લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોના રોષને ઠારવા માટે હવે ભાજપ સરકારે મોરચો સંભાળ્યો છે. આ અંગે આજે ગાંધીનગરમાં સી. આર પાટીલના ઘરે મહત્તવની બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ સી. આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને ક્ષત્રિય સમાજને પાર્ટી સાથે ફરીથી જોડાવવા માટે હાથ જોડીને વિનંતી કરી છે.
આ બેઠકમાં રૂપાલાના વિવાદને લઈને સી.આર. પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતી કરી હતી. સી.આર. પાટીલે કહ્યું કે, ‘રૂપાલાએ માફી માગી છતા રોષ યથાવત છે. હું પણ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે. રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી.
રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણીનો વીડિયો વાઈરલ થતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રાજ્યભરમાં તેમનો વિરોધ થઇ રહ્યો છે.
આજે સવારે ગાંધીનગરમાં સી. આર પાટીલના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ ભાજપના ક્ષત્રિય આગેવાનો બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, 
બાબા રામદેવના વકીલે કહ્યું, ‘અમે આ કોર્ટથી ભાગી રહ્યા નથી. શું હું આ થોડા ફકરાઓ વાંચી શકું? શું હું હાથ જોડીને કહી શકું કે સજ્જન પોતે કોર્ટમાં હાજર છે અને કોર્ટ તેમની માફી નોંધી શકે છે. સુનાવણી દરમિયાન પતંજલિના વકીલે
સુરતના કોટ વિસ્તાર અને કતારગામ-રાંદેર અને અઠવા ઝોન સહિત અન્ય ઝોનમાં કેટલીક સોસાયટીઓમાં ૩૦ થી ૩૫ વર્ષ જુની ડ્રેનેજ લાઈન છે તેને બદલવા માટે અરજીઓ આવી છે તે અરજીઓ પર
મેષ
પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. રાજકોટથી શરૂ થયેલો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો છે. સુરતમાં પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ નવુ પૉસ્ટર વૉર શરૂ થયું છે, જેમાં લખવામા આવ્યુ છે કે,
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે,
દેશમાં અત્યાર સુધી ૫,૩૩,૫૫૨ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૫,૦૦,૧૩૫ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં 
