Bharuch : પૂરના પાણીમાં ફસાયા આધેડ, આખી રાત લીમડાના ઝાડ ઉપર બેઠા, NDRFએ કર્યું રેસ્ક્યૂ

Share this story
  • ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની છે. ગત રોજ રાત્રે ખેતરમાં ગયેલ આધેડ પુરના પાણીમાં ફસાયા હતા.

નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે આજે નર્મદા નદીની જળ સપાટી ૩૫ ફૂટને અડી ગઈ હતી. ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની ભયજનક સપાટી ૨૪ ફૂટ છે. જેનાથી ૧૦ ફૂટ ઉપર પાણી વહી રહ્યું છે.

આધેડ પુરના પાણીમાં ફસાયા હતા :

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની છે. ગત રોજ રાત્રે ખેતરમાં ગયેલ આધેડ પુરના પાણીમાં ફસાયા હતા. આખી રાત લીમડાના ઝાડ ઉપર બેસીને પસાર કરી હતી.  આજે પોલીસ અને NDRFની મદદથી તપાસ કરતા વૃક્ષ ઉપર મળી આવ્યા હતા. સ્થાનિક લોકો અને એનડીઆરએફની મદદથી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-