Home Blog Page 675

24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન, શું છે કારણ? જાણો કઈ કઈ સેવાઓ ઠપ રહેશે?

0

મહારાષ્ટ્રના બદલાપુરમાં 4 વર્ષની બે બાળાઓ સાથે યૌન શોષણની ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. લોકોનો રોષ હજુ પણ અટકવાનું નામ લેતું નથી. બદલાપુરમાં ગઈકાલથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટી મહાવિકાસ અઘાડીએ 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. આજે ભારત બંધના એલાન વચ્ચે મહારાષ્ટ્ર બંધના એલાનથી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.

Badlapur Sexual Assault: Child Rights Panel To Send Team, Minister To Meet Schoolgirls' Families | Updates - News18

રોષે ભરાયેલા ટોળાએ રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે ટોળાને કાબુમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી. પોલીસે હવે આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા 300 લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. સાથે જ 40થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મંગળવારે આ ઘટના જાહેર થતાં હજારો લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જેના કારણે 12 એક્સપ્રેસ અને મેલ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. જ્યારે 30 લોકલ ટ્રેનો આંશિક રૂપે રદ કરવામાં આવી હતી. બદલાપુરમાં પ્રદર્શન હિંસક બન્યું હતું, રોષે ભરાયેલા લોકોએ સ્કૂલ પર પથ્થરમારો અને તોડફોડ કરી હતી. બદલાપુર રેલવે સ્ટેશન નજીક એક બસને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે નવ કલાક બાદ લાઠીચાર્જ કરી રેલવે સ્ટેશન ખાલી કરાવતાં વિરોધ પ્રદર્શન શમ્યું હતું.

પીડિત બાળકીઓના માતા-પિતાએ આરોપ મૂક્યો હતો કે, પોલીસે તેમની ફરિયાદ 12 કલાક બાદ નોંધી હતી. તેમજ બાળકીઓના નિવેદન લેવા શાળાએ આવનારી પોલીસે વાલીઓને ત્રણ કલાક સુધી રાહ જોવડાવી હતી. સુત્રો અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, સ્કૂલમાં લગાવેલા સીસીટીવી કામ કરી રહ્યા નથી. માતા-પિતાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી કે, બાળકીઓના ટોયલેટની સફાઈ માટે મહિલા કર્મચારીને કેમ રાખતા નથી. સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટના બદલ પ્રિન્સિપલ, એક ક્લાસ ટીચર અને એક મહિલા અટેન્ડેન્ટને હાંકી કાઢ્યા હતા. આરોપી સફાઈ કર્મચારી અક્ષય શિંદ 1 ઓગસ્ટથી કોન્ટ્રાક્ટ આધારે નોકરી કરતો હતો.

આ પણ વાંચો :-

પટણામાં ભારત બંધ દરમિયાન પોલીસ કર્મચારીઓએ SDM ઉપર કર્યો લાઠીચાર્જ

0

SC-ST અનામતમાં સબ-ક્વોટા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરુદ્ધમાં ભારત બંધની અસર બિહારમાં જોવા મળી હતી. બિહારમાં પટણાના ડાક બંગલા ચોકમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, આ દરમિયાન પટણા એસડીઓને પણ માર મારવામાં આવ્યો હોવાના સમાચાર છે. રાજધાની પટણાના ડાકબંગલા ચોકમાં એકઠા થયેલા બંધ સમર્થકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જ દરમિયાન પટણા સદરના એસડીઓ શ્રીકાંત કુંડલિક ખાંડેકરને પણ માર મારવામાં આવ્યો હતો.

ભારત બંધ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા લોકોને કાબૂમાં રાખવા માટે આંખ બતાવી પડી હતી. આને કારણે પોલીસ કર્મચારીઓએ અહીં બજાર બંધ કરવા માટે બહાર આવેલા વિરોધીઓને રોકવા માટે લાઠીચાર્જ શરૂ કર્યો હતો, જેના કારણે બજારમાં ભાગમ-ભાગ થઈ હતી.

