Home Blog Page 674

દેશમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, આ ત્રણ રાજ્યમાંથી 14 આતંકી ઝડપાયા

0

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાંથી કુલ 14 આતંકવાદીઓને ઝડપી લઈને દેશમાં મોટાપાયે આતંકી હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે, પોલીસે રાજસ્થાનના ભિવાડીમાંથી છ આતંકી પકડી પાડ્યા છે. તે ઉપરાંત ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાંથી બીજા આઠ આતંકવાદી ઝડપાયા છે.

ઝડપાયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો ઉપરાંત આતંકવાદનો પ્રચાર-પ્રસાર કરતું સાહિત્ય પણ જપ્ત લેવામાં આવ્યું છે. આતંકવાદી સંગઠન અલ કાયદા વિરુદ્ધ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી છે. રાંચી, કટક અને અલીગઢમાં દરોડા પાડીને આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે જેઓ જાહેર સ્થળોએ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ આતંકી જૂથનો નેતા રાંચીનો ડૉ. ઇશ્તિયાક છે જેણે ભારતમાં ખિલાફતની જાહેરાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ : લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ ઝડપાયા | 2 terrorists of Lashkar e Taiba arrested in Jammu and Kashmir - Gujarat Samachar

પ્રાથમિક તપાસ અનુસાર આ મૉડ્યૂલનું સંચાલન રાંચીનો ડૉ. ઇશ્તિયાક કરતો હતો. તે દેશના વિવિધ વિસ્તારમાં મોટી આતંકવાદી ગતિવિધિને અંજામ આપવાની ફિરાકમાં હતો. મૉડ્યૂલના સભ્યોને અલગ અલગ સ્થળો પર હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. પોલીસે રાજસ્થાનના ભિવાડીથી હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેતા છ શંકાસ્પદની અટકાયત કરી છે.

શંકાસ્પદોની પૂછપરછ બાદ સ્પેશ્યલ સેલની ટીમે ઝારખંડ અને યુપીમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કૂલ આઠ શંકાસ્પદની પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. અત્યારે વિવિધ સ્થળો પર પૂછપરછ ચાલી રહી છે અને નેટવર્ક સાથે જોડાયેલા વધુ લોકોની ધરપકડ થઇ શકે છે. કેટલાક સ્થળો પર અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે અને હથિયાર, દારૂગોળો, જેહાદી અને આતંકી સાહિત્ય વગેરે સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અલકાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ વિરૂદ્ધ ઝારખંડમાં લોહરદગા, હજારીબાગમાં દરોડા પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

બિહારમાં ગમ્ખવાર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોનાં કમકમાટીભર્યા મોત

0

બિહારના ભોજપુર જિલ્લામાં ગુરુવારે થયેલી માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા. જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. તમામ કાર સવાર માતા વિંધ્યવાસિનીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. મામલો ગજરાજગંજ વિસ્તારનો છે. કાર સવાર તમામ લોકો વિંધ્યાચલથી માતા વિંધ્યવાસિની દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. ત્યારે તેમની કાર અચાનક ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ. ઘટનાના સમયે કારમાં લગભગ સાત લોકો સવાર હતાં. તેમાંથી પાંચ લોકોના મોત નીપજ્યાં જ્યારે બે અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.

અમદાવાદ કચ્છ હાઈવે પર ભયાનક અકસ્માત, દલવાડી સમાજના ચાર લોકોને કાળ ભરખી ગયો | Horrific accident on Ahmedabad Dhrangadhra highway four people died - Gujarat Samachar

પોલીસના જણાવ્યા મુજબ ભોજપુર જિલ્લાના કમરિયા ગામના સાત લોકો મહિન્દ્રા એસયુવી કારથી વિંધ્યાચલ માતાના દર્શન કરવા માટે ગયા હતાં. ગુરુવારની સવારે આ તમામ લોકો પાછા ફર્યાં હતાં. આ દરમિયાન આરા-બક્સર ફોરલેન પર બીબીગંજ નજીક કાર ડ્રાઈવરનું નિયંત્રણ વાહનથી હટી ગયુ અને તે રસ્તાની વચ્ચે ડિવાઈડર સાથે ટકરાયું. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કારને સંપૂર્ણ નુકસાન થયું છે.

