આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે, આ કેસમાં બંનેનું એફિડેવિટ ક્યાં રજૂ કરવામાં આવ્યું છે? તેના પર રામદેવના વકીલે કહ્યું કે, બંનેએ માફી માંગી લીધી છે અને બંને કોર્ટમાં હાજર છે.
બાબા રામદેવના વકીલે કહ્યું, ‘અમે આ કોર્ટથી ભાગી રહ્યા નથી. શું હું આ થોડા ફકરાઓ વાંચી શકું? શું હું હાથ જોડીને કહી શકું કે સજ્જન પોતે કોર્ટમાં હાજર છે અને કોર્ટ તેમની માફી નોંધી શકે છે. સુનાવણી દરમિયાન પતંજલિના વકીલે ભ્રામક જાહેરાત અંગે કહ્યું કે અમારા મીડિયા વિભાગને સુપ્રીમ કોર્ટના આદેશની જાણ નથી. તેથી જ આવી જાહેરાત થઈ. તેના પર જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની બનેલી બેંચે કહ્યું કે એ માનવું મુશ્કેલ છે કે તમને આની જાણ ન હતી.
આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ પતંજલિના ઉત્પાદનોને ફટકાર લગાવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાહની બેન્ચે પણ અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ તેમની ટીકા કરી હતી. ગયા વર્ષે કોર્ટે કંપનીને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. નવેમ્બર મહિનામાં જ કોર્ટે પતંજલિને કહ્યું હતું કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તપાસ બાદ કંપનીની તમામ પ્રોડક્ટ્સ પર૧-૧ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વાસ્તવમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ પતંજલિ આયુર્વેદની જાહેરાતોને ભ્રામક ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાએ એમ પણ કહ્યું કે બાબા રામદેવે યોગના મામલે ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ એલોપેથી દવાઓ અંગે આવા દાવા કરવા યોગ્ય નથી. IMAના વકીલે કહ્યું કે તેણે તેની જાહેરાત કરવી જોઈએ, પરંતુ તેમાં એલોપેથી મેડિકલ સિસ્ટમની બિનજરૂરી ટીકા કરવી જોઈએ નહીં. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલીએ પણ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે અમને આશ્ચર્ય થાય છે કે કેન્દ્ર સરકારે આ મામલે આંખો કેમ બંધ રાખી.
આ પણ વાંચો :-