ભારત બંધ દરમિયાન ડીજે અને ગાડીઓ સાથે ડાક બંગલા આંતરછેદ પર પહોંચેલા વિરોધીઓને રોકવા માટે પોલીસ કર્મચારીઓએ લાઠીચાર્જ શરૂ કર્યો હતો. દરમિયાન, એક એસડીએમ સાહેબ રસ્તા પર રહેલુ જનરેટર બંધ કરી રહ્યા હતા તે જ સમયે, કેટલાક પોલીસ કર્મચારીઓએ પ્રદર્શનકારી સમજીને SDM સાહેબ ઉપર પણ લાઠીચાર્જ કરી દીધો હતો.

પટણા, પૂર્ણિયા, મુઝફ્ફરપુર, બેગુસરાય, દરભંગા, સમસ્તીપુર, હાજીપુર, વૈશાલી, બક્સર, ઔરંગાબાદ, જહાનાબાદ, મોતિહારી સહિત અનેક જિલ્લાઓમાં અનેક સ્થળોએ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો બંધ હોવાના અહેવાલ છે. કેટલીક જગ્યાએ તો બંધના સમર્થકો હાઈવે પર જ તંબુઓ લગાવી રહ્યા છે અને ભાષણો આપી રહ્યા છે. મોતિહારી, દરભંગા, બક્સર, અરાહ સહિત કેટલીક જગ્યાએ ટ્રેનો પણ રોકી દેવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં સાવચેતીના પગલા તરીકે શાળાઓ બંધ રાખવામાં આવી છે. બજારો ઘણી જગ્યાએ બંધ છે, બંધના સમર્થકો બજાર કે શેરીઓ તરફ વળ્યા તેના પર નિર્ભર છે.

આ પણ વાંચો :-

ભ્રષ્ટાચારમાં ફસાયેલા ED અધિકારીએ કર્યો આત્મહત્યા, રેલવે ટ્રેક પરથી મળી લાશ

0

ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા EDના એડિશનલ ડાયરેક્ટર આલોક કુમાર રંજન મોતને ભેટ્યા હતા. તેનો મૃતદેહ દિલ્હીમાં રેલવે ટ્રેકની બાજુમાંથી મળી આવ્યો હતો. તેમના પર 50 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો, જેની તપાસ CBI કરી રહી હતી. CBIએ 7મી ઓગસ્ટે તેમની ધરપકડ કરી હતી.

Mumbai: 19-year-old jumps in front of a train after he was allegedly ragged - News18

સીબીઆઈના જણાવ્યા અનુસાર, એક ફરિયાદીએ દાવો કર્યો છે કે સંદીપ સિંહે તેમના પુત્રની ધરપકડ ન કરવા માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સીબીઆઈએ 20 લાખની લાંચ લેતા દિલ્હીના લાજપત નગરમાંથી સંદીપની ધરપકડ કરી હતી. ત્યારબાદ તે મુંબઈના એક જ્વેલર પાસેથી પૈસા લેતો હતો. EDએ જ્યારે આ જ્વેલર પર દરોડા પાડ્યા હતા ત્યારે સંદીપ ટીમનો ભાગ હતો.

FIRમાં સંદીપ સિંહને આરોપી બનાવવામાં આવ્યો હતો. આ FIRમાં ED અધિકારી આલોક કુમાર રંજનનું નામ પણ હતું. બાદમાં સંદીપ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી, EDએ CBIની FIR પર મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારથી આલોક કુમાર રંજન સામે તપાસ ચાલી રહી હતી.

આ પણ વાંચો :-

બદલાપુરમાં યૌન ઉત્પીડનનો વિરોધ કરનારા 500 સામે FIR, 66 લોકોની ધરપકડ

0

મહારાષ્ટ્રના બદલાપુરમાં એક જાણીતી કો-એડ સ્કૂલના પ્રિ-પ્રાઈમરી ક્લાસમાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની માસુમ બાળકીઓનું શાળાના સફાઇ કર્મચારી દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં આજે બદલાપુરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.પોલીસે ટોળાને કાબુમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી. હવે આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા 300 લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસે 40થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં બે બાળકીઓના કથિત જાતીય શોષણનો મામલો શું છે, જેણે ભારે ચર્ચા જગાવી છે? - BBC News ગુજરાતી

