૧૯૭૦ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચ્યું

Share this story

નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચી. હાલ નર્મદા નદીનું જળસ્તર ૪૧.૬૦ ફુટ. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની ૧૦ ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે.

નર્મદામાં NDRFની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર ૪૧.૬૦ ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.

ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર,  વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ ૧૯૭૦ બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે.

અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો :-