રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડના નિધનથી તેમના સમર્થકોમાં ભારે શોક છે. તેમના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. સમાચાર સાંભળીને મંડલગઢના વર્તમાન ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલ અને પૂર્વ મંત્રી રામલાલ જાટ શબઘર પહોંચ્યા હતા અને તેમણે મૃતક ધારાસભ્યના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પોલીસ તપાસમાં આત્મહત્યાનું કારણ કૌટુંબિક અણબનાવ હોવાનું બહાર આવ્યું છે.વિવેક ધાકડ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. વર્ષ ૨૦૧૭માં માંડલગઢમાં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને ચૂંટણી જીતી હતી. ૨૦૨૩માં કોંગ્રેસે તેમને ફરીથી ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા પરંતુ આ વખતે તેઓ ચૂંટણી હારી ગયા. વિવેક ધાકડે બુધવારે 3 એપ્રિલ, ૨૦૨૪ના રોજ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી.પી. જોશીના નોમિનેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન દોતાસરા સાથે સ્ટેજ પર પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ પણ હાજર હતા.
માંડલગઢના ધારાસભ્ય ગોપાલ ખંડેલવાલે વિવેક ધાકડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, આ ખૂબ જ દુઃખદ સમાચાર છે અને તેના કારણે મારા સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે. તેમણે કહ્યું કે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પરિવારને આ દુઃખદ સમયમાં આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આ તરફ હવે પૂર્વ ધારાસભ્યના આપઘાત કેસમાં પારિવારિક વિખવાદનો મામલો પણ સામે આવી રહ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :-

રાજકોટ ભાજપના ઉમેદવાર
રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO, SFC અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું હતું કે,
તાઈવાનમાં ૨૫ વર્ષમાં આવેલા સૌથી
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય
મેષ
કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને ૧,૦૦,૦૦૦ પોસ્ટકાર્ડ લખવામાં આવશે. જે પોસ્ટકાર્ડ લખી
યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં લગભગ ૪૮ લાખ યુવાનોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ પેપર લીક થવાને કારણે આ પરીક્ષા રદ કરવી પડી હતી. કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ થયા બાદથી
ભાજપ મહાસચિવ તાવડેએ કહ્યું કે,
૫ વર્ષની ઉંમરે, જુઆને તેમના પિતા અને ભાઈઓ સાથે ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. તે તેમને શેરડી અને 