મધ્ય રેલવે જીઆરપીના ડીસીપી મનોજ પાટિલે કહ્યું કે, હવે સ્થિતિ સામાન્ય બની છે, રેલવે વ્યવહાર ફરી શરૂ થઈ ચૂક્યો છે. હાલ, કોઈ કલમ લાગુ નથી. જો કે, ઈન્ટરનેટ સેવાઓ થોડા દિવસ માટે બંધ રહેશે, જેથી અફવાઓ ફેલાય નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટના સ્કૂલના ટોયલેટમાં બે નાની માસૂમ બાળાઓ સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું. 16 ઓગસ્ટે એક બાળકીએ તેના માતા-પિતાને આ ઘટના અંગે જણાવ્યું ત્યારે, આ ઘટનાની જાણ થઈ હતી. આરોપી અક્ષય શિંદેની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. યૌન શોષણ મામલે આરોપી અક્ષય શિંદેને કલ્યાણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પક્ષના કાર્યકરો સાથે બદલાપુરની ઘટનાનો વિરોધ કરતાં મહારાષ્ટ્ર સરકાર સામે દેખાવો કર્યા હતા.

થાણે પોલીસના જણાવ્યા અનુસાર, એક નર્સરી સ્કૂલની બે બાળકીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યૌન શોષણનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચાર વર્ષની બાળકીએ તેના વાલીને આ વિશે જણાવ્યું. જે બાદ બંને પરિવારોએ મેડિકલ તપાસની માંગ કરી હતી. આ પછી તેમણે થાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ પોસ્કોમાં નોંધવામાં આવ્યો છે.

બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર સફાઈ કર્મચારીના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. શાળા દ્વારા વાલીઓને માફી પત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં કહ્યું છે કે, જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ, ઘૃણાસ્પદ અને નિંદનીય છે. શાળા પ્રશાસને કહ્યું છે કે, અમે આરોપીઓ સામે કાર્યવાહી કરવા પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો છે.

આ પણ વાંચો :-

કોલકાતા કેસ પર પોસ્ટ કરવા બાબતે મિમી ચક્રવર્તીને મળી દુષ્કર્મની ધમકી

કોલકાતા રેપ મર્ડર કેસે સમગ્ર દેશના લોકોમાં આક્રોશ ફેલાવી દીધો છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ સુધી આ મામલે ન્યાયની માગ કરી રહ્યાં છે અને આરોપીઓ વિરુદ્ધ આકરી સજાની માગ કરી રહ્યાં છે. આ દરમિયાન ફેમસ એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીએ મંગળવારે કોલકાતા રેપ કેસને લઈને એક પોસ્ટ શેર કરી હતી. તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો એક્ટ્રેસને રેપની ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ છે. આ સિવાય તેના ફોન પર સતત અશ્લીલ મેસેજ આવવાના શરૂ થઈ ગયા છે. મિમી ચક્રવર્તીએ આ બાબતે માહિતી કોલકાતા પોલીસને આપી છે. સાથે જ પોલીસના સાઈબર સેલ ડિપાર્ટમેન્ટને ટેગ કર્યું છે.

ટ્વિટર પર સ્ક્રીનશોટ શેર કરીને, કોલકાતા પોલીસના સાયબર સેલને ટેગ કરીને, તેણે લખ્યું, “અને અમે મહિલાઓ માટે ન્યાયની માંગ કરી રહ્યા છીએ, ખરું ને? તેમાંથી થોડીક જ (મહિલાઓ આંદોલન કરી રહી) છે. જ્યાં બળાત્કારની ધમકીઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. દરેક જણ ભીડમાં માસ્ક પાછળ છુપાયેલ છે અને બધાની સામે કહે છે કે તેઓ મહિલાઓ સાથે ઉભા છે. કયું ઉછેર અને શિક્ષણ આને મંજૂરી આપે છે?”

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ મિમી ચક્રવર્તી વર્ષ 2019 થી 2024 સુધી જાદવપુર લોકસભા મતવિસ્તારથી સાંસદ રહી છે. તેણે પશ્ચિમ બંગાળ અને આરજી કર મેડીકલ કોલેજ અને હોસ્પિટલની બહાર અન્ય મહિલાઓની સાથે મળીને 31 વર્ષીય ડોક્ટરના રેપ અને હત્યા મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર પશ્ચિમ બંગાળ સરકારે આરજી કર મેડીકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ કેસ નોંધીને ખાતાકીય તપાસ શરૂ કરી દીધી છે. તપાસમાં હાલ સંદીપ ઘોષની અમુક ઠેકેદારો સાથે મિલીભગત બહાર આવી છે.

