ગુજરાતમાં કોરોનાના નવા ૪૨ એક્ટિવ કેસ, એક પણ મોત નહીં

Share this story

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૨ નવા કેસો નોંધવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં કોરોનાના ૪૨ એક્ટિવ કેસ સામે આવ્યા છે. જેમાં લોકોમાં ચિંતા વધી છે. તેમાં અમદાવાદ સિવિલમાં ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. તથા કોરોના કેસમાં પણ વધારો થયો છે. ધીમેધીમે કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૮ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૫૦,૩૪,૪૨૨ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે

6 Covid cases in Gujarat, Minister says 34 oxygen tanks operational | Ahmedabad News - The Indian Expressદેશમાં અત્યાર સુધી ૫,૩૩,૫૫૨ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૫,૦૦,૧૩૫ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૮૮ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૭૩૫ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૮૧ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૮ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૭,૬૦૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૩.૫૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ૦.૨૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૫૦ ટકા છે.  જેમની હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર ચાલી રહી છે. જેમાંથી ૩ પુરુષ અને બે મહિલાઓ સારવાર હેઠળ છે. તમામ દર્દીઓની ઉંમર ૩૨થી ૬૫ વર્ષ વચ્ચેની છે. ૫ દર્દીઓમાંથી ૨ દર્દીઓને વેન્ટિલેટર, એક દર્દીને બાઈપેપ, એક દર્દીને ઓક્સિજન તેમજ અન્ય એક દર્દીને ઓબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-