તમામ મૃતક અને ઈજાગ્રસ્ત અજીમાબાદ વિસ્તારના કમરિયાંવ ગામના રહેવાસી છે. એક જ પરિવારના આ લોકો વર્તમાનમાં પટના બેલી રોડ સ્થિત પોતાના મકાનમાં રહે છે. મૃતકોમાં માતા-પિતા, ભાઈ-બહેન અને એક માસૂમ બાળકનું મોત નીપજ્યું, જ્યારે ઘરની પુત્રવધૂ અને એક બાળકી ઈજાગ્રસ્ત છે. બંનેને આરા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ભૂપ નારાયણસ (56), રેણુ દેવી (50), વિપુલ પાઠક (28) વર્ષ લગભગ, અર્પિતા પાઠક (25) અને હર્ષ પાઠક (3) સામેલ છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે શરદ પવારને આપી Z પ્લસ સુરક્ષા

0

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP)ના વડા શરદ પવારને Z પ્લસ સુરક્ષા પ્રદાન કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને 83 વર્ષીય મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારને આ સુરક્ષા આપવા માટે સૂચના આપી છે. આ કામ માટે CRPFના 55 સશસ્ત્ર જવાનોની ટીમ નિયુક્ત કરવામાં આવી છે.

The central government has increased Sharad Pawar security to Z Plus | શરદ પવારને કેન્દ્ર સરકારે પણ આપી ઝેડ પ્લસ સિક્યૉરિટી

કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ધમકીના મૂલ્યાંકનની સમીક્ષા કર્યા પછી શરદ પવારને Z Plus સુરક્ષા પ્રદાન કરવાની ભલામણ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તેમને VIP સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.

યલો બુક ઓફ સિક્યોરિટી મામલા અનુસાર, Z પ્લસ કેટેગરીની સુરક્ષામાં એક સમયે 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ, 6 PSO રાઉન્ડ ધ ક્લોક, 2 એસ્કોર્ટ્સમાં 24 જવાન, 2 શિફ્ટમાં 5 વોચર્સનો સમાવેશ થાય છે. ઇન્સ્પેક્ટર અથવા સબ-ઇન્સ્પેક્ટરને ઇન્ચાર્જ તરીકે મૂકવામાં આવે છે. VIPના ઘરે આવતા અને જતા લોકો માટે છ ફ્રિસ્કિંગ અને સ્ક્રીનિંગ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ 6 ડ્રાઈવરો રાઉન્ડ ધ ક્લોક ટ્રેન્ડ છે.

Z શ્રેણી સુરક્ષા

Z શ્રેણીની સુરક્ષા માટે કુલ 33 સુરક્ષા ગાર્ડ તૈનાત હોય છે. સશસ્ત્ર દળોના 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ VIPના ઘરે રોકાય છે. 6 રાઉન્ડ ધ ક્લોક PSO, 12 સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડો ત્રણ શિફ્ટમાં, 2 પાળીમાં વોચર્સ અને 3 પ્રશિક્ષિત ડ્રાઇવરો ચોવીસ કલાક હાજર રહે છે.

આ પણ વાંચો :-

સુપરસ્ટાર થલાપતિ વિજયની રાજકારણમાં એન્ટ્રી, પાર્ટીનો ફ્લેગ અને એન્થમ લૉન્ચ કર્યું

0

સાઉથ એક્ટર થલાપતિ વિજયે ચેન્નાઇમાં પોતાની પાર્ટી તમિઝગા વેત્રી કડગમ (TVK)ના ઝંડા અને ચૂંટણી ચિન્હનું અનાવરણ કર્યું હતું. વિજયે 2 ફેબ્રુઆરી 2024માં તમિલનાડુમાં તમિઝગા વેત્રી કડગમ નામથી રાજકીય પાર્ટી લૉન્ચ કરી હતી જેનો હિન્દીમાં અર્થ તમિલનાડુ વિજય પાર્ટી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વિજયની પાર્ટી 2026માં વિધાનસભા ચૂંટણી લડશે.

tamil-nadu-actor-vijay-enters-politics-as-he-announced-name-of-his-party-tamilaga-vetri-kazham | Election 2024: લોકસભા ચૂંટણી પહેલા થલાપતિ વિજયની પોલિટિક્સમાં એન્ટ્રી, દક્ષિણ ભારતનું ...

તમિલનાડુના રાજકારણમાં ફિલ્મી સ્ટારનો પ્રવેશ એક જાણીતો રસ્તો છે. એમ.જી.ચામચંદ્રન (એમજીઆર)થી લઇને જયલલિતા સુધી અને શિવાજી ગણેશનથી લઇને રજનીકાંત, કમલ હાસન અને વિજયકાંત સુધી કેટલાક દિગ્ગજ અભિનેતા સિલ્વર સ્ક્રીનથી રાજકારણમાં આવી ચુક્યા છે.

