સુપ્રીમ કોર્ટે ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ, ASI સર્વે ચાલુ રહેશે

Share this story

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા અને કમલ મૌલા મસ્જિદમાં ASIના સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ ‘ભોજશાળા અને કમલ મૌલા મસ્જિદ’ પર સર્વે કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને નિર્દેશ આપતા મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ સામેની અરજી પર નોટિસ જારી કરી હતી. કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ મોકલી છે.

MP: ASIએ ભોજશાળામાં સર્વેની કામગીરી શરૂ, મુસ્લિમ પક્ષ SC પહોંચ્યોસુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ASI સર્વે ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટની પરવાનગી વગર ASI રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે ત્યાં એવું કોઈપણ ભૌતિક ઉત્ખનન ન થવું જોઈએ કે જેનાથી કોઈ ધાર્મિક ચરિત્ર બદલી જાય. SCએ મુસ્લિમ પક્ષની અરજી પર નોટિસ જારી કરી છે અને હિન્દુ પક્ષ પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

ભોજશાળાના સર્વેની વચ્ચે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. ૨૨ માર્ચે ધારની ભોજશાળામાં સર્વેની શરૂઆત કરવામાં આવી હતી. વારાણસીના જ્ઞાનવાપીની જેમ ભોજનશાળામાં પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ પક્ષે ૨૨ માર્ચે જ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો :-