટ લીધી છે અને ૨૩૩ રન બનાવ્યા છે. સુંદરે ૪ ટેસ્ટ મેચ પણ રમી છે.

આ પણ વાંચો :-

iPhone ૧૫ ખરીદવાની ઈચ્છા હોય તો ખાસ જાણી લેજો આ ટાઈમ : ભારતમાં શરૂ થઈ ગયું છે પ્રિ બુકિંગ, જાણો આખી પ્રોસેસ

0
  • iPhone 15 Pre Booking : ભારતમાં ૧૫ સપ્ટેમ્બર સાંજે ૫.૩૦ વાગ્યાથી iPhone 15, 15 plus 15 pro અને 15 pro maxની પ્રી બુકિંગ શરૂ થઈ ગઈ છે.

ભારતમાં ૧૫ સપ્ટેમ્બરે Apple iPhone ૧૫, iPhone ૧૫ Plus, iPhone ૧૫ Pro અને iPhone ૧૫ Pro Max માટે પ્રી-બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે દિલ્હી અને મુંબઈ વાળા સ્ટોર ઓપન થયા બાદ નવા iPhoneની આ પહેલી લોન્ચિંગ છે. એવામાં જે ગ્રાહક પોતાના ડિવાઈસ લેવા માટે સ્ટોર્સ પર જવા માંગે છે તે વેચાણના પહેલા દિવસ એટલે કે ૨૨ સપ્ટેમ્બરે લાંબી લાઈનની આશા રાખી રહ્યા છે.

iPhone 15 વેરિએન્ટની કિંમત :

  • iPhone 15 (128 GB) : ૭૯,૯૦૦ રૂપિયા
  • iPhone 15 (256 GB) : ૮૯,૯૦૦ રૂપિયા
  • iPhone 15 (512GB) : ૧,૦૯,૯૦૦ રૂપિયા
  • iPhone 15 Plus (128 GB): ૮૯,૯૦૦ રૂપિયા
  • iPhone 15 Plus (256 GB): ૯૯,૯૦૦ રૂપિયા
  • iPhone 15 Plus (512 GB): ૧,૧૯,૯૦૦ રૂપિયા

iPhone 15 Pro વેરિએન્ટની કિંમત :

  • iPhone 15 Pro (128 GB) : ૧,૩૪,૯૦૦ રૂપિયા
  • iPhone 15 Pro (256 GB) : ૧,૪૪,૯૦૦ રૂપિયા
  • iPhone 15 Pro (512GB) :  ૧,૬૪,૯૦૦ રૂપિયા
  • iPhone 15 Pro (1 TB) : ૧,૮૪,૯૦૦ રૂપિયા
  • iPhone 15 Pro Max (256 GB) : ૧,૫૯,૯૦૦ રૂપિયા
  • iPhone 15 Pro Max (512 GB) : ૧,૭૯,૯૦૦ રૂપિયા
  • iPhone 15 Pro Max (1 TB) : ૧,૯૯,૯૦૦ રૂપિયા

એપ્પલ iPhone 15 અને iPhone 15 plusને ગ્રાહક બ્લૂ, પિંક, યલો, ગ્રીન અને બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી શકશે. ત્યાંજ iPhone 15 Pro અને iPhone 15 Pro Max વેરિએન્ટને બ્લેક ટાઈટેનિયમ, વ્હાઈટ ટાઈટેનિયમ, બ્લૂ ટાઈટેનિયમ અને નેચરલ ટાઈટેનિયમ ફિશિનિંગ ઓપ્શન્સમાં ખરીદી શકશે.

Apple iPhone 15 Seriesની કેવી રીતે કરશો બુકિંગ ? 

  • પહેલા એપ્પલ ઈન્ડિયાની ઓફિશિયલ સાયટ પર જાઓ.
  • પછી તમારી પસંદનું વેરિએન્ટ સિલેક્ટ કરો.
  • પછી પસંદનો કલર અને સ્ટોરેજ ઓપ્શન સિલેક્ટ કરો.
  • જો તમે જુના ફોન એક્સચેન્જ કરવા માંગો છો તો ટ્રેડ-ઈનના ઓપ્શન પર જાઓ અને અમુક સવાલોના જવાબ આપો. અહીં તમે NO પણ સિલેક્ટ કરી શકો છો.
  • જો તમને એક્સીડેન્ટલ ડેમેજથી પ્રોટેક્શન જોઈએ છે તો AppleCare+ કવરેજ સિલેક્ટ કરો. અહીં પણ તમને NOનો ઓપ્શન મળશે.
  • ત્યાર બાદ પેમેન્ટ પેજમાં જવા માટે Continue પર ક્લિક કરો.
  • ત્યાર બાદ એપ્પલ દ્વારા પ્રી બુકિંગ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી તોફાની બની, સરદાર ડેમના ૫ દરવાજાથી પાણી છોડાયું

0
  • સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો. ડેમની સપાટી ૧૩૫.૪૨ મીટરે પહોંચી. સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા. નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામને સાવચેત રહેવા સુચના.

મધ્યપ્રદેશમાં વરસાદ વધુ પડતા ગુજરાતમાં નર્મદા નદી તોફાની બની છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી ગાંડીતૂર બની છે. મધ્ય પ્રદેશના ઈન્દીરા સાગર ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર સુધી ખોલી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમના ૫ દરવાજા ખોલવામાં આવ્યા. હાલ પાંચ દરવાજા ૨ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ પછી હવે તબક્કાવાર ૧૦ દરવાજા ખોલવામાં આવશે.

મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર ખોલતા નર્મદા નદીનું પાણી તોફાની બનીને વહી રહ્યું છે. મધ્યપ્રદેશના પ્રખ્યાત મહેશ્વર ગામના બસ સ્ટેશન સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. સવારે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૫.૪૨ મીટરે નોંધાઈ છે. નદીની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. હાલ નર્મદા નદીના પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.

ઈન્દિરાસાગર ડેમના ૧૨ ગેટ ૧૦ મીટર ખોલાયા અને પાવરહાઉસના ૮ યુનિટમાંથી કુલ ૯.૮૯ લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે. ત્યારે પાણીની આવક વધતા સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે.

સરદાર સરોવર ડેમના ૫ દરવાજા ખોલવામાં આવ્યા. હાલ પાંચ દરવાજા ૨ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ પછી હવે તબક્કાવાર ૧૦ દરવાજા ખોલવામાં આવશે. શરૂઆતમાં ૧.૪૫ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. જેથી નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. હાલ ડેમમાં પાણીની આવક ૧,૬૬,૩૭૧ ક્યૂસેક છે.

આ પણ વાંચો :-

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

0
  • આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ૧૭થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

છોટા ઉદેપુર, દાહોદ, સુરતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કાલે નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે ૧૬થી ૧૮ સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ બનતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.  આજે વહેલી સવારથી મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી મહીસાગર, છોટાઉદેપુર, તાપી, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સારા એવા વરસાદના કારણે ખેડૂતોના સુકાતા પાકને ફાયદો મળશે.  જો કે હજુ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે.

આ પણ વાંચો :-

ઓ માય ગોડ ! ફ્લાઈટમાં આવતો ચોર : કરોડોની કિંમતની ગાડીઓની કોમ્પ્યુટરથી ચોરી, હાઈટેક ગેંગનો પર્દાફાશ

0
  • ગુજરાતની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૫૦૦ કરતા વધારે લક્ઝરી ગાડીઓની ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગના બે લોકોની ધરપકડ કરવાની સાથે જ ૧૦ ગાડીઓને જપ્ત કરી છે.

ગુજરાતની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૫૦૦ કરતા વધારે લક્ઝરી ગાડીઓની ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગના બે લોકોની ધરપકડ કરવાની સાથે જ ૧૦ ગાડીઓને જપ્ત કરી છે. આરોપીઓની ઓળખ મેરઠના રહેવાસી અશરફ સુલ્તાન અને રાંચીના રહેનારા ઈરફાન ઉર્ફે પિંટુ તરીકે થઇ છે.

