Home Blog Page 954

India for Australia series : કોહલી રોહિત બહાર… અશ્વિન સુંદરની એન્ટ્રી. આવી રીતે બનશે ભારતની પરફેક્ટ વર્લ્ડ કપ ટીમ

0
  • એશિયા કપ ૨૦૨૩નો ખિતાબ જીત્યા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે તેના જ ઘરમાં ટક્કર આપવા માટે તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાવાની છે.

એશિયા કપ ૨૦૨૩નો ખિતાબ જીત્યા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે તેના જ ઘરમાં ટક્કર આપવા માટે તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાવાની છે. આ પછી, બંને ટીમોએ ભારતની ધરતી પર જ ODI વર્લ્ડ કપ ૨૦૨૩ રમવાનો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે પોતાની ટીમની બે રીતે જાહેરાત કરી છે. BCCIએ વર્લ્ડ કપ પહેલા પ્રયોગ માટે આ પદ્ધતિ અજમાવી છે. આ ઓસ્ટ્રેલિયા સીરીઝથી જ વર્લ્ડ કપ માટે ભારતની પરફેક્ટ ટીમ ઉભરી આવશે.

આ શ્રેણીમાં અશ્વિન અને સુંદરનો સંપૂર્ણ પ્રયાસ કરશે :

તેમની જગ્યાએ કેએલ રાહુલને કમાન સોંપવામાં આવી છે. જ્યારે જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર અને ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ભારતીય ટીમમાં પરત ફર્યા છે. પરંતુ રોહિત, કોહલી, પંડયા અને કુલદીપ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં વાપસી કરશે.

ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માને પણ પ્રથમ બે મેચમાં તક મળી હતી. પરંતુ તે છેલ્લી મેચમાંથી બહાર રહી ગયો છે. અશ્વિન અને સુંદરને ત્રીજી મેચમાં જાળવી રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે શ્રેણીમાં બંનેને સંપૂર્ણ રીતે અજમાવી શકાય છે. આવી સ્થિતિમાં તેમાંથી એક અથવા બંનેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળી શકે છે.

IND vs AUS વનડે શ્રેણીનું સમયપત્રક :

પહેલી ODI – ૨૨ સપ્ટેમ્બર – મોહાલી
બીજી ODI – ૨૪ સપ્ટેમ્બર – ઈન્દોર
ત્રીજી ODI – ૨૭ સપ્ટેમ્બર – રાજકોટ

આ પણ વાંચો :-

Ganesh Chaturthi ૨૦૨૩ : આજે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિ બાપ્પાની સ્થાપનાનું મુહૂર્ત અને વિધિ વિધાન

  • Ganesh Chaturthi ૨૦૨૩ : આજથી ૧૦ દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે. આજે મંગળવારથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી ૧૦ દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે.

Ganesh Chaturthi ૨૦૨૩ : આજે મંગળવારથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી ૧૦ દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે. ૧૦ દિવસ દરમિયાન રાજ્યભરના મંદિરોમાં ગણપતિ દાદાની વિશેષ આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. તો રાજ્યભરમાં ઠેક- ઠેકાણે ગણપતિ દાદાનું સ્થાપન કરાશે. આ વખતે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર પર મંદિરને ફુલહાર તેમજ રોશનીના શણગાર કરવામાં આવ્યા છે.

 ગણેશજીની સ્થાપના માટેનું શુભ મૂહૂર્ત  :

હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૩૯ વાગ્યે શરૂ થઈ છે અને ૧૯ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮:૪૩ વાગ્યે સમાપ્ત થશે. હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું વિશેષ મહત્વ છે. ગણેશજીને સમૃદ્ધિ અને જ્ઞાનના દેવતા પણ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. જે અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે આજે એટલે કે ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ઉજવવામાં આવશે.

ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત સવારે ૧૧:૦૫ થી બપોરે ૧:૪૨ મિનિટ સુધી છે. સત્યયુગમાં ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે થયું હતું. જે કાર્યના આશયથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે તે આશય માટે સંકલ્પ કરી ગણેશ મહોત્સવમાં પૂજા શરૂ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને પૂજા ફળે છે.

