અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરીવાર અવળચંડાઈ, બદલ્યા ૩૦ શહેરોના નામ

Share this story

અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરીવાર અવળચંડાઈ કરી છે. ચીને અરુણાચલ પ્રદેશના ૩૦ સ્થળોને પોતાનું હોવાનો દાવો કરીને તેના ચીની નામો રાખ્યા છે. ચીન પહેલેથી જ દાવો કરી રહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ તેનો હિસ્સો છે જેના પર ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપતાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. ભારત સતત ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે, તેમ છતાં ચીન પોતાના પગલાથી પીછેહઠ કરી રહ્યું નથી.

અરુણાચલ પ્રદેશમાં 15,200 ફૂટની ઊંચાઈએ ભારત અને ચીન આમને-સામને! બંને બાજુથી સૈનિકોની ભારે તૈનાતી - SATYA DAYપીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અને આર્મી ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી ચીન સ્તબ્ધ છે. તેઓ અરુણાચલ પ્રદેશને લઈને સતત નિવેદન આપી રહ્યા છે. જો કે, યોગ્ય જવાબ આપતા, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. આ પહેલા પણ ભારત અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસને નકારી રહ્યું છે. ભારત કહે છે કે રાજ્ય દેશનો અભિન્ન અંગ છે અને “કાલ્પનિક” નામ રાખવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં.

આ આદેશને ૧ મેથી લાગુ કરવા માટે કલમ ૧૩માં જોગવાઈ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે અને તેને જંગનાન કહે છે. ઉપરાંત તેમણે અરુણાચલ પ્રદેશને તિબેટીયન વિસ્તાર ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે ૨૦૧૭માં અરુણાચલ પ્રદેશમાં છ સ્થળોના નામ બદલવાની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ પછી, ૨૦૨૧ માં ૧૫ સ્થળોની બીજી સૂચિ બહાર પાડવામાં આવી. વર્ષ ૨૦૨૩માં ત્રીજી વખત ૧૧ સ્થળોના નામોની યાદી બહાર પાડવામાં આવી હતી.

હવે ચોથી યાદીમાં ૩૦ સ્થળોના નામ બદલી નાંખ્યા છે. જો કે આ નામો વિશે વધુ માહિતી બહાર આવી નથી. પરંતુ જાણવા મળ્યું છે કે આ નામો અરુણાચલ પ્રદેશના ૧૧ રહેણાંક વિસ્તારો, ૧૨ પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પાસ અને એક ખાલી જમીન છે.

આ પણ વાંચો :-