અભિનેતા વિજયની આ નવી પાર્ટીનું નામ તમિલ વેત્રી કજગમ છે. પાર્ટીએ આજે ​​એ પણ સ્પષ્ટ કર્યું છે કે અભિનેતા વિજયની પાર્ટી આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાગ લેશે નહીં. પાર્ટીનું લક્ષ્ય 2026ની વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવવાનું છે. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં પાર્ટી કોઈપણ પક્ષને સમર્થન નહીં આપે. આ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. રજનીકાંત અને કમલ હાસન પછી વિજયના સૌથી વધુ ચાહકો છે.

આ પણ વાંચો :-

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી

0

રાજ્યમાં 24 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. 22 અને 23 ઓગસ્ટે ઘણાં ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડશે. 24થી 28 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, વડોદરાના ભાગોમાં 3થી 4 ઇંચ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. કેટલાંક વિસ્તારોમાં 6થી 7 ઇંચ વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના છે.

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી - cyclonic circulation over southwest rajasthan gujarat rain forecast with thunderstorm activity – News18 ગુજરાતી

અંબાલાલ પટેલના કહ્યું કે, આગામી 24 તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. જો કે 24 થી 27 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ખાસ કરીને ડાંગ, સુરત અને ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં એક જ દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ તૂટી પડશે. જ્યારે કેટલાક ભાગોમાં 6 થી 8 ઈંચ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવા વરસાદની શક્યતા છે. તેમજ છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.

આ પણ વાંચો :-

આંધ્ર પ્રદેશમાં ફાર્મા કંપનીમાં વિસ્ફોટ થતાં 15 મજુરોના મોત, 20 ઈજાગ્રસ્ત

0

આંધ્ર પ્રદેશના અનકાપલ્લીમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટ્રીમાં બુધવારે સાંજે અચાનક જોરદાર ધડાકો થયો હતો. એસ્સિએન્ટિયા ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીના યુનિટમાં થયેલા વિસ્ફોટમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવાઇ રહ્યું છે કે, આ ઘટના બપોરે બની હતી. જેથી કંપનીમાં ઓછા લોકો કામ કરી રહ્યાં હતા. અંદર ફસાયેલા 13 લોકોને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતા.

Andhra Pradesh ફાર્મા કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટથી 7નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત - andhra pradesh company reactor blast 4 people died while 20 injured -

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો. તેલુગુ દેશમ પાર્ટીના ધારાસભ્ય નારા લોકેશે કહ્યું કે, મુખ્યમંત્રીએ પહેલાથી જ આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા છે તેનો જીવ બચાવવાને લઈને આદેશ આપ્યાં છે અને અલગ અલગ હોસ્પિટલોમાં તેની સારવાર ચાલી રહી છે.

ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં એક એમ્બ્યુલન્સ કંપની ફેક્ટ્રીમાં જતી જોઈ શકાય છે. ફેક્ટ્રી બહાર ધુમાડાના ગોટે ગોટા જોવા મળે છે. અનકાપલ્લીના પોલીસ અધિક્ષક દીપિકા પાટિલે જણાવ્યું કે, વિસ્ફોટ રિએક્ટર સાઇટ પર થયો હતો, પરંતુ રિએક્ટરમાં નહીં. પાટિલે કહ્યું કે, આ વિસ્ફોટ ક્યા કારણે થયો તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. બીજી બાજુ જિલ્લા કલેક્ટર વિજયા કૃષ્ણને ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે, ફેક્ટ્રીમાં બે શિફ્ટમાં કુલ 381 લોકો કામ કરે છે. વિસ્ફોટના સમયે લંચ ટાઇમ હતો. જેથી ઘટના સ્થળે ઓછા લોકો હાજર હતા.

આ પણ વાંચો :-

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર

0

બોમ્બની ધમકી બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. મુંબઈ-તિરુવનંતપુરમ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. એર ઈન્ડિયાના વિમાનને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે. તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામ 135 મુસાફરો સુરક્ષિત છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, તિરુવનંતપુરમ એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર એર ઈન્ડિયાની મુંબઈ-તિરુવનંતપુરમ ફ્લાઈટ 657ને હાલમાં આઈસોલેશન બેમાં રાખવામાં આવી છે અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે.

એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે 8 વાગ્યે એરપોર્ટ પર ઉતરી હતી અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી. તેમણે કહ્યું કે મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે વિમાન તિરુવનંતપુરમ એરપોર્ટની નજીક પહોંચ્યું ત્યારે પાયલટે બોમ્બની ધમકીની જાણ કરી. તેમણે કહ્યું કે વિમાનમાં 135 મુસાફરો સવાર હતા. ધમકી ક્યાંથી આવી અને અન્ય માહિતીની રાહ જોવાઈ રહી છે.

દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (AIIMS) અને સફદરજંગ અને એક મોલ સહિતની અનેક હોસ્પિટલોને બોમ્બની ધમકી મળ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં હલચલ મચી ગઈ હતી. બોમ્બની ધમકીઓવાળા ઈમેઈલ મળ્યા હતા, જેના પછી પોલીસે હોસ્પિટલો અને મોલ્સની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો :-

હેમંત સામે બળવો કર્યા બાદ ચંપઈ સોરેને નવી પાર્ટી બનાવવાની કરી જાહેરાત

0

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના નેતા ચંપઈ સોરેનનો સ્વર બળવાખોર બની ગયો છે. તેમના તાજેતરના એક ટ્વિટથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ હતી. દરેક જણ વિચારી રહ્યા હતા કે ચંપઈનું આગળનું પગલું શું હશે? હવે પૂર્વ સીએમએ નવી જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે તે રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લે અને નવી પાર્ટી બનાવશે. તેમણે ગઠબંધન માટેના દરવાજા પણ ખુલ્લા રાખ્યા છે.

ભૂતપૂર્વ CM ચંપઈ સોરેન શું ભાજપમાં જોડાયા? | chitralekha

ચંપાઈ સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ચંપાઈ સોરેને પોતાની પોસ્ટમાં લખ્યું કે, છેલ્લા ત્રણ દિવસના અપમાનજનક વર્તનને કારણે હું મારા આંસુ પર કાબૂ રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેમને માત્ર ખુરશીની ચિંતા હતી. મને એવું લાગ્યું કે જાણે એ પક્ષમાં મારું કોઈ અસ્તિત્વ જ નથી, જે પક્ષ માટે અમે આખું જીવન સમર્પિત કર્યું હતું, તે દરમિયાન આવી ઘણી અપમાનજનક ઘટનાઓ બની હતી, જેનો હું અત્યારે ઉલ્લેખ કરવા માંગતો નથી. આટલા અપમાન અને તિરસ્કાર પછી, મને વૈકલ્પિક માર્ગ શોધવાની ફરજ પડી.

પૂર્વ સીએમએ કહ્યું, ‘હું રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લઉં. મેં ત્રણ વિકલ્પ આપ્યા હતા. રિટાયરમેન્ટ, સંગઠન કે દોસ્ત. હું નિવૃત્ત થઈશ નહીં, હું પાર્ટીને મજબૂત કરીશ, નવી પાર્ટી બનાવીશ અને જો કોઈ સારા મિત્ર મળી જશે તો હું તેની સાથે આગળ વધીશ.’

તમને જણાવી દઈએ કે ઝારખંડમાં ચંપાઈ સોરેને ગયા મહિને જુલાઈમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી જેલમાંથી છૂટ્યા બાદ હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના સીએમ બન્યા હતા. ચંપાઈ સોરેન 2 ફેબ્રુઆરી 2024 થી 3 જુલાઈ 2024 સુધી ઝારખંડના મુખ્યમંત્રી હતા. ચંપાઈ સોરેન સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2005થી તેઓ સતત સરાઈકેલા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 1991માં તેઓ પ્રથમ વખત સરાયકેલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. હેમંત સોરેને 2019માં ચંપાઈ સોરેનને કેબિનેટ મંત્રી પણ બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ…બિહારના મધુબનીમાં રોકવામાં આવી ટ્રેન

0

સુપ્રીમ કોર્ટે SC અને ST કેટેગરીના અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ કરવાનો ચુકાદો આપ્યા બાદ દેશભરમાં દલિત અને આદિવાસી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ સંગઠનોએ આજે 21 ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કર્યા બાદ તેની સામાન્ય અસર જોવા મળી છે. સંગઠનો દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં વિરોધ કરવામાં આવ્યો છે, જોકે આ રાજ્યોની તેની આંશિક અસર જોવા મળી છે.

અરાહમાં, ભીમ આર્મી રેલ્વે ટ્રેક પર ઉતરી હતી અને થોડા સમય માટે અપ અને ડાઉન બંને લાઈનોને ખોરવી નાખી હતી. CPI(ML) એ સરદાર પટેલ બસ સ્ટેન્ડ પાસે પટણા-સાસારામ મુખ્ય માર્ગને બ્લોક કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

બિહારના નવાદામાં પણ બંધની અસર જોવા મળી હતી. ભીમ આર્મી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બેનર હેઠળ ડો.ભીમરાવ આંબેડકર પાર્કથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પ્રજાતંત્ર ચોકમાં નાકાબંધી કરવામાં આવી હતી. જો કે, બિહાર પોલીસની પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેની કાળજી લેવામાં આવી હતી. એડમિટ કાર્ડ બતાવ્યા બાદ વાહનને જવા દેવામાં આવ્યું હતું.