આ દિવસથી ગણેશજીનું પર્વ શરૂ કરવાનું મહત્વ છે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી આ પર્વે  સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ગણેશજીની સ્થાપના કરી જે પૂજન અર્ચન કરે છે તેના  તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દુર થાય  છે.  બુદ્ધિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એવો લાખો ભક્તોનો અનુભવ છે.

ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. બાપ્પાના આગમન માટે ઘરના મંદિરની સફાઈ કરો અને ઘરને શણગારો. ઉત્તર-પૂર્વ ખૂણામાં લાકડાની ચોકી લગાવો અને પોસ્ટ પર લાલ કે પીળા રંગનું કપડાનું આસન આપો.

ગણપતિની મૂર્તિને યોગ્ય સમયે ઘરે લાવો અને તેને બાજોટ પર  મુકો. આ પછી તેમને સિંદૂર, ફૂલની માળા, ધૂપ, દીવો, અક્ષત, પાન, લાડુ, મોદક, દુર્વા વગેરે અર્પણ કરો. આ પછી વિધિ-વિધાન પ્રમાણે ભગવાન ગણેશની નિયમિત પૂજા કરો. ઘર પર ગણેશ સ્થાપના આપ એક દિવસ, ૩ કે પાંચ અથવા ૭ કે ૧૧ દિવસ સુધી શકો છો. બાદ વિસર્જન કરી શકાય છે.

ભગવાન ગણેશને દુઃખહર્તા, શુભ અને વિઘ્નહર્તા જેવા નામોથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થી દરમિયાન જે ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. ગણપતિ તે ઘરની તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ અને અવરોધોને પોતાની સાથે લઈ જાય છે. આવા ઘરમાં બધું જ શુભ જ થાય  છે. લોકો આખા વર્ષ દરમિયાન આ તહેવારની રાહ જુએ છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

આ પણ વાંચો :-

Stock Market Holiday : આજે શેરબજારમાં નહીં થાય કોઈ ટ્રેડિંગ, જાણો શું છે કારણ

0
  • Stock Market Holiday : તમે અહીં જાણી શકો છો કે શેરબજારમાં આજે એટલે કે ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ કયા પ્રસંગે રજા રહેશે. તે જ દિવસે કોમોડિટી માર્કેટમાં વેપારને પણ અસર થશે.

આજે દેશભરમાં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2023)નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે કારણ કે ગણપતિ બાપ્પાનું આગમન તેમના માટે દર વર્ષે સૌથી મોટા પ્રસંગોમાંનું એક છે.

વિઘ્નહર્તા ગણેશના આગમનનો તહેવાર દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના ઘણા રાજ્યોમાં બેંક રજા રહેશે. જેના વિશે તમને માહિતી આપવામાં આવી છે. આ સિવાય કેટલાક રોકાણકારોને એવો પ્રશ્ન છે કે શું સ્ટોક એક્સચેન્જમાં પણ રજા રહેશે. તો તમે અહીં જવાબ મેળવી શકો છો.

આજે શેરબજાર બંધ રહેશે :

આજે એટલે કે ૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ દેશના તમામ સ્ટોક એક્સચેન્જોમાં કોઈ કામકાજ રહેશે નહીં અને ગણેશ ચતુર્થીના અવસર પર ટ્રેડિંગ બંધ રહેશે. BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ બંધ રહેશે. આ અંગેની સત્તાવાર માહિતી BSE વેબસાઈટ bseindia.com પર આપવામાં આવી છે અને સત્તાવાર રજાઓની યાદીમાં રજા ૧૯ સપ્ટેમ્બરથી આગળ લખવામાં આવી છે.

આ પણ વાંચો :-

Bharuch : પૂરના પાણીમાં ફસાયા આધેડ, આખી રાત લીમડાના ઝાડ ઉપર બેઠા, NDRFએ કર્યું રેસ્ક્યૂ

0
  • ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની છે. ગત રોજ રાત્રે ખેતરમાં ગયેલ આધેડ પુરના પાણીમાં ફસાયા હતા.

નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે આજે નર્મદા નદીની જળ સપાટી ૩૫ ફૂટને અડી ગઈ હતી. ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની ભયજનક સપાટી ૨૪ ફૂટ છે. જેનાથી ૧૦ ફૂટ ઉપર પાણી વહી રહ્યું છે.

આધેડ પુરના પાણીમાં ફસાયા હતા :

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની છે. ગત રોજ રાત્રે ખેતરમાં ગયેલ આધેડ પુરના પાણીમાં ફસાયા હતા. આખી રાત લીમડાના ઝાડ ઉપર બેસીને પસાર કરી હતી.  આજે પોલીસ અને NDRFની મદદથી તપાસ કરતા વૃક્ષ ઉપર મળી આવ્યા હતા. સ્થાનિક લોકો અને એનડીઆરએફની મદદથી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

 એક મહિના સુધી રોજ ખાઓ શેકેલા ચણા, થશે ૫ ગજબના ફાયદા, પણ આટલા ગ્રામ ખાવા જરૂરી

  • દરરોજ શેકેલા ચણા તમારા ડાયટમાં શામેલ કરવામાં આવે તો એક મહિનાની અંદર તમારા પેટની ચરબી ગાયબ થઈ જશે સાથે જ સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ દૂર કરશે.

શેકેલા ચણા ખાવાનાં અનેક ફાયદાઓ હોય છે. સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે તે આપણા શરીર માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. તેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. શેકેલા ચણા અતિ પોષ્ટિક ફૂડ છે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. જાણો ૧૦૦ ગ્રામ શેકેલા ચણા દરરોજ ખાવાના ફાયદાઓ.

વજન ઘટશે :

શેકેલા ચણામાં ફાઈબરની માત્રા ઘણી વધારે હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખશે. ભૂખ ઓછી લાગવાને લીધે તમારી અન્ય ચીજો ખાવાની આદત પણ છૂટશે અને વજન પણ ઓછું થશે.

હદયને કરે છે મજબૂત :

શેકેલા ચણામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ પણ મોટી માત્રામાં હોય છે જે હદય સંબંધિત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ફાઈબર કોલેસ્ટ્રોલનાં સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. પ્રોટીન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે.

પાચન પણ સુધારે છે :

શેકેલા ચણામાં ફાયબર વધારે હોવાને લીધે પાચનતંત્રને મજબૂત બનાવે છે. ફાઈબર કબજિયાતને અટકાવવામાં પણ મદદ કરે છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ :

શેકેલા ચણામાં વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સીડેંટ હોય છે જે ઈમ્યૂનિટી સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.

એનર્જી બૂસ્ટિંગ :

શેકેલા ચણામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ સારી માત્રામાં હોય છે જે તમને ઊર્જા આપવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો :-

૧૯ સપ્ટેમ્બર / આકસ્મિક ફાયદાની પ્રબળ શક્યતા, વેપાર-વાણિજ્યમાં ફાયદો, આ રાશિના જાતકોનો મંગળવાર આનંદ પ્રમોદમાં જશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય. કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે.

વૃષભ (બ.વ.ઉ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય. આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે.માનસિક ચિંતાઓ રહેશે. પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે.

મિથુન (ક.છ.ઘ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય. માનસિક શ્રમમાંથી મુક્ત બનો. કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે.

કર્ક (ડ.હ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય. બહારગામના કામકાજથી લાભ જણાય. સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય. કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય. મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય. કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું. માનસિક અશાંતિમાં રાહત અનુભવશો.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને. વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે. ઉત્તમ આનંદ મેળવી શકશો. ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે. હિસાબી કામકાજમાં સાવધાની રાખવી. આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય. નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય. વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું. ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય. આરોગ્યની ખાસ કાળજી લેવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો. અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા-સંબંધીઓમાં તણાવ જણાશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે. જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે. થોડી બેચેની અને કામની ચિંતા રહેશે. કામકાજ સામાન્ય સંભાળીને કરવું.

