Sunday, Mar 23, 2025

પટણામાં ભારત બંધ દરમિયાન પોલીસ કર્મચારીઓએ SDM ઉપર કર્યો લાઠીચાર્જ

2 Min Read

SC-ST અનામતમાં સબ-ક્વોટા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરુદ્ધમાં ભારત બંધની અસર બિહારમાં જોવા મળી હતી. બિહારમાં પટણાના ડાક બંગલા ચોકમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, આ દરમિયાન પટણા એસડીઓને પણ માર મારવામાં આવ્યો હોવાના સમાચાર છે. રાજધાની પટણાના ડાકબંગલા ચોકમાં એકઠા થયેલા બંધ સમર્થકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જ દરમિયાન પટણા સદરના એસડીઓ શ્રીકાંત કુંડલિક ખાંડેકરને પણ માર મારવામાં આવ્યો હતો.

ભારત બંધ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા લોકોને કાબૂમાં રાખવા માટે આંખ બતાવી પડી હતી. આને કારણે પોલીસ કર્મચારીઓએ અહીં બજાર બંધ કરવા માટે બહાર આવેલા વિરોધીઓને રોકવા માટે લાઠીચાર્જ શરૂ કર્યો હતો, જેના કારણે બજારમાં ભાગમ-ભાગ થઈ હતી.

ભારત બંધ દરમિયાન ડીજે અને ગાડીઓ સાથે ડાક બંગલા આંતરછેદ પર પહોંચેલા વિરોધીઓને રોકવા માટે પોલીસ કર્મચારીઓએ લાઠીચાર્જ શરૂ કર્યો હતો. દરમિયાન, એક એસડીએમ સાહેબ રસ્તા પર રહેલુ જનરેટર બંધ કરી રહ્યા હતા તે જ સમયે, કેટલાક પોલીસ કર્મચારીઓએ પ્રદર્શનકારી સમજીને SDM સાહેબ ઉપર પણ લાઠીચાર્જ કરી દીધો હતો.

પટણા, પૂર્ણિયા, મુઝફ્ફરપુર, બેગુસરાય, દરભંગા, સમસ્તીપુર, હાજીપુર, વૈશાલી, બક્સર, ઔરંગાબાદ, જહાનાબાદ, મોતિહારી સહિત અનેક જિલ્લાઓમાં અનેક સ્થળોએ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો બંધ હોવાના અહેવાલ છે. કેટલીક જગ્યાએ તો બંધના સમર્થકો હાઈવે પર જ તંબુઓ લગાવી રહ્યા છે અને ભાષણો આપી રહ્યા છે. મોતિહારી, દરભંગા, બક્સર, અરાહ સહિત કેટલીક જગ્યાએ ટ્રેનો પણ રોકી દેવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં સાવચેતીના પગલા તરીકે શાળાઓ બંધ રાખવામાં આવી છે. બજારો ઘણી જગ્યાએ બંધ છે, બંધના સમર્થકો બજાર કે શેરીઓ તરફ વળ્યા તેના પર નિર્ભર છે.

આ પણ વાંચો :-

Share This Article