પોલીસના અનુસાર આરોપીઓએ દિલ્હી, રાજસ્થાન, બંગાળ જેવા રાજ્યોના રહેવાસી લોકોની સાથે મળીને ગેંગ બનાવી. આ ગેંગ જરૂરિયાત અનુસાર લક્ઝરી ગાડીઓની ચોરી કરતો હતો. આ લોકો ગાડીઓની સિક્યોરિટી કોડ લેપટોપથી ડિકોડ કરતા હતા પછી ચોરી કર્યા બાદ એન્જિન અને ચેચિસ નંબર બદલી દેતા હતા અને ગાડીને વેચી દેતા હતા.

ગેંગના સભ્યો આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોની RTO ની મદદથી ચોરી કરાયેલી ગાડીઓનું NOC લઈને પાસિંગ કરાવતા હતા. આરોપી પિંટૂ સ્ક્રેપનો ધંધો કરતો હતો. તે હવાઈ જહાજથી અન્ય રાજ્યમાં જઇને ચોરી કરાયેલી ગાડીઓની ડીલ કરતો હતો. ત્યાર બાદ અશરફ ગાડી બીજા રાજ્ય સુધી પહોંચાડતો હતો. હવાઈ મુસાફરી અને અન્ય રાજ્યમાં રોકાવા સુધીનો તમામ ખર્ચ ગાડીઓ ખરીદનાર વ્યક્તિ પાસેથી વસુલવામાં આવતો હતો.

ગેંગ છેલ્લા ૫ વર્ષોથી કરી રહી હતી ગાડીઓની ચોરી :

અમદાવાદ ક્રાઈમબ્રાંચના ડીસીપી ચૈતન્ય મંડલિકે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપી અને તેની ગેંગ ગત્ત ૫ વર્ષથી ગાડીઓની ચોરી કરી રહ્યો હતો. આ ગેંગ અત્યાર સુધી ૫૦૦ કરતા વધારે ગાડીઓ ચોરી કરી ચુક્યો છે. જપ્ત કરાયેલી ૯ ગાડીઓ દિલ્હી અને એક યુપીમાં રજિસ્ટર હતી. આ ગાડિઓના માલિકોએ એફઆઈઆર પણ દાખલ કરાવી હતી.

દિલ્હી પોલીસને સોંપાશે બંન્ને આરોપી :

ગેંગ જરૂરિયાત અનુસાર ગ્રાહકો સુધી ગાડીની તસ્વીરો વ્હોટ્સએપ કરતો હતો. એડવાન્સ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી. ક્રાઈમબ્રાંચને અન્ય ચોરી થયેલી ગાડીઓ અંગે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

જે પૈકી કેટલીક ગાડીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પહોંચી ગઈ. હવે આગળની તપાસ માટે બંન્ને આરોપીઓને અમદાવાદ ક્રાઈમબ્રાંચ દિલ્હી પોલીસને સોંપશે. આગામી દિવસોમાં દિલ્હી પોલીસની તપાસમાં અન્ય ચોરી થયેલી ગાડીઓ અને રાજ્યોના આરટીઓની મિલીભગતના ખુલાસા થવાના આસાર જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

 સુરતમાં બાઈક ચોરીની ફરિયાદ કરવા આવેલા ASI પોતે જ જેલ ભેગા થઈ ગયા ?

0
  • સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત મરીન પોલીસ સ્ટેશનના ASIએ ભારે હોબાળો મચાવ્યો હતો. દોઢ કલાક સુધી દારૂ પીને હંગામો મચાવતા પોલીસ કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા હતા.

