મેચ બાદ ઈશાન કિશને ઊતારી વિરાટની નકલ, કિંગ કોહલીએ પણ આપ્યો જોરદાર જવાબ ; વિડિયો વાયરલ

Share this story
  • મેચ બાદ વિરાટ કોહલી સાથે ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડયા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા ઉભા હતા. ત્યારે ઈશાને વિરાટના વોકની નકલ કરી જેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે. શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ૧૦ વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ પછી ખેલાડીઓ મેદન પર મસ્તી કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી ફરી એક વાર તેની જાણીતી સ્ટાઈલમાં મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે.

કોહલી ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી સાથે મસ્તી કરી રહ્યો હતો :

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે ૧૫ વર્ષથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. આ પછી પણ વિરાટ યુવા ખેલાડીઓ સાથે મસ્તી કરવાની કોઈ તક છોડતો નથી. એક-બે વર્ષ પહેલા ડેબ્યૂ કરનાર યુવા ખેલાડીઓ પણ વિરાટ સાથે ખૂબ જ આરામદાયક છે. તેનું ઉદાહરણ એશિયા કપ ૨૦૨૩ની ફાઈનલ બાદ જોવા મળ્યું હતું.

ઈશાન કિશન એ વિરાટ કોહલીની નકલ કરી :

વાયરલ થયેલ એ વિડીયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી સાથે ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડયા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા ઉભા હતા. ત્યારબાદ ઈશાન વિરાટ કોહલીની નકલ કરવા લાગ્યો. તેણે વિરાટની જેમ ચાલવાનું શરૂ કર્યું.

આ દરમિયાન કોઈનું હસવાનું બંધ ન થયું. વિરાટે તેને પાછો બોલાવ્યો અને આ પછી વિરાટે પણ ઈશાનના વોકની નકલ કરી અને બધા હસવા લાગ્યા. આ પછી ઈશાન ફરી એકવાર વિરાટની જેમ થોડે દૂર ચાલ્યો ગયો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની બોન્ડિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે.

કોહલીએ વોટરબોય બનીને મહેફિલ લૂંટી હતી :

આ પહેલા વિરાટ કોહલીનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જ્યારે તે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં વોટરબોય બનતો જોવા મળ્યો હતો. કોહલી આ દરમિયાન એથ્લીટ જેમ દોડયો હતો. જે બાદ ખેલાડીઓ હસવા લાગ્યા હતા.

આ પણ વાંચો :-