કોંગ્રેસ નેતા અને કેરળની વાયનાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ નોમિનેશન ફોર્મ ભર્યુ હતું. રાહુલ ગાંધીની સામે CPIએ મહાસચિવ ડી રાજાના પત્ની એન્ની રાજાને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભાજપે પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનને ટિકિટ આપી છે. વાયનાડમાં બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે મતદાન યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ ૪ જૂને જાહેર થશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેમણે બહેન પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રાહુલે વિસ્તારના લોકોને કહ્યું કે તમારા સાંસદ બનવું એ સૌભાગ્યની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે, વાયનાડના લોકોએ મને પરિવારનો એક ભાગ બનાવી દીધો. વાયનાડના દરેક વ્યક્તિએ મને સ્નેહ, પ્રેમ અને સન્માન આપ્યું છે અને મને પોતાનો ગણ્યો છે.
આ વખતે રાહુલ ગાંધી વિરૂદ્ધ CPIના મહાસચિવ ડી રાજાના પત્ની એની રાજા છે. પાર્ટીએ તેમણે વાયનાડથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભાજપે રાહુલ ગાંધી વિરૂદ્ધ પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ત્રણેય દિગ્ગજ નેતા છે. ડી રાજાના પત્ની એની રાજાએ નોમિનેશન ફોર્મ ભર્યું હતું.
આ સાથે કોંગ્રેસે પાર્ટીની ‘ફાઈવ જસ્ટિસ ફિફ્ટી ગેરંટી’ને દેશના લોકો સુધી લઈ જવા માટે ‘ઘર ઘર ગેરંટી’ અભિયાન શરૂ કર્યું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી તેની શરૂઆત કરી હતી. પાર્ટી ઓછામાં ઓછા ૮ કરોડ ઘરોમાં ગેરંટી કાર્ડ પહોંચાડવાની યોજના ધરાવે છે.

અધિકારીએ કહ્યું હતું કે નક્સલવાદીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેઓ માઓવાદીઓની
સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, તેઓ છ મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. આ અંગેની જાણકારી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી છે અને કહ્યું છે કે, તેઓ લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં સામેલ નહીં થઈ શકે. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, છેલ્લા છ મહિનાથી કેન્સરથી પીડાઈ રહ્યો છે. હવે લાગે છે કે લોકોને જાણ કરવાનો સમય આવી ગયો છે. લોકસભા ચૂંટણીમાં કશું કરી શકીશ નહીં.
તાઈવાનના હુઆલીનથી ભૂકંપની ઘણી તસવીરો અને વીડિયો બહાર આવ્યા છે, જેમાં ગગનચુંબી ઈમારતો વિનાસકરી ભૂકંપને કારણે નમી ગઈ અથવા ધરાશાયી થઈ ગઈ છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાની બાજીની જેમ વિખેરાઈ ગઈ છે. આ ભૂકંપની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં
ડૉ. મનમોહન સિંહ અર્થતંત્ર સંબંધિત ઘણા મોટા નિર્ણયો લેવા માટે જાણીતા છે. તેઓ ૧૯૯૧માં પ્રથમ વખત રાજ્યસભા પહોંચ્યા અને
મેષઃ
અજય નિષાદે પહેલા જ પાર્ટી છોડવાના સંકેતો આપી દીધા હતા. તેણે એક્સ હેન્ડલ પરથી પોતાના નામ બાદ ‘
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત શ્રી સપ્તશ્રી પ્રકાશ દ્વારા ‘
બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર નક્સલવાદીઓના મૃતદેહ અને એક એલએમજી, બીજીએલ લોન્ચર અને હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. ફાયરિંગમાં કોઈ સુરક્ષાકર્મી ઘાયલ થયાના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું કે 