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત મરીન પોલીસ સ્ટેશનના ASIએ ભારે હોબાળો મચાવ્યો હતો. દોઢ કલાક સુધી દારૂ પીને હંગામો મચાવતા પોલીસ કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા હતા. દીકરાના મિત્રની બાઈક ચોરીની ફરિયાદ ન લેવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં ધમાલ કરનારા ASI સામે આખરે પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

વિગતો મુજબ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુરુવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ ૩ યુવાનો પહોંચ્યા હતા. જેમાંથી એક યુવકે તેના પિતા પોલીસમાં હોવાનું જણાવીને મિત્રની બાઈક ચોરીની ફરિયાદ કેમ નથી લેતા? કહીને મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. આ રેકોર્ડિંગ રોકતા યુવકે પોતાના પિતાને મરીન પોલીસ સ્ટેશનના ASI સુરેશ ચૌહાણને બોલાવી લીધા હતા.

જોકે ASI સુરેશ ચૌહાણ પોલીસ સ્ટેશનમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને હંગામો મચાવ્યો હતો. આખરે કંટાળીને પોલીસે PI અને સર્વેલન્સ સ્ટાફના સબ ઈન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશનમાં બોલાવવા પડયા.

જેમણે આવીને આ જમાદારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને તેઓ દારૂના નશામાં છે કે કેમ તેમ પૂછતા તુકારાથી કહી દીધું, તારાથી થાય તે કેસ કરી લે.જે બાદ પોલીસે તેમને લોકઅપનો રસ્તો બતાવા પ્રોહીબિશનની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો :-

ફેમસ ઈન્સ્ટા સ્ટાર બન્યા વડોદરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ, ૭.૧૪ લાખ છે ફોલોઅર્સ

0
  • વડોદરા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો નિમાયા. જેમાં પ્રમુખ પદે અંકિતા પરમારની વરણી કરાઈ. વડોદરા માટે હાલ આ નામ બહુ ચર્ચામાં આવ્યું છે.

વડોદરા તાલુકા પંચાયતમા અઢી વર્ષ માટે હોદ્દેદારો નિમાયા છે. જેમાં અંકિતા પરમાર પર પસંદગીનો કળશ ઢોળાયો છે. અંકિતા પરમાર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કારણ કે તે ભાજપનો યુવા ચહેરો બન્યા છે. તેઓ કોઈ હિરોઈનથી ઓછા નથી લાગતા.

અંકિતા પરમાર સતત પોતાની રીલ્સ સોશિયલ મીડિયા પર મૂકતા રહે છે. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના ડાયલોગ ‘ઈજ્જત સે જીનેકા.. કિસી સે ડરના નહિ… ન MLA સે ન મંત્રી સે… ન કિસી કે બાપ સે નહીં ડરને કા…’ ફોલોઅર્સમાં વધુ પોપ્યુલર બની હતી.

તેમની રીલ સ્ટારથી તાલુકા પંચાયતના પ્રમુખ સુધીની સફર રસપ્રદ છે. તેઓ માને છે કે, હાલ મારું એકમાત્ર લક્ષ્ય વડોદરા તાલુકાના છેવાડાના લોકોની સેવા કરવાનું છે. સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની છે.

ગુજરાતમાં વધુ એક અનુસૂચિત સમાજના યુવા આગેવાનની હ*ત્યા ; 4 વર્ષ પહેલાના કેસમાં સાક્ષી હતા

0
  • બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ બગડ ગામ કે જ્યાં ૬ સપ્ટેમ્બરના રોજ બગડથી રાણપુર જતા રોડ પર આવેલ અક્ષરવાડી પાસે બગડ ગામના અનુસૂચિત સમાજના યુવા આગેવાન રાજેશ મકવાણા પર હુમલો કરવામાં આવ્યો હતો.

બગડ ગામે અનુસૂચિત સમાજના આશાસ્પદ યુવાનનું હુમલા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના પરિવારોની એક જ માંગ હતી કે મૃતકને ન્યાય મળે તેમ જ એસપીને બદલી કરવામાં આવે ત્યારબાદ સ્વીકારવામાં આવશે. મૃતક પરિવારના ઘર આસપાસ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ બગડ ગામ કે જ્યાં ૬ સપ્ટેમ્બરના રોજ બગડથી રાણપુર જતા રોડ પર આવેલ અક્ષરવાડી પાસે બગડ ગામના અનુસૂચિત સમાજના યુવા આગેવાન રાજેશ મકવાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ રાજેશ મકવાણાને પ્રથમ સારવાર માટે બોટાદ તેમજ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજેશભાઈનું ગત મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું.

