HomeAstrologyGanesh Chaturthi ૨૦૨૩ : આજે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિ બાપ્પાની સ્થાપનાનું મુહૂર્ત...

Ganesh Chaturthi ૨૦૨૩ : આજે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિ બાપ્પાની સ્થાપનાનું મુહૂર્ત અને વિધિ વિધાન

Date:

Related stories

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...

80s Retro Photo Trend પાછળ છુપાયેલું મોટું જોખમ, AIમાં ફોટો આપતા પહેલા સાવધાન

સોશિયલ મીડિયાનો 80ના દાયકાનો રેટ્રો AI ટ્રેન્ડ તમને થોડી...

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમા લાગેલી આગનું રહસ્ય ખૂલ્યું !

સુરત-કડોદરા રોડ પર સારોલીના કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલી...

સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે આટલા લાખનો ‘ખેલ’!

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના...
spot_img
  • Ganesh Chaturthi ૨૦૨૩ : આજથી ૧૦ દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે. આજે મંગળવારથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી ૧૦ દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે.

Ganesh Chaturthi ૨૦૨૩ : આજે મંગળવારથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી ૧૦ દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે. ૧૦ દિવસ દરમિયાન રાજ્યભરના મંદિરોમાં ગણપતિ દાદાની વિશેષ આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. તો રાજ્યભરમાં ઠેક- ઠેકાણે ગણપતિ દાદાનું સ્થાપન કરાશે. આ વખતે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર પર મંદિરને ફુલહાર તેમજ રોશનીના શણગાર કરવામાં આવ્યા છે.

 ગણેશજીની સ્થાપના માટેનું શુભ મૂહૂર્ત  :

હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૩૯ વાગ્યે શરૂ થઈ છે અને ૧૯ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮:૪૩ વાગ્યે સમાપ્ત થશે. હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું વિશેષ મહત્વ છે. ગણેશજીને સમૃદ્ધિ અને જ્ઞાનના દેવતા પણ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. જે અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે આજે એટલે કે ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ઉજવવામાં આવશે.

ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત સવારે ૧૧:૦૫ થી બપોરે ૧:૪૨ મિનિટ સુધી છે. સત્યયુગમાં ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે થયું હતું. જે કાર્યના આશયથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે તે આશય માટે સંકલ્પ કરી ગણેશ મહોત્સવમાં પૂજા શરૂ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને પૂજા ફળે છે.

આ દિવસથી ગણેશજીનું પર્વ શરૂ કરવાનું મહત્વ છે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી આ પર્વે  સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ગણેશજીની સ્થાપના કરી જે પૂજન અર્ચન કરે છે તેના  તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દુર થાય  છે.  બુદ્ધિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એવો લાખો ભક્તોનો અનુભવ છે.

ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. બાપ્પાના આગમન માટે ઘરના મંદિરની સફાઈ કરો અને ઘરને શણગારો. ઉત્તર-પૂર્વ ખૂણામાં લાકડાની ચોકી લગાવો અને પોસ્ટ પર લાલ કે પીળા રંગનું કપડાનું આસન આપો.

ગણપતિની મૂર્તિને યોગ્ય સમયે ઘરે લાવો અને તેને બાજોટ પર  મુકો. આ પછી તેમને સિંદૂર, ફૂલની માળા, ધૂપ, દીવો, અક્ષત, પાન, લાડુ, મોદક, દુર્વા વગેરે અર્પણ કરો. આ પછી વિધિ-વિધાન પ્રમાણે ભગવાન ગણેશની નિયમિત પૂજા કરો. ઘર પર ગણેશ સ્થાપના આપ એક દિવસ, ૩ કે પાંચ અથવા ૭ કે ૧૧ દિવસ સુધી શકો છો. બાદ વિસર્જન કરી શકાય છે.

ભગવાન ગણેશને દુઃખહર્તા, શુભ અને વિઘ્નહર્તા જેવા નામોથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થી દરમિયાન જે ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. ગણપતિ તે ઘરની તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ અને અવરોધોને પોતાની સાથે લઈ જાય છે. આવા ઘરમાં બધું જ શુભ જ થાય  છે. લોકો આખા વર્ષ દરમિયાન આ તહેવારની રાહ જુએ છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img