તાઈવાનમાં આવ્યો ૭.૨ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી

Share this story

એપ્રિલની શરૂઆત તાઈવાન માટે ખરાબ સમાચાર લઈને આવી છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૨ માપવામાં આવી હતી. જેના કારણે આખો ટાપુ હચમચી ગયો હતો અને ઇમારતો ધરાશાયી થઇ હતી. જાપાને દક્ષિણી ટાપુ જૂથ ઓકિનાવા માટે સુનામીની ચેતવણી જારી કરી છે. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ પછી ૩ મીટર (૯.૮ ફૂટ) સુધી સુનામીની આગાહી કરી હતી. લગભગ અડધા કલાક પછી, તેણે કહ્યું કે સુનામીની પ્રથમ લહેર પહેલેથી જ મિયાકો અને યેયામા ટાપુઓના દરિયાકિનારા પર આવી ગઈ છે.

તાઈવાનના હુઆલીનથી ભૂકંપની ઘણી તસવીરો અને વીડિયો બહાર આવ્યા છે, જેમાં ગગનચુંબી ઈમારતો વિનાસકરી ભૂકંપને કારણે નમી ગઈ અથવા  ધરાશાયી થઈ ગઈ છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાની બાજીની જેમ વિખેરાઈ ગઈ છે. આ ભૂકંપની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં પાંચ માળની ઈમારત નમેલી જોવા મળી રહી છે. અનેક લોકો ઈમારતોમાં ફસાયા હોવાની આશંકા છે. તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જો કે ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, બુધવારે તાઈવાનના પૂર્વી કિનારે ૭.૪ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે દક્ષિણ જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. વહીવટીતંત્રના સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, તેનું કેન્દ્ર પ્રશાંત મહાસાગરમાં ૧૫.૫ કિલોમીટરની ઊંડાઈ પર સ્થિત હતું, જે હુઅલિયન કાઉન્ટી હોલથી ૨૫.૦કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં હતું.

આ પણ વાંચો :-