બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમને થયું કેન્સર, ટ્વિટ કરીને આપી જાણકારી

Share this story

રાજ્યસભાના સાંસદ અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ કેન્સરથી પીડિત છે. તેણે ખુદ સોશિયલ મીડિયા દ્વારા લોકોને આ માહિતી આપી હતી. તેણે પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. સુશીલ મોદીએ એમ પણ જણાવ્યું કે તેમણે વડાપ્રધાન મોદીને તેમના કેન્સર વિશે જાણકારી આપી છે.

સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, તેઓ છ મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. આ અંગેની જાણકારી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી છે અને કહ્યું છે કે, તેઓ લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં સામેલ નહીં થઈ શકે. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, છેલ્લા છ મહિનાથી કેન્સરથી પીડાઈ રહ્યો છે. હવે લાગે છે કે લોકોને જાણ કરવાનો સમય આવી ગયો છે. લોકસભા ચૂંટણીમાં કશું કરી શકીશ નહીં. વડાપ્રધાનને બધી જાણ કરી છે. દેશ, બિહાર તથા પાર્ટીનો હંમેશાં આભારી અને સમર્પિત રહીશ.

સુશીલ કુમાર મોદી બિહારના રાજકારણના દિગ્ગજ નેતા છે. બિહારમાં ભાજપનો પાયો મજબૂત કરવામાં તેમની ઘણી મોટી ભૂમિકા છે. આ જ કારણે ૨૦૦૫થી ૨૦૧૩ સુધી તેઓ નીતિશકુમારના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે સેવા આપતા રહ્યા હતા. જોકે, ગયા વર્ષે નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડીને આરજેડી સાથે ગઠબંધન કર્યું ત્યારબાદ તેમણે નીતિશકુમારની ભારે ટીકા કરી હતી. પરંતુ નીતિશકુમાર ટૂંક સમયમાં જ એનડીએમાં પરત આવી જતા બિહારમાં ફરી તેમના નેતૃત્વમાં એનડીએની સરકાર બની.

સુશીલ કુમાર મોદીએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ ૬ મહિનાથી કેન્સરથી પીડિત છે. પરંતુ હાલમાં જ તેમણે લોકોને આ બીમારી વિશે જણાવ્યું છે. વાસ્તવમાં, લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બિહારમાં જાહેર પ્રચાર શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં સુશીલ મોદી કોઈ મંચ પર પણ દેખાતા ન હતા. લોકોની આશંકાઓ દૂર કરતા તેમણે પોતાની બીમારી વિશે માહિતી આપી છે.

આ પણ વાંચો :-