Surat : સુર્યપુત્રી તાપી બે કાંઠે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ, આકાશી નજારો….

Share this story
  • સુરતમાં આવેલી તાપી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદી પડી રહ્યો છે.

ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશમાં ભારે વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. આ બધાની વચ્ચે હવે સૂર્ય પુત્રી તાપીમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સૂર્ય પુત્રી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે.

Surat: Surya Putri Tapi river overflow due to ukai dam water into the river at today morning, latest photos viral Surat: સુર્યપુત્રી તાપી બે કાંઠે, ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ, આકાશી નજારો....

નદીમાં સતત નવી આવકો થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં આવેલી તાપી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદી પડી રહ્યો છે. જેના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે ઉકાઈ ડેમમાંથી ૨.૯૭ લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું.

જેના કારણે સૂર્ય પુત્રી તાપી નદીની સપાટી ૧૦.૯૫ મીટરે પહોંચી હતી. સુરતના નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. કાદરશાહની નાળ સહિતના વિસ્તારો પાણી ગરકાવ થઈ રહ્યાં છે. આ ઉપરાંત સુરત કોઝ-વે ઉપરથી પણ પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે.

અત્યારે ઉકાઈ ડેમનું જળસ્તર હાલ ૩૪૩.૪૭ ફૂટની સપાટી સુધી પહોંચ્યું છે, અને ઉકાઈ ડેમમાં નદીઓમાં ૨.૯૭ લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાં હાલ ૨.૨૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ખાસ વાત છે કે, સતત પાણી વધતા સુરત કોઝ-વે ઓવરફલો થયો છે જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. સુરત કોઝ-વે પર રાંદેર પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.

આ પણ વાંચો :-