કુંભ ( ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે. વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું. વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે. માનસિક અસ્વસ્થતા અનુભવશો.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વિલંબમાં પડેલા કામો પૂરાં થશે. ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય. કામની હળવાશ અનુભવશો. દૈનિક વ્યવસાયથી લાભ થશે.

આ પણ વાંચો :-

Surat : સુર્યપુત્રી તાપી બે કાંઠે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ, આકાશી નજારો….

0
  • સુરતમાં આવેલી તાપી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદી પડી રહ્યો છે.

ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશમાં ભારે વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. આ બધાની વચ્ચે હવે સૂર્ય પુત્રી તાપીમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સૂર્ય પુત્રી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે.

Surat: Surya Putri Tapi river overflow due to ukai dam water into the river at today morning, latest photos viral Surat: સુર્યપુત્રી તાપી બે કાંઠે, ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ, આકાશી નજારો....

નદીમાં સતત નવી આવકો થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં આવેલી તાપી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદી પડી રહ્યો છે. જેના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે ઉકાઈ ડેમમાંથી ૨.૯૭ લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું.

જેના કારણે સૂર્ય પુત્રી તાપી નદીની સપાટી ૧૦.૯૫ મીટરે પહોંચી હતી. સુરતના નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. કાદરશાહની નાળ સહિતના વિસ્તારો પાણી ગરકાવ થઈ રહ્યાં છે. આ ઉપરાંત સુરત કોઝ-વે ઉપરથી પણ પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે.

અત્યારે ઉકાઈ ડેમનું જળસ્તર હાલ ૩૪૩.૪૭ ફૂટની સપાટી સુધી પહોંચ્યું છે, અને ઉકાઈ ડેમમાં નદીઓમાં ૨.૯૭ લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાં હાલ ૨.૨૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ખાસ વાત છે કે, સતત પાણી વધતા સુરત કોઝ-વે ઓવરફલો થયો છે જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. સુરત કોઝ-વે પર રાંદેર પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.

આ પણ વાંચો :-

લાઈવ શો દરમિયાન પતિ નીક જોનસને ચોંટી પડી પ્રિયંકા, ચુંબન કરતો વીડિયો વાયરલ, બર્થ ડે બોય સાથે મસ્તી

  • પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે તમારા માટે ઉજવણી કરવી એ મારી સૌથી મોટી ખુશી છે, મારા બર્થ ડે બોય હું તને પ્રેમ કરું છું, હું આશા રાખું છું કે તમારા બધા સપના સાકાર થાય.

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસએ ૧૬ સપ્ટેમ્બરે તેનો ૩૧મો જન્મદિવસ ઉજવ્યો છે. તેના જન્મદિવસના એક દિવસ પછી નિકના સેલિબ્રેશનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. નિક તેના જન્મદિવસ પર અમેરિકામાં તેનો કોન્સર્ટ પણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જોનાસ બ્રધર્સ તેમની કોન્સર્ટ ટૂર પર છે. જે હાલમાં અમેરિકામાં ચાલી રહી છે. પત્ની પ્રિયંકા ચોપરા પણ દરેક કોન્સર્ટમાં પતિ સાથે જોવા મળી રહી છે.

નિક જોનાસના જન્મદિવસ પર અમેરિકાના ઓમાહામાં જોનાસ બ્રધર્સનો કોન્સર્ટ યોજાયો હતો. જ્યાં સૌએ ખૂબ મજા કરી હતી. સિંગરે તેનો જન્મદિવસ લાખો ચાહકો સાથે ઉજવ્યો હતો. સેલિબ્રેશનના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાંથી એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે.

જેમાં નિક અને પ્રિયંકા એકબીજાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. લાખો ચાહકોની વચ્ચે નિક જોનાસે એક કોન્સર્ટમાં તેની પત્નીને પીસીને કિસ કરી હતી. આ પ્રસંગે પ્રિયંકા યલો કલરના કો-ઓર્ડ સેટમાં જોવા મળી હતી. બર્થ ડે બોય હંમેશાની જેવો જ દેખાતો હતો. કોન્સર્ટમાં નિકે તેના જન્મદિવસની કેક કાપી અને સ્ટેજ નીચે ઉભેલી તેની પત્ની પ્રિયંકાને લિપ કિસ કરી હતી. આ ખાસ દિવસની ઉજવણી કર્યા બાદ નિકે બધાનો આભાર પણ માન્યો હતો.

‘જન્મદિવસની શુભેચ્છા બેબી’ :

પ્રિયંકા ચોપરાએ નિક જોનાસના જન્મદિવસ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી અને ઈન્સ્ટાગ્રામ પર એક પ્રેમભરી નોંધ શેર કરી છે. તેણે લખ્યું છે કે તમારા માટે ઉજવણી કરવી એ મારી સૌથી મોટી ખુશી છે. તમે મને ઘણા રસ્તાઓ પર ચાલવા માટે મોટીવેટ કરી છે.

તમે મને એવી શાંતિ આપી કે જેનાથી હું હંમેશા અજાણ હતી. મને એવો પ્રેમ આપ્યો જે ફક્ત તમે જ આપી શકો છો. મારા બર્થ ડે બોય, હું તને પ્રેમ કરું છું. હું આશા રાખું છું કે તમારા બધા સપના સાકાર થાય. જન્મદિવસની શુભેચ્છા બેબી.

આ પણ વાંચો :-

 

 

સફેદ શુઝમાંથી મેલ સાફ કરવો હવે સરળ, અપનાવી જુઓ આ ઘરેલૂ નુસખાઓ, માત્ર ૧૦ મીનિટમાં પાછી આવી જશે ચમક

0
  • સફેદ શુઝ દરેક ડ્રેસ સાથે મેચ થઈ જતાં હોવાથી ટ્રેંડમાં રહે છે. પરંતુ તે જલ્દીથી મેલા થઈ જાય છે. કેટલાક ઘરેલૂ નુસખાઓ તમારા શુઝની ચમક પાછી લાવી શકે છે.

ઓલ્ડ લોકોમાં શુઝ પહેરવાનો ટ્રેંડ વધી ગયો છે. લોકો પોતાના તમામ આઉટફીટ સાથે શુઝ પહેરે છે. શુઝમાં પણ સફેદ શુઝની ડિમાંડ માર્કેટમાં સૌથી વધારે છે. વાઈટ શુઝ તમામ ડ્રેસ સાથે મેચ થવાને લીધે બોલીવુડથી માંડીને સામાન્ય કોલેજ જતા સ્ટૂડેંસ પણ તેને પહેરવાનું પસંદ કરે છે. વાઈટ શુઝ દેખાવમાં તો જબરદસ્ત લૂક આપે છે પરંતુ તેની સાથે એક જ સમસ્યા છે અને એ છે દાગ-ધબ્બા ! સફેદ શુઝ જલ્દીથી મેલા થઈ જાય છે અને પાણીથી સાફ કરીએ તો પણ દાગ જતાં નથી.

વિનેગાર અને બેકિંગ સોડા :

બેકિંગ સોડા અને વિનેગાર બંનેમાં એવા તત્વો હોય છે જે શુઝને સાફ કરવામાં મદદ કરે છે. આ બંનેને મિક્સ કરીને દુર્ગંધ અને ફંગસનાં ગ્રોથને પણ અટકાવી શકાય છે. પરંતુ આ મિક્સચરથી લેધર, રેગ્ઝીનથી બનેલ શુઝ અથવા તો કપડાંનાં શુઝનાં સોલને જ સાફ કરવું જોઈએ.

બનાવવાની રીત :

એક વાટકીમાં અડધી ચમચી વિનેગાર અને ૧/૪ કપ બેકિંગ સોડા મિક્સ કરવા. મિશ્રણને ત્યાં સુધી મિક્સ કરવું જ્યાં સુઝી તેમાં ફીણ થવા માંડે.પછી આ મિશ્રણને બ્રશની મદદથી શુઝ પર લગાડીને થોડીવાર માટે છોડી દેવું. આ બાદ ઠંડા પાણીથી શુઝને ધોઈ લેવા.

