સુરતમાં કરણીસેનાએ રૂપાલાની વિરોધમાં ક્લેક્ટરને આપ્યું આવેદનપત્ર

Share this story

રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. સુરતમાં ક્ષત્રિયો મેદાનમાં આવ્યા છે, સુરત શહેર અને જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે. અહીં ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’ના પૉસ્ટરો સાથે ક્ષત્રિય સમાજે વિરોધ કરવાનું શરૂ કર્યું છે. કરણી સેના અને રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કમળનો વિરોધ કરવામાં આવ્યો છે. રૂપાલાને હટાવવામાં નહીં આવે તો આનાથી જલદ અને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Lok Sabha Election: Surat Kshatriya Sangathan protest to Parshottam Rupala over the comments on the Kshatriya Samaj Woman | 'કમલ કા ફૂલ હમારી ભૂલ' ના પૉસ્ટર સાથે સુરતમાં ક્ષત્રિયો એકઠા થયા ...પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. રાજકોટથી શરૂ થયેલો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો છે. સુરતમાં પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ નવુ પૉસ્ટર વૉર શરૂ થયું છે, જેમાં લખવામા આવ્યુ છે કે, કમલ કા ફૂલ હમારી ભૂલ. શહેરમાં કરણી સેના, રાજપૂત ક્ષત્રિય સમાજ, મહાકાલ સેના સહિતના સંગઠનો પરશોત્તમ રૂપાલાનો પુરજોશમાં વિરોધ કરી રહ્યાં છે, હાલમાં ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’ના પૉસ્ટર સાથે વિરોધ શરૂ થયો છે.

રાજપૂત કરણીસેનાના સુરત શહેર પ્રમુખ ધિરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યુ હતું કે, પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલું નિવેદન ખૂબ જ નિંદનીય છે, તે માત્ર રાજકીય આગેવાનોની સામે માંગી છે તેમણે કોઈપણ હાજરીમાં માફી માંગી નથી. જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી કપશે નહિ, ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહશે, જો અમારે રસ્તા ઉપર પણ ઊતરવું પડશે તો ઉતરીશું.

સુરત જિલ્લાના અધ્યક્ષ શંભુસિંહ દરબારએ કહ્યું કે, પુરૂષોતમ રૂપાલાની ટીકિટ રદ્દ થવાની માગ છે. જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં આંદોલન કરવામાં આવશે. કોઈ નેતાએ આવું ન બોલવું જોઈએ. માફી માગવાથી કશું જ ન થાય તેમને ભૂલનો અહેસાસ થવો જોઈએ. જો રૂપાલાની ટીકિટ રદ્દ ન થાય તો અમે કમલનું ફૂલ અમારી ભૂલ એ સાબિત કરી દઈશું.

આ પણ વાંચો :-