રૂપાલાની ટીપ્પણી બાદ સી.આર.પાટીલે ક્ષત્રિય સમાજને મોટું મન રાખીને માફ કરે

Share this story

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોના રોષને ઠારવા માટે હવે ભાજપ સરકારે મોરચો સંભાળ્યો છે. આ અંગે આજે ગાંધીનગરમાં સી. આર પાટીલના ઘરે મહત્તવની બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ સી. આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને ક્ષત્રિય સમાજને પાર્ટી સાથે ફરીથી જોડાવવા માટે હાથ જોડીને વિનંતી કરી છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી અંગેના નિવેદન બાદ સીઆર પાટીલે માફી માંગીઆ બેઠકમાં રૂપાલાના વિવાદને લઈને સી.આર. પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી આપવા વિનંતી કરી હતી. સી.આર. પાટીલે કહ્યું કે, ‘રૂપાલાએ માફી માગી છતા રોષ યથાવત છે. હું પણ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે. રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી.

રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણીનો વીડિયો વાઈરલ થતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રાજ્યભરમાં તેમનો વિરોધ થઇ રહ્યો છે.

આજે સવારે ગાંધીનગરમાં સી. આર પાટીલના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ ભાજપના ક્ષત્રિય આગેવાનો બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર રહ્યા હતા.