મિમી ઉપરાંત અન્ય જાણીતી હસ્તીઓએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. અભિનેત્રી અરિંદમ સિલ અને મધુમિતા સરકાર પણ આ વિરોધનો ભાગ હતી. આ મામલાને લઈને બોલિવૂડમાં પણ ઉદાસી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ લોકોને આ કેસ સામે લડવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :-

જાણો કોણ છે મહાયોગી પીલટ બાપુ? 86 વર્ષ ની ઉંમર વિશ્વની કહ્યું અલવિદા

0

ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને જુના અખાડાના મહામંડલેશ્વર, પાયલટ બાબાનું 86 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રહેલા પાયલટ બાબાએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કરવામાં આવશે. પાયલટ બાબા, જેનું અસલી નામ કપિલ સિંહ હતું, તે ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા અને બે વખત પાકિસ્તાન સાથે લડ્યા હતા. આ પછી, તેમણે સંસાર છોડીને ત્યાગનો માર્ગ અપનાવ્યો અને આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડ્યા.

પાયલટ બાબાનું નિધનઃ પાયલટ બાબાએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું, એક વખત પાકિસ્તાન સાથેના યુદ્ધમાં પણ બહાદુરી બતાવી હતી.

કપિલ સિંહ પાછળથી પાયલોટ બાબા તરીકે ઓળખાવા લાગ્યા. તેમનો જન્મ બિહારના સાસારામમાં થયો હતો. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં માસ્ટર્સ કર્યા પછી, તેઓ 1957માં ભારતીય વાયુસેનામાં જોડાયા. 1965ના યુદ્ધ દરમિયાન, પાયલોટ બાબાએ પાકિસ્તાની શહેરો પર નીચી ઉંચાઈ પર તેમના Gnat એરક્રાફ્ટ ઉડાવીને ખ્યાતિ મેળવી હતી. જો કે, 1971ના યુદ્ધ દરમિયાન વિનાશક ઘટનાઓએ તેમના જીવનમાં એક વળાંક લાવી દીધો, જેના પગલે તેમણે એરફોર્સ છોડી અને સાત વર્ષ સુધી હિમાલયની યાત્રા કરી, જ્યાં તેમને તેમના ગુરુ મળ્યા.

આધ્યાત્મિકતા તરફ વળ્યા બાદ પાયલટ બાબાનું જીવન એક નવી દિશામાં આગળ વધ્યું. તેમણે 16 વર્ષ સુધી હિમાલયમાં ધ્યાન કર્યું અને ‘અનવેલ્સ મિસ્ટ્રી ઓફ હિમાલય’ અને ‘હિમાલયના રહસ્યો શોધો’ જેવા પુસ્તકોમાં તેમના અનુભવો શેર કર્યા.

પાયલોટ બાબાએ દાવો કર્યો હતો કે તેઓ મહાભારતના બહાદુર યોદ્ધા અશ્વત્થામાને મળ્યા હતા, જે હજુ પણ હિમાલયની તળેટીમાં વસતા આદિવાસીઓમાં રહે છે. આ ઉપરાંત તેમણે મહાવતાર બાબાજી, કૃપાચાર્ય જેવી પ્રાચીન વ્યક્તિઓ સાથે પણ ચર્ચા કરી હતી.

પાયલટ બાબાની સમાધિ સાધનાએ તેમને આધ્યાત્મિક જગતમાં એક ખાસ ઓળખ અપાવી. ગ્વાલિયરના વિજયરાજે સિંધિયાથી સોમનાથ ગિરી નામ મેળવનાર પાયલટ બાબાએ 1976થી અત્યાર સુધીમાં 110થી વધુ વખત સમાધિ લેવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો :-

આજે ‘ભારત બંધ’ નું એલાન, જાણો આ છે કારણ ?