ભારત બંધને લઈને બિહાર શરીફમાં ખંડકાપર બસ સ્ટેન્ડ પાસે બંધના સમર્થકો અને સ્થાનિક લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. ઇંટો અને પથ્થરો ફેંક્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ બંધના સમર્થકોનો પીછો કર્યો હતો. મોતિહારીમાં પણ વિરોધીઓએ સરઘસ કાઢ્યું અને ભારત બંધને સમર્થન આપ્યું. આ સરઘસ કચરી ચોક પહોંચ્યું જ્યાં સેંકડો પ્રદર્શકારીઓ જોવા મળ્યા. દેખાવકારોએ કચરી ચોકમાં નાકાબંધી કરી વિરોધ કર્યો હતો. બિહારમાં ભારત બંધની મોટાપાયે અસર જોવા મળી રહી છે.

સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ... યુપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યો દલિત સંગઠનોએ માથે લીધા 2 - image

બિહારમાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી છે, જેના કારણે ટ્રાફિકને અસર થઈ છે. સમર્થકોએ અનેક રસ્તાઓ પર અને હાઈવે પર ટાયર સળગાવીને રસ્તા જામ કરી દીધા છે. જ્યારે કેટલાક સ્થળો પર રસ્તા પર જ ધરણાના કાર્યક્રમો અને ભાષણો કરવામાં આવી રહ્યા છે. મોતીહારી અને બક્સરમાં ટ્રેન અટકાવવાની સાથે માર્કેટ પણ બંધ જોવા મળ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખી કેટલીક શાળાઓ પણ બંધ રખાઈ છે.

આ પણ વાંચો :-

ચીને લદ્દાખમાં LAC નજીક હેલી સ્ટ્રીપ બનાવી, સેટેલાઇટ તસવીરોમાં થયો ખુલાસો

ચીન ભારતને લગતી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સતત દબાણ વધારી રહ્યું છે. નવા રોડ્સ, બ્રીજ, સૈન્ય વસાહત, બંકર બાદ ચીને લદ્દાખ(Ladakh)ની સરહદે છ નવી હેલિસ્ટ્રીપ (Heli Strip) બનાવી રહી છે, સેટેલાઇટ ઈમેજમાં આનો ઘટસ્ફોટ થયો છે. આ હેલિસ્ટ્રીપ પશ્ચિમ તિબેટમાં બનવવામાં આવી રહી છે, લદ્દાખના ડેમચોકથી આ હેલિસ્ટ્રીપ્સનું અંતર 100 માઈલ છે, જેના કારણે ભારત માટે આ ચિંતાનો વિષય છે. જોકે ભારત સરકારતરફથી આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Dragon's Bully: Construction of heli strip near LAC in Ladakh raises India's concerns

ગેયાયી નામની જગ્યાએ હેલીસ્ટ્રિપ બનાવવામાં આવ્યું છે. અહીં હજુ કંસ્ટ્રક્શનનું કામ પૂર્ણ થયું નથી. હેલીસ્ટ્રિપ બનાવવાની શરૂઆત એપ્રિલ, 2024માં થઇ હતી. તસવીરોથી ખબર પડે છે કે અહીં છ હેલીસ્ટ્રિપ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અહીં માત્ર 1 કે 2 હેલીકોપ્ટર નહીં પણ અડધો ડઝન કરતા વધુ હેલીકોપ્ટર એક સાથે તૈનાત કરી શકાય છે. આ લદ્દાખના ડેમચોકથી માત્ર 100 માઇલ અને ઉત્તરાખંડના બારાહોતીથી 120 મીટરના અંતર પર છે. ડેમચોક ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે.

ચીનની સેના અવાર નવાર LAC નજીક હેલીપેડ કે કંસ્ટ્રક્શન કરતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેને કેટલાક રોડનું નિર્માણ પણ આ વિસ્તારમાં કર્યું છે.ભારતે પણ લદ્દાખ સાથે જોડાયેલા ચીની ભાગ પર સુરક્ષા વધારી દીધી છે. 2020માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ભારતે અહીં સૈનિકો વધાર્યા છે.

આ પણ વાંચો :-