બીજી બાજુ આ ઘટનામાં ૩૦૭ની કલમ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ કુલ સાત આરોપી વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલો હવે હત્યામાં પરિણમે છે ત્યારે બગડ ગામ ખાતે થયેલ હત્યાને લઇ હાલ તો પરિવાર શોકમગ્ન માહોલમાં છે. રાજેશભાઈના પરિવારમાં પિતા-પત્ની સહિત બે દીકરાઓ છે.

ત્યારે બંને દીકરાઓએ આજે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક સાથે આરોપીને કડકમાં કડક સજા સાથે બોટાદ એસપીને બદલી કરવામાં આવે તેવી માંગ સાથે ન્યાયની અપેક્ષા તો જ ડેડ બોડી સ્વીકારવામાં આવશે. તેવું મૃતક પરિવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.

સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો રાણપુર તાલુકાનું જ ગામ કે જ્યાં આશરે ચાર વર્ષ પહેલા અનુસૂચિત સમાજના આગેવાન એવા મનજીભાઈ સોલંકી પર હુમલો થયો હતો. જેમાં તેમનું મોત નિપજેલ હતું. રાજેશભાઈ મકવાણા સાક્ષી પંચ તરીકે હોય જેની દાઝ રાખી અને આ હુમલો કરવામાં આવેલ તેવું પ્રાથમિક અહીંથી જાણવા મળેલ છે.

હાલ તો જૂની અદાવતના કારણે મોતને લઈ પરિવાર શોક મગ્નમહોલમાં છે તો પરિવારની પણ માંગ છે કે તાત્કાલિક ધોરણે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે. હાલ તો કુલ સાતમાંથી ૩ આરોપીઓની બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ બાદ ૮ તારીખના રોજ ધરપકડ કરવામાં આવેલ તેમજ અન્ય આરોપીઓ હાલ ફરાર હોય પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાની કામગીરી હાથ શરૂ છે.

આ પણ વાંચો :-

 

ઠાસરામાં શિવજીની યાત્રા પર પથ્થરમારાની ઘટનામાં ૧૫ની અટકાયત, પોલીસે ૩ અલગ ફરિયાદ દાખલ કરી

0
  • ખેડાના ઠાસરા તાલુકામાં શ્રાવણ મહિનાની અમાસે શિવજીની સવારી દરમિયાન બે જુથો વચ્ચે પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. તોફાની તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા પોલીસ સક્રિય થઈ હતી.

ખેડાના ઠાસરા તાલુકામાં શ્રાવણ મહિનાની અમાસે શિવજીની સવારી દરમિયાન બે જુથો વચ્ચે પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. તોફાની તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા પોલીસ સક્રિય થઈ હતી. આ મામલે અત્યાર સુધીમાં અલગ અલગ ૩ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં ૧૫ જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.

જેમાં એક ફરિયાદ હિન્દુ પક્ષ દ્વારા ૧૭ જેટલા વ્યક્તિઓ સામે દાખલ કરવામાં આવી છે. તો અન્ય એક ફરિયાદ મુસ્લિમ પક્ષ દ્વારા ૧૦૦૦થી ૧૫૦૦ લોકોના ટોળા સામે દાખલ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પણ કરવામાં આવી છે જેમાં ચાર વ્યક્તિઓ વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો સમગ્ર ઠાસરા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શુક્રવારે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાથી શિવજીની યાત્રાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જો કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાના ઇરાદે યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ સ્થિતિ વણસતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

આ અંગે ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે કહ્યું કે, ઠાસરામાં થયેલી ઘટના અંગે માહિતી મળી છે. આ અંગે એસપી અને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. આ કૃત્ય કરનારા એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉદાહરણીય કાર્યવાહી કરાશે કે ભવિષ્યમાં ફરી કોઈ આ પ્રકારનું કૃત્ય ન કરે. હાલ સ્થિતિ કાબુમાં છે. પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.