0

અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે (21 ઓગસ્ટ) ‘ભારત બંધ’નું આહ્વાન કર્યું છે. બસપા સહિત ઘણી પાર્ટીઓ આ બંધને સમર્થન આપી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ભારત બંધ શા માટે બોલાવવામાં આવ્યો? સુપ્રીમ કોર્ટના કયા નિર્ણયનો દલિત સંગઠનો કરી રહ્યા છે વિરોધ? શું છે દલિત સંગઠનોની માંગ? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) માં લેટરલ એન્ટ્રી સામે શા માટે સવાલો ઊભા થયા? ભારત બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે? જાણો તમામ સવાલોના જવાબ

Aaj Bharat Bandh: 21 अगस्त को भारत बंद

NACDAOR સંગઠને સરકારી નોકરી કરતા તમામ SC, ST અને OBC કર્મચારીઓની જાતિના ડેટા જાહેર કરવા અને ભારતીય ન્યાયિક સેવા દ્વારા ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની નિમણૂકની માંગ કરી છે. આ સાથે, સંગઠનનું કહેવું છે કે સરકારી સેવાઓમાં એસસી/એસટી/ઓબીસી કર્મચારીઓના જાતિ આધારિત ડેટા તરત જ જાહેર કરવામાં આવે જેથી તેમનું સચોટ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાય. સમાજના તમામ વર્ગોમાંથી ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની ભરતી કરવા માટે એક ભારતીય ન્યાયિક સેવા આયોગની પણ સ્થાપના કરવી જોઈએ જેથી ઉચ્ચ ન્યાયતંત્રમાં SC, ST અને OBC શ્રેણીઓમાંથી 50 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાય.

ભારત બંધને લઈને હજુ સુધી કોઈપણ રાજ્ય સરકારે સત્તાવાર માર્ગદર્શિકા જારી કરી નથી. પોલીસ પ્રશાસનને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સત્તાધીશો વ્યાપક પગલાં લઈ રહ્યા છે. ભારત બંધ દરમિયાન જાહેર પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો બંધ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા જ ક્વોટામાં અનામત અને ક્વોટામાં ક્રીમી લેયર સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં બંધારણીય બેંચે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને ક્વોટાની અંદર ક્વોટા બનાવવાનો અધિકાર છે. જેનો મતલબ કે આ નિર્ણય બાદ રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની શ્રેણીઓ માટે પેટા-શ્રેણીઓ બનાવી શકે છે, જેથી સૌથી વધુ જરૂરિયાતમંદોને અનામતમાં પ્રાથમિકતા મળી શકે.

સુપ્રીમ કોર્ટે 2004ના પોતાના જ જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, SCની અંદર કોઈપણ એક જાતિને 100% ક્વોટા આપી શકાય નહીં અને SCમાં સમાવિષ્ટ કોઈપણ જાતિના ક્વોટાનો નિર્ણય કરતા પહેલા તેના હિસ્સા વિશે નક્કર ડેટા હોવો જોઈએ. આ મોટો નિર્ણય દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ બી.આર.ગવઈ, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચે આપ્યો છે.

આ પણ વાંચો :-

૨૧ ઓગસ્ટ, ૨૦૨૪/ બુધવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મળતાં માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવારમાં સ‌‌ુખ, શાંતિ જળવાશે. મિત્રો તરફથી સાથ સહકાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.

વૃષભઃ

આર્થિક ક્ષેત્રે સફળતા મળતા મળતી જણાય. નોકરીંમાં બયતી તથા ધંધો માં પ્રગતિ થાય. ધંધાના વિકાસ માટે અગત્યના નિણયો લેવાની વ્યવસ્થા સરળ બને. માતૃ તથા પિતૃ સુખમાં વધારો થાય.

મિથુનઃ

ભાગ્ય નો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતાં હાંસલ કરી શકાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ ના યોગ બને છે. લોહી ની ઉણપ થી થતા કે લોહી સંબંધી રોગો થી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે આનંદ.

કર્કઃ

નાણાં ની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધારેલી આવક અટકતી જમાય. શરદી-ખાંસી નો ઉપદવ રહે. પડવા વાગવા થી સાવચેતી જરૂરી. દામ્પત્ય જીવનમાં મતભેદ ટાળવા. માતાની તબિયત સાચવવી. જીવનમાં મતભેદ ટાળવા. માતાની તબિયત સાચવવી.

સિંહઃ

મા નસિક પ્રસન્નતા જળવાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. પ્રેમી પાત્રાનું મિલન મુલાકાત શકાય બને છે. આવક જળવાય આકસ્મિક ધનલાભના યોગ બને છે. ખોતા ખર્ચ ટાળવા.

કન્યાઃ

આવકનું પ્રમાણ ધટતું જણાય. શરદી કફ, તાવની સમસ્યા રહે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ જળવાય. ખોટી સોબતમાં ફસાવાય નહી અેેનું ધ્યાન રાખવું. નોકરી- ધંઘામાં પ્રગતિ.

