બિહારના ભોજપુર જિલ્લામાં ગુરુવારે થયેલી માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા. જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. તમામ કાર સવાર માતા વિંધ્યવાસિનીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. મામલો ગજરાજગંજ વિસ્તારનો છે. કાર સવાર તમામ લોકો વિંધ્યાચલથી માતા વિંધ્યવાસિની દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. ત્યારે તેમની કાર અચાનક ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ. ઘટનાના સમયે કારમાં લગભગ સાત લોકો સવાર હતાં. તેમાંથી પાંચ લોકોના મોત નીપજ્યાં જ્યારે બે અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.
પોલીસના જણાવ્યા મુજબ ભોજપુર જિલ્લાના કમરિયા ગામના સાત લોકો મહિન્દ્રા એસયુવી કારથી વિંધ્યાચલ માતાના દર્શન કરવા માટે ગયા હતાં. ગુરુવારની સવારે આ તમામ લોકો પાછા ફર્યાં હતાં. આ દરમિયાન આરા-બક્સર ફોરલેન પર બીબીગંજ નજીક કાર ડ્રાઈવરનું નિયંત્રણ વાહનથી હટી ગયુ અને તે રસ્તાની વચ્ચે ડિવાઈડર સાથે ટકરાયું. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કારને સંપૂર્ણ નુકસાન થયું છે.
તમામ મૃતક અને ઈજાગ્રસ્ત અજીમાબાદ વિસ્તારના કમરિયાંવ ગામના રહેવાસી છે. એક જ પરિવારના આ લોકો વર્તમાનમાં પટના બેલી રોડ સ્થિત પોતાના મકાનમાં રહે છે. મૃતકોમાં માતા-પિતા, ભાઈ-બહેન અને એક માસૂમ બાળકનું મોત નીપજ્યું, જ્યારે ઘરની પુત્રવધૂ અને એક બાળકી ઈજાગ્રસ્ત છે. બંનેને આરા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ભૂપ નારાયણસ (56), રેણુ દેવી (50), વિપુલ પાઠક (28) વર્ષ લગભગ, અર્પિતા પાઠક (25) અને હર્ષ પાઠક (3) સામેલ છે.
આ પણ વાંચો :-