છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સુરક્ષા જવાનો સાથે અથડામણમાં ૧૩ નક્સલી ઠાર

Share this story

ચૂંટણી પહેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સુરક્ષા જવાનો સાથેના અલગ-અલગ એન્કાઉન્ટરમાં એક મહિલા સહિત કુલ ૧૩ નક્સલીઓનો મોત થયાં હતાં. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં મંગળવારે સુરક્ષા જવાનોએ એક મોટું ઓપરેશન હાથ ધરીને ૧૦ નક્સલવાદીને ઠાર કર્યા હતાં. મધ્યપ્રદેશના બીજા એક એન્કાઉન્ટરમાં પોલીસે બે નક્સલવાદીઓ ઠાર કર્યા હતા. મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં ઠાર થયેલા નક્સલીઓ માટે ઇનામ જાહેર કરાયેલું હતું.

અધિકારીએ કહ્યું હતું કે નક્સલવાદીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેઓ માઓવાદીઓની પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી કંપની નંબર ૨ના સભ્યો હતાં. નક્સલવાદીઓ દર વર્ષે માર્ચ અને જૂન વચ્ચેના ઉનાળામાં ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ કેમ્પેઈન હાથ ધરતા હોય છે અને તેમની હિંસક પ્રવૃત્તિઓમાં વધારો કરતાં હોય છે. આ સમયગાળા દરમિયાન બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો પર અનેક હુમલા કરવામાં આવ્યા છે.

એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ પણ ઘાયલ થયા છે. તેમને શોધવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી INSAS LMG જેવા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. ડીઆરજી, સીઆરપીએફ, કોબ્રા બટાલિયન અને બસ્તર બટાલિયનના જવાનો નક્સલવાદીઓ સામેના આ એન્કાઉન્ટરમાં સામેલ થયા છે. આ એન્કાઉન્ટર કેટલાક કલાકો સુધી ચાલ્યું હતું. સર્ચ ઑપરેશન ચાલુ છે.

આ પણ વાંચો :-