ટૂથપેસ્ટ
દાંતની સફાઈ કરતાં ટૂથપેસ્ટથી તમે શુઝની પણ સફાઈ કરી શકો છો. આ મિક્સચરથી લેધર, રેગ્ઝીનથી બનેલ શુઝ અથવા તો કપડાંનાં શુઝનાં સોલને જ સાફ કરવું જોઈએ.

રીત :

શુઝને કપડાંથી સાફ કરવું અને થોડું ભીનું કરવું. આ બાદ તેના પર ટૂથબ્રશની મદદથી પેસ્ટ લગાડવી. 10 મિનીટ માટે તેને છોડી દેવું અને ફરી બ્રશથી ઘસવું. છેલ્લે પાણીથી ધોઈ લેવું. તમારા શુઝ ફરી ચમકી જશે.

લીંબુનો રસ :

લીંબુમાં રહેલ સાઈટ્રિક એસિડ શુઝની સફાઈમાં મદદ કરે છે અને શુઝમાંથી આવતી દુર્ગંધ પણ દૂર કરે છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ ઉમેરવો અને આ મિશ્રણને સફેદ શુઝ પર લગાડવું. હાથથી થોડું ઘસ્યાં બાદ ૧૦ મિનીટમાં પાણીથી ધોઈ લેવું.

નેઈલપેઈન્ટ રિમૂવર :

નેઈલપેઈન્ટ રિમૂવર ચામડાનાં શુઝ કે સફેદ સ્નીકર્સ પર આવતી કરચલીઓને સરળતાથી સાફ કરી શકે છે. સૌથી પહેલાં કોટન બોલને એસીટોન રિમૂવરમાં ભીનું કરવું અને પછી દાગ પર ઘસવું. દાગ નિકાળ્યાં બાદ શુઝ પર પાઉડર કે પેટ્રોલિયમ જેલી લગાડવી.

આ પણ વાંચો :-

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું, ફિલ્મ જગતમાં હડકંપ

  • બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ કોલકાતાની એક ઈવેન્ટ કંપની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ હવે અભિનેત્રીના નામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, કોલકાતાની સિયાલદહ કોર્ટે ઝરીન ખાનના નામ પર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ખરેખર અહીં એક કંપનીએ અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અભિનેત્રી સામે વર્ષ ૨૦૧૮માં ૬ ઈવેન્ટમાં હાજરી ન આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોલકાતા અને ઉત્તર ૨૪ પરગણામાં ૬ કાલી પૂજા કાર્યક્રમોમાં હાજરી ન આપવા બદલ તેમની સામે ફરિયાદો મળી હતી. આ ફરિયાદ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની વતી નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જે બાદ નારકેલડાંગા પોલીસે સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. મામલો સામે આવ્યા બાદ અમે આ મામલે ઝરીન ખાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

સલમાન ખાન સાથે કરિયરની શરૂઆત કરી હતી :

ઝરીન ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ૨૦૧૦માં સલમાન ખાન સાથેની ફિલ્મ ‘વીર’થી કરી હતી. આ ફિલ્મ દ્વારા અભિનેત્રીને ઘણી ખ્યાતિ પણ મળી હતી. પરંતુ થોડા સમય પછી અભિનેત્રીના કામની પ્રશંસા કરવાને બદલે દર્શકોએ અભિનેત્રી કેટરીના કૈફ સાથે તેના દેખાવની તુલના કરવાનું શરૂ કર્યું.

જે બાદ અભિનેત્રી ધીરે-ધીરે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. અભિનેત્રીએ થોડા સમય પહેલા કેટરિનાની સરખામણીમાં પોતાનું મૌન તોડ્યું હતું. આ અંગે ઝરીન ખાને કહ્યું હતું કે જ્યારે મારી સરખામણી કેટરિના સાથે થાય છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે.

zareen-khan-accused-makers-of-aksar

કારણ કે હું પોતે પણ તેનો મોટો પ્રશંસક છું અને મને તે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ સરખામણીએ મારી કારકિર્દી પર પ્રતિકૂળ અસર કરી હતી. સરખામણીને કારણે ઉદ્યોગના લોકોએ મને મારી કુશળતા સાબિત કરવાની તક આપી ન હતી.

આ પણ વાંચો :-