ટેક્સ વસૂલાત મુદ્દે કોંગ્રેસને ‘સુપ્રીમ’ રાહત, લોકસભા ચૂંટણી સુધી કોઈ કાર્યવાહી નહીં થાય

Share this story

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વાત જાણે એમ છે કે, તાજેતરમાં જ આવકવેરા વિભાગે કોંગ્રેસને ૧૭૦૦ કરોડની વસૂલાત માટે નોટિસ આપી છે. પાર્ટી આનાથી ચિંતિત છે અને લોકસભા ચૂંટણી દરમિયાન આટલી મોટી કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહી છે. સુનાવણી દરમિયાન ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આશ્વાસન આપ્યું કે હાલ આ મામલે કોઈ એક્શન નહીં લેવામાં આવે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની વાત સાંભળતા આ મામલે સુનાવણી ૨૪ જુલાઈ સુધી ટાલી દીધી.

કેન્દ્ર સરકાર ઈનકમ ટેક્સ વિભાગનો ઉપયોગ કરીને પાર્ટીને અસ્થિર કરવા માંગે છે. લોકસભાની ચૂંટણી પહેલા આ પ્રકારની કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, હજુ ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વિભાગ ઇચ્છતું નથી કે, ચૂંટણી દરમિયાન કોઇપણ પક્ષને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડે. વાસ્તવમાં કોંગ્રેસે હાઈકોર્ટના ૨૦૧૬ના નિર્ણયને પડકારતા કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ઈનકમ ટેક્સ વિભાગ તેમને નોટિસ જાહેર કરી રહ્યું છે.

તુષાર મહેતાએ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, અમે ૧૭૦૦ કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે, પરંતુ લોકસભાની ચૂંટણી આવી રહી છે. અમે અત્યારે કોઈ કાર્યવાહી કરીશું નહીં. ઈન્કમટેક્સે કોર્ટને ખાતરી આપી હતી કે ચૂંટણીનો સમય છે. તેથી અમે આ નાણાંની વસૂલાત અંગે કોઈ પગલાં લઈશું નહીં.

નોંધનીય છે કે, ખુદ રાહુલ ગાંધીએ આવકવેરા વિભાગની કાર્યવાહી પર આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એવું લાગે છે કે દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. અમારા ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને કરોડોની નોટિસ મોકલવામાં આવી રહી છે. આ પછી પણ દેશની કોર્ટ, ચૂંટણી પંચ અને મીડિયા મૌન છે. બધા એક સાથે આ શો જોઈ રહ્યા છે. લોકશાહીને ખતમ કરવાનું ષડયંત્ર છે.