તુલાઃ

લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. સંતાનના પ્રશ્નો નું નિરાકરણ આવતું જણાય. વિધાર્થી વર્ગને સફળતા. નવું જાણવાનો યોગ બને છે. પરિવારમાં લાગણી શીલતા નૂં પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળે છે.

વૃશ્ચિકઃ

નાણાંકીય આવક વધતી જણાય. સ્થાવર જંગમ મિલકતના તથા વાહનના ખરીદી વેચાણ શકય બને અથવા અે ક્ષેત્રે આવક ઉત્મી કરી શકાય. વડીલોના આશીવાદ મળે. માતા-પિતાનું સ્વાસ્થય સારૂં રહે.

ધનઃ

વિચારો નું પ્રમાણ વધારે રહે. દાન કરવાની તથા પરોપકારની ભાવના પેદા થાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ.

મકરઃ

આવકનું પાસુ‌ મજબૂત થાય. બેંક બેલેન્સમાં વધારો શકય બને. નાના ભાઇ-બહેનો તરફ થી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી. જીવન સાથી સાથે મતભેદ ટાળવા. તથા જીવનસાથી નું આરોગ્ય સાચવવું.

કુંભઃ

ખોટા ખર્ચ ટાળવા. તત્વક્ષાન, ગણિતમાં જીક્ષાસા વધે. મશીનરી રીપેરીંગ, શિક્ષીક, ફાયનાન્સ, તથા મીકેનીકલ અેંજીનીયરીંગ ના ધંધાર્થીઓને વિશેષ સફળતા ધુંટણ તથા કીડની સંબંધીત રોગોથી સાવધાની રાખવી.

મીનઃ

આત્મબળમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. નોકરીમાં શામતિ, ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત થી લાઊ. આંખની તથા માથાના દુઃખાવાની સમસ્યા રહે. ભાગ્યનો સાથ મળતો રહે.

‘મંકીપોક્સ’ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર, જાણો તેના લક્ષણો

0

આફ્રિકન દેશોમાં મંકીપોક્સ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય અધિકારીઓ ચિંતિત છે. શરૂઆતમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી) માં જાણ કરવામાં આવી હતી, તે હવે યુગાન્ડા અને કેન્યા પહોંચી ગઈ છે. જે બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ ચિંતા વ્યક્ત કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવા પર વિચાર કરી રહી છે.

મંકીપોક્સ વાયરસથી ભારતમાં સરહદો અને એરપોર્ટ પર એલર્ટની સ્થિતિ, હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ બનાવાયા

વિશ્વના ઘણા દેશોમાં Mpox વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 4 કેસ નોંધાયા છે. દરમિયાન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે તેઓ એમપોક્સની રસી પર કામ કરી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું, ‘એમપોક્સ ફાટી નીકળવાના કારણે જાહેર કરાયેલી વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીને ધ્યાનમાં રાખીને અમે લાખો લોકોને મદદ કરવા માટે એક રસી વિકસાવવા પર કામ કરી રહ્યા છીએ. આશા છે કે, એક વર્ષની અંદર અમને આનાથી સંબંધિત સારા સમાચાર મળશે. તમને જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે પોતે જ કોરોનાની રસી વિકસાવી હતી.

WHO એ Mpox વાયરસના ફેલાવા પર એક રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે DRCમાં 27 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. જેમાંથી 1100થી વધુના મોત થયા છે. મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા સૌથી વધુ હતી. અલજઝીરાના અહેવાલ મુજબ, આ વાયરસ યુવાનોને વધુ સરળતાથી અસર કરી રહ્યો છે. આ રોગનો શિકાર બનેલા 70 ટકા લોકો યુવાન છે. જ્યારે મૃત્યુ પામેલા લોકોમાંથી 85 ટકા 15 વર્ષથી ઓછી ઉંમરના હતા. આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 96 ટકા કેસ માત્ર DRCમાં જ નોંધાયા છે. આ વર્ષે કેસની સંખ્યામાં 160 ટકા અને મૃત્યુની સંખ્યામાં 19 ટકાનો વધારો થયો છે.

