તાઈવાન બાદ જાપાનમાં ફરી ધરા ધ્રુજી, ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ

Share this story

તાઈવાનમાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તેના એક દિવસ બાદ જ જાપાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે ગુરુવારે જાપાનના હોન્શુના પૂર્વ કિનારે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના અહેવાલ મુજબ કે જાપાનના હોન્શુ ટાપુના પૂર્વ ભાગમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર ૩૨ કિમીની ઊંડાઈએ હતી.

Article Content Imageતાઈવાનમાં ૨૫ વર્ષમાં આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં બુધવારે નવ લોકોના મોત થયા હતા અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. એક મહિલા સહિત બે ભારતીયો ગુમ થયાના સમાચાર છે. ભૂકંપ મોનિટરિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ૭.૭ હતી, જ્યારે યુએસ સર્વેમાં તેને ૭.૪ દર્શાવવામાં આવી હતી. ભૂકંપને કારણે ૭૦ લોકો વિવિધ સ્થળોએ અટવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર હુઆલીનમાં જમીનથી ૩૫ કિમી નીચે નોંધાયું હતું.

તાઈવાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે, હું ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અમે આ મુશ્કેલ સમયમાં તાઈવાનના લોકોની સાથે છીએ.

કે ગોંડલથી ગરબા કિંગ ચેતન જેઠવા ગ્રુપ ના કુલ ૧૫ ગરબા પ્રેમીઓ જાપાન ગયા છે જેઓ સહી સલામત છે તેવી તેમને વીડિયો દ્વારા માહિતી આપી છે. ગુજરાત સરકારના યુવા, રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જાપાન મોકલવામાં આવ્યા હતા. તેઓએ જાપાનમાં શકાઇ, કોબે, ટોક્યો, અવાજીશીમા આ ૪ જગ્યાએ કુલ ૬ કાર્યક્રમ આપ્યા છે.

આ પણ વાંચો :-