મંકીપોક્સના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને લસિકા ગાંઠોમાં સોજો આવે છે. આ ફોલ્લીઓ દ્વારા અનુસરવામાં આવે છે જે સામાન્ય રીતે ચહેરા પર શરૂ થાય છે અને સમગ્ર શરીરમાં ફેલાય છે. ફોલ્લીઓ ફોલ્લીઓથી પિમ્પલ્સ સુધી વિકસે છે, જે આખરે સ્કેબ્સ બનાવે છે. લક્ષણો સામાન્ય રીતે 2-4 અઠવાડિયા સુધી રહે છે

મંકીપોક્સથી પોતાને કેવી રીતે બચાવવું

૧) ચેપગ્રસ્ત પ્રાણીઓ, ખાસ કરીને બીમાર અથવા મૃત પ્રાણીઓ સાથે સંપર્ક ટાળો.
૨) ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા દૂષિત પથારી અને અન્ય સામગ્રી સાથે સંપર્ક ટાળો.
૩) માંસ અથવા પ્રાણીઓના ભાગો ધરાવતા તમામ ખોરાકને સારી રીતે રાંધો.
૪) તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોવા.
૫) વાયરસથી સંક્રમિત લોકો સાથે સંપર્ક ટાળવો.
૬) અસુરક્ષિત સંભોગ કરવાનું ટાળો.
૭) તમારા મોં અને નાકને ઢાંકે તેવું માસ્ક પહેરો.
૮) વારંવાર સ્પર્શ થતી સપાટીઓને સેનિટાઇઝ કરો.
૯) વાયરસથી સંક્રમિત લોકોની સંભાળ રાખતી વખતે PPE નો ઉપયોગ કરો.

આ પણ વાંચો :-

સિક્કિમમાં ભારે ભૂસ્ખલન, NHPC પાવર પ્રોજેક્ટ થયું નષ્ટ

0

સિક્કિમમાં ભારે ભૂસ્ખલનના કારણે રાજ્યમાં એક પાવર સ્ટેશન લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અહીં નાના-મોટા ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે. જેના કારણે 510 મેગાવોટ પાવર સ્ટેશનને અડીને આવેલ ટેકરી જોખમમાં મુકાઈ હતી. મંગળવારે સવારે પહાડીનો મોટો ભાગ સરકી ગયો અને નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC)ના તિસ્તા સ્ટેજ 5 ડેમનું પાવર સ્ટેશન કાટમાળથી ઢંકાઇ ગયું. આ ઘટના પૂર્વ સિક્કિમના સિંગતમના દીપુ દારાની પાસે બાલુતારમાં બની હતી.

સિક્કિમમાં ભારે ભૂસ્ખલન, તિસ્તા ડેમ પર બનેલું પાવર સ્ટેશન થયું નષ્ટ, ઘટના કેમેરામાં થઇ કેદ

નજીકની ટેકરી પરથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા વીડિયો પર કેપ્ચર કરાયેલા ભૂસ્ખલનમાં મોટા પથ્થરો અને કાટમાળ પાવરહાઉસ તરફ ઝડપથી પડતા દેખાતા હતા, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે ઈજા થઈ નથી. સતત ભૂસ્ખલનને કારણે પાવર સ્ટેશનને થોડા દિવસો પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું. પાવર સ્ટેશનની નજીક કામ કરતા લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ખડકનો એક ભાગ સરકી રહ્યો છે અને થોડા સમય પછી તેનો મોટો ભાગ પાવર સ્ટેશનની ટોચ પર આવી જાય છે.

ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં અગાઉ પણ અવિરત વરસાદને કારણે સર્જાયેલા મોટા ભૂસ્ખલનમાં 15 વિદેશી નાગરિકો સહિત 1,200 થી વધુ પ્રવાસીઓ કસાયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, પહાડી રાજ્યમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે 9 લોકોના મોત થયા હતા. મિલકતોને નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી, વીજળી અને ખાદ્યપદાર્થો અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયા હતા.

સિક્કિમ પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અગ્ર સચિવ સી એસ રાવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રાપ્ત અહેવાલો અનુસાર ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે માર્ગ અવરોધને કારણે લગભગ 1,200 સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ કસાયા હતા. ભારતના ત્રણ, બાંગ્લાદેશના 10 મંગન જિલ્લાના લાચુંગમાં કસાયેલા હતા. આ કુદરતી આપતથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